લસણની અલગ અલગ ચટણી બનાવવાની રીત

2

શિયાળા લસણ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તો આજે ખુબ જ ટેસ્ટી અને વારંવાર ખાવાનું મન થાય એવી લસણની અલગ અલગ ચટણી બનાવીશું

કોરી લસણની ચટણી બનાવવા જરૂરી સામગ્રી:

  • ૧ વાટકી લસણ ની કળી
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૪-૫ નંગ સૂકા મરચાં
  • ૨ ચમચી દાળિયા ની દાળ
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • મીઠું પ્રમાણસર

કોરી લસણની ચટણી બનાવવા માટેની રીત:  સૌ પ્રથમ લસણ ની કળી લઈ ને એમાં સૂકા મરચા, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, દાળિયા ની દાળ, મીઠું બધુ નાખવું. બધુ મિક્સ કરી ને મીક્સચર ની જાર માં નાખી ને ગ્રાઇન્ડ કરવું. કોરી લસણ ની ચટણી ખુબજ સરસ લાગે છે. તો ચાલો તૈયાર છે સ્વાદિષ્ટ કોરી લસણ ની ચટણી.

લસણ સિંગદાણાની સુકી ચટણી:

  • 20 નંગ છોલેલા લસણની કળીઓ
  • 4 ચમચી લાલ કાશ્મીરી મરચું
  • 3 ચમચી તેલ
  • 2 ચમચી છીણેલુ કોપરું
  • 2 ચમચી તાજા કળી પત્તા
  • 1 ટુકડો તજ
  • 1 ચમચી મીઠું
  • 1/2 ચમચી હળદર
  • 3 ચમચી ધાણાજીરું પાઉડર
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી તલ
  • 1 ચમચી સંચળ પાઉડર
  • 1 ચમચી મરી પાઉડર
  • 5 નંગ લવિંગ
  • 4 ચમચી શીંગદાણા
  • 3 ચમચી દાળિયા
  • 1 ચમચી સૂંઠ પાઉડર અથવા ૧ ટુકડો આદુ
  • 1 ચમચી જીરૂ

લસણ સિંગદાણાની ચટણી બનાવવાની રીત:  સૌપ્રથમ શીંગદાણા ને સેકી અલગ મુકો ને પણ શેકી ને અલગ મૂકો લસણની કળી  ધીમા ગેસ પર સાંતળો સાથે વરિયાળી અને જીરું પણ સાથે લઈ દઉં કળી પત્તા ને પણ સાતળી લો. ગેસ બંધ કરીને સવાલ અને તજના ટુકડા ને પણ ગરમ તવી પર ચડી જાય બધી વસ્તુ ઠંડી પડે એટલે મિક્સર જારમાં લસણ સિવાયની બધી જ વસ્તુઓ ક્રશ કરી લો એક થાળીમાં કાઢી લઇ અને લસણની કળીઓને ક્રશ કરી લો હવે મોટા વાળ કામાં લઈ લસણની ક્રશ કરેલી કળીઓ અને બાકીનો બધો જ મસાલો ઉમેરી અને લાલ મરચું ઉમેરો. વઘારીયા માં ત્રણ ચમચી તેલ મૂકી ગરમ કરો થોડું ઠંડું પડે એટલે આપણી મિશ્રણ કરેલી ચટણી રેડો ઠંડુ પડે એટલે તેને બરાબર હલાવો અને કાચની બરણીમાં ભરી લો આ ચટણી બહાર રાખી શકાય છે જો છ મહિનાથી વધુ સમય રાખવી હોય તો આપણે તેને ફ્રીઝમાં રાખી શકીએ છીએ પણ હું ખાતરી આપું છું કે આ ચટણી તમારી એક મહિનામાં જ પૂરી થઈ જશે

લીલા લસણની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 1 વાટકી લીલા લસણ
  • 1 વાટકી લીલા ધણા(કોથમીર)
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • 15,20 રોસ્ટેડ શીંગદાણા
  • 2 નંગ લીલા મરચા
  • 1 ચમચી તલ
  • મીઠુ સ્વાદ પ્રમાણે

લીલા લસણની ચટણી બનાવવાની રીત:  મિકચર જાર મા લીલા લસણ,લીલા ધણા,લીલા મરચા,તલ,સીગંદાણા, લીંબુ ના રસ,મીઠુ નાખી ને ગ્રાઈન્ડ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી લો,ચટણી ની કન્સીસટેન્સી પ્રમાણે પાણી ઉમેરવુ. મિકચર જાર મા થી કાઢી ને એરટાઈટ ડબ્વા મા ભરી લો. 1અઠવાડિયા સુધી સારી રહે છે.જરુર હોય ઉપયોગ મા લેવુ તૈયાર છે લીલા લસણ,લીલા ધણા ની ગ્રીન ગાર્લિક ચટણી..

લસણ ટામેટાની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 1 વાટકી લસણ ની કટકી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 વાટકી ટામેટાનો પલ્પ
  • 4 ચમચી લસણ ની લાલ ચટણી
  • તેલ, કોથમીર

લસણ ટામેટાની ચટણી બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક તપેલીમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય છે એટલે તેમાં લસણ ની કટકી ઉમેરો અને હલાવો.ત્યારબાદ તેમાં ટામેટા નો પલ્પ ઉમેરો હવે બે મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં લસણ ની લાલ ચટણી ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધુ બરાબર મિક્ષ કરી લો.હવે ગેસ બંધ કરી કોથમીર ઉમેરો અને હલાવી લો. તૈયાર છે ખાટી મીઠી ચટણી. તેને સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here