હાથે-પગે થતી બળતરા, ઉનવા, પેશાબમા બળતરા માટે અસરકારક અને ઘરેલુ ઉપચાર

0

૧) એલચીને આમળાંના રસ કે તેના ચુર્ણ સાથે લેવાથી શરીરની બળતરા મટે છે.

(૨) કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી (કુચા કાઢી નાખી),જીરુની ભુકી અને સાકર નાખી પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૩) દ્રાક્ષ અને ખડી સાકર એકત્ર કરી સવારે ખાવાથી શરીરમાં થતો દાહ મટે છે.

(૪) કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૫) ગાયની છાસમાં કપડું ભીંજવી તે કપડાનો રોગીને સ્પર્શ કરાવતા રહેવાથી રોગીની બળતરા મટે છે.

(૬) ગાયનું ઘી હાથે-પગે ઘસવાથી હાથે-પગે થતી બળતરા મટે છે.

(૭) શરીરના કોઈ પણ ભાગમાં થતી ભયંકર બળતરામાં દુધમાં તલ વાટીને આછો લેપ કરવાથી ત્વરીત લાભ થાય છે. 

(૮) ચોખાની ધાણી (મમરા) અને ખડી સાકરનો ઉકાળો કરી વારંવાર પીવાથી દાહ-બળતરા મટે છે.

(૯) તાંદળજાનો રસ થોડી સાકર મેળવી પીવાથી હાથપગનાં તળીયાંની બળતરા,પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે.

(૧૦) પાલખના પાનના રસના કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે.

(૧૧) રાત્રે પાણીમાં ધાણા પલાળી રાખી સવારે ગાળી, તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી પીત્તજ્વરનો દાહ મટે છે. એનાથી શરીરનો આંતરીક દાહ પણ મટે છે.

(૧૨) ધાણા અને સાકર ખાવાથી પેટમાં થતી બળતરા મટે છે.

(૧૩) ૧-૧ તોલો ધાણા અને જીરુ અધકચરાં ખાંડી ૨૦૦થી ૩૦૦ મી.લી. પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી સાકર નાખી ચાર છ દીવસ પીવાથી કોઠાનો દાહ શાંત થાય છે. હાથ-પગની બળતરા પણ દુર થાય છે.

(૧૪) ભુરા કોળાનું ઘીમાં શાક કરીને ખાવાથી અથવા તેનો રસ કાઢી, તેમાં સાકર મેળવી સવાર-સાંજ અર્ધો અર્ધો કપ પીવાથી પુશ્કળ માસીક આવતું હોય, શરીરમાં બળતરા રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે.

(૧૫) શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી લેવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે અને આંખ, હાથ-પગનાં તળીયાં,પેશાબ તથા પેટ વગેરેની બળતરા મટે છે. 

(૧૬) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ૨૦૦ ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મીનીટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં એક કકડો લીંબુનો રસ અને ૧૦-૧૫ ગ્રામ સાકર મેળવી પીવાથી બળતરા દુર થાય છે.

(૧૭) પેટ, આંખ, પગનાં તળીયાં, હાથ, મોં મુત્રમાર્ગ કે મળમાર્ગે બળતરા થતી હોય તો પગના તળીયે ગાયનું ઘી ઘસવાથી આરામ થાય છે.

(૧૮) ૧ ચમચી સાકર અને ૧ ચમચી શતાવરી ગાયના ઘીમાં મેળવી સવાર સાંજ ચાટવાથી બળતરામાં આરામ થાય છે. સાથે ૧-૧ ગ્લાસ ગાયનું દુધ પીવું. તીખી, તળેલી, ખાટી અને ખારી ચીજો ખાવી નહીં. શતાવરી ન મળે તો એકલાં ઘી-સાકર ચાટવાં અને ૧ ગ્લાસ નાળીયેર-તરોપાનું પાણી પીવું.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

(૧૯) ખજુર પાણીમાં પલાળી રાખી બરાબર પલળી જાય ત્યારે મસળી લઈ અથવા ઠળીયા કાઢી ગ્રાઈન્ડરમાં જ્યુસ જેવું બનાવી પીવું. ખજુર-પાણીનું કોઈ નીશ્ચીત પ્રમાણ નથી. જરુર મુજબ સેવન કરવાથી બળતરા મટે છે.

(૨૦) હથેળી કે/અનેપગના તળીયે  બળતરા થતી હોય તો બોરડીનાં પાન ૪૦ ગ્રામ, એલચી નંગ ચાર અને ૨૦ ગ્રામ સાકરને પાણીમાં વાટી, લસોટી થોડીવાર રહેવા દેવું. ચારેક કલાક બાદ ગાળીને ધીમે ધીમે પીવું.  આ મીશ્રણ ધીમે તાપે ઉકાળી, ઠંડુ પાડી પીવાથી પણ સારી અસર કરે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત કરવો.

(૨૧) એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી થોડી ખાંડ મેળવી પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૨૨) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય ઉલટી મટે છે.

(૨૩) કોઈ પણ રીતે નડતો ન હોય તો પાણીમાં ગોળનો ઘોળ બનાવી, ગાળીને દીવસમાં ચાર-પાંચ વખત અડધો અડધો કપ પીવાથી દાહ મટે છે.

(૨૪) ધાણા-જીરાનું ચુર્ણ ખાંડ સાથે લેવાથી ઍસીડીટીને લીધે ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થતી હોય તો મટે છે.

(૨૫) લુણીની ભાજીનો રસ એક કપ જેટલો પીવાથી શરીરની બળતરા શાંત થાય છે.

(૨૬) શેકેલા જીરુનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી શરીરની બધા જ પ્રકારની બળતરા શાંત થાય છે.

(૨૭) દુધી છીણી માથામાં ભરવાથી માથામાં બળતરા થતી હોય તો તે મટે છે.

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

(૨૮) આંખે ત્રીફલાનું પાણી છાંટવાથી આંખોની બળતરા શાંત થાય છે.

(૨૯) આમળાનો રસ શરીરે ચોળવાથી અને તેના પાણીથી નાહવાથી શરીરની બળતરા મટે છે.

(૩૦) પીત્તળના પાત્રમાં ૨૦૦ ગ્રામ કોથમીરનો રસ અને ૨૦૦ ગ્રામ તલનું તેલ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી તેલ નીતારી લેવું. આ તેલના માલીશથી હથેળી અને પગના તળીયાની બળતરામાં રાહત થાય છે. એનાથી માથાના તથા સાંધાના દુખાવામાં પણ લાભ થાય છે.

(૩૧) દુધી, તરબુચ, કાકડી અને ખરબુજાનાં બીજની મીંજ સાથે ખસખસ સાંજે પાણીમાં પલાળી, સવારે એ પાણી નીતારી પીવાથી હાથે-પગે થતી બળતરા મટે છે. પાણી અને મીંજનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ નક્કી કરવું.

(૩૨) આંખોમાં, છાતીમાં, પેશાબમાં, પેટમાં,મળમાર્ગમાં, શીશ્નમાં, યોનીમાં, પગના તળીયામાં, હાથની હથેળીમાં, તાળવા પર વગેરે શરીરના કોઈ પણ સ્થાનમાં બળતરા થતી હોય તો એક ચમચી શતાવરી, એક ચમચી ખડી સાકરનો પાઉડર અને એક ચમચી ગાયનું ઘી મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી બળતરા શાંત થાય છે.

(૩૩) મળ પ્રવૃત્તી વખતે, મુત્ર પ્રવૃત્તી વખતે જો બળતરા થતી હોય અને જો આંખોમાં,તાળવા પર, હથેળી પર, પગના તળીયામાં,પેટમાં, છાતીમાં ક્યાંય પણ આંતરીક બળતરા થતી હોય, તો જેઠીમધ, શતાવરી અને સાકરનું સરખા વજને બનાવેલું ચુર્ણ એક બાટલીમાં ભરી લેવું. આ મીશ્રણમાંથી એક ચમચી જેટલું ચુર્ણ  એક ચમચી ઘી સાથે એક ગ્લાસ દુધમાં નાખી સારી રીતે ઉકાળી ઠંડું પાડી પી જવું. થોડા દીવસ આ ઉપચાર કરવાથી અનેક પ્રકારની આંતરીક બળતરા શાંત થાય છે. આ ઉપચાર વખતે તીખી, ખારી, ખાટી, ઉષ્ણ,તીક્ષ્ણ ચીજો સાવ બંધ કરી દેવી.

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here