શિયાળાની મજા માણો આ વાનગીઓ સાથે

સોમવારનું સાંજનું ભોજન મેનુ:  તુવેરના ટોઠા બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  • 1 વાડકી તુવેર (કઠોળ ની)
  • 1 ડુંગળી
  • 1/4 tsp હળદર
  • 2 ટામેટાં
  • 1/2 વાડકી લીલા કાંદા નો લીલો ભાગ
  • 1/4 વાડકી લીલા કાંદા નો સફેદ ભાગ
  • 1/2 વાડકી લીલા લસણ નો લીલો ભાગ
  • 1/4 વાડકી લીલા લસણ નો સફેદ ભાગ
  • 1 ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 1 tsp કાશ્મીરી લાલ મરચું
  • 1 tsp ધાણા જીરું
  • 1/2 tsp ગરમ મસાલો
  • 1/2 વાડકી કોથમીર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ
  • સર્વિંગ માટે:
  • સમારેલો કાંદા
  • બ્રેડ સ્લાઈસ
  • ઝીણી સેવ
  • પાપડ

તુવેરના ટોઠા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ તુવેર ને 5 થી 6 કલાક માટે ગરમ પાણી માં પલાળી રાખો. પછી તેને કુકર માં બાફી લો.  એક કઢાઈ માં તેલ ગરમ કરી કાદાં ઉમેરી સાંતળો. પછી તેમા આદુ લસણ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં લીલા કાંદા નો ને લીલા લસણ નો સફેદ ભાગ ઉમેરી સાંતળો. પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરુ અને મીઠું ઉમેરી સાંતળો. પછી ટામેટાં ઉમેરી સોફ્ટ થાય ત્યા સુધી સાંતળો. પછી તેમાં લીલા કાંદા નો અને લીલા લસણ નો લીલો ભાગ અને કોથમીર ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલી તુવેર પાણી સાથે ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ઢાંકી થોડી વાર માટે ટોથા ચડવા દો. છેલ્લે એમાં કોથમીર અને લીલું લસણ ઉમેરી મિક્સ કરી બ્રેડ, કાંદા, સેવ અને પાપડ સાથે સર્વ કરો.

મંગળવારનું સાંજનું મેનુ: સાંજના મેનુમાં બનાવો રગળા પૂરી : બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • રગડા માટે :
  • 1 tsp હળદર
  • 1 tsp મરચું પાઉડર
  • 200 ગ્રામ સફેદ વટાણા
  • 3 બાફેલા બટાકા
  • 1 tbsp આદુ મરચાં લસણ ફુદીના ની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 tsp ગરમ મસાલા
  • 1 લીંબુ નો રસ
  • 4 tbsp તેલ
  • 1 tsp જીરું
  • ચપટી હિંગ
  • પાણી બનાવવા માટે :
  • 1/2 કપ કોથમીર
  • 1 નાનો ટુકડો આદુ
  • 1 ટમેટું
  • 1 ડુંગળી
  • સ્વાદમુજબ મીઠું
  • 1 tbsp સંચળ
  • 1 tbsp પાણીપુરી મસાલો / ચાટ મસાલા
  • 1 tsp આમચુર
  • 1 લીંબુ નો રસ
  • 1/4 કપ ફુદીનો
  • 2 કળી લસણ
  • 2 લીલા મરચાં
  • અસેમ્બલ કરવા :
  • 1 પેકેટ પાણીપુરી ની પૂરી
  • 2 ડુંગળી સમારેલી
  • ગળી ચટણી
  • તીખી ચટણી
  • સેવ

રગળા પૂરી બનાવવા માટેની રીત:  વટાણા ને 4 થી 5 કલાક પલાળી લો. બાદ મા તેમાં હળદર મીઠું નાખી બાફી લો. બટેટ્સ ને પણ બાફી લો. ચટણી જાર મા એક બાફેલો બટેલો,1લીલું મરચું, 3/4 ફુદીના ના પાન,3કળી લસણ અને ટુકડો આદુ લઇ થોડું જ પાણી ઉમેરી થીક પેસ્ટ બનાવી લો. હવે કડાઈ મા તેલ લઇ તેમાં જીરું, હિંગ નાખી તતડે એટલે આદુ લસણ ની પેસ્ટ, બટાકા ની જે પેસ્ટ બનાવી તે, ડુંગળી, ટામેટું સમારેલું નાખી બધું સાંતળી લો.મસાલા કરો. બાફેલા વટાણા ઉમેરો. વધુ ગટ્ટ કરવા હજુ એક બે બટાકા મેશ કરી ઉમેરો. ઉકળવા દો. રગડો તૈયાર. પાણી બનાવવા માટે મિક્સર જાર મા કોથમીર, ફુદીનો, લીલાં મરચાં, આદુ, લસણ, લીંબુ નો રસ, મીઠું, સઁચળ, પાણીપુરી નો મસાલો બધું નાખી ક્રશ કરી લો. પાણી ઉમેરી ગળી લો. ઉપર થી બુંદી એડ કરો. હવે પૂરી મા કાણું પાડી ગરમ રગડો ભરો. પછી ડુંગળી, સેવ, ચટણી નાખી પાણીપુરી ના પાણી મા ડીપ કરી રગડા પૂરી ની મજા લો.

બુધવારનું સાંજનું મેનુ: ખાંડવી બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  • 2 વાટકી ચણાનો લોટ
  • 1/4 ટી. સ્પુન હિંગ
  • 1/2 ટી. સ્પુન આદુ મરચાની પેસ્ટ
  • 1/2 વાટકી ખાટું દહીં (ચાર વાટકા પાણીમાં મેળવીને દહીં નાખો)
  • 1/4 ટી. સ્પુન હળદર
  • 1+ 1/2 ચમચી મીઠું (સ્વાદ અનુસાર)
  • વઘાર માટે
  • 2 મોટા ચમચા તેલ
  • 1 ટી-સ્પૂન ટોપરાની છીણ
  • 1 ઝીણું સમારેલું મરચું
  • ૮ થી ૧૦ લીમડાના પાન
  • જીણી સમારેલ કોથમીર
  • 1 ટી સ્પૂન રાઈ

ખાંડવી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ ચણાના લોટમાં ચોખાનો લોટ, હળદર, મીઠું, હીંગ નાખી દો. પછી ખાટા દહીંમાં પાણી નાખી મિક્સ કરો અને પ્લોટમાં મિક્સ કરી તેમાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરો.  હવે તેને ગેસ ઉપર હલાવી લો. જ્યાં સુધી ઠીક ના થાય, ચમચામાંથી ગટ્ટુ ના પડે ત્યાં સુધી હલાવ્યા કરો. પછી તેને ક્લીન કરેલા પ્લેટફોર્મ પર તેલ લગાવી સ્પ્રેડ કરી લો અને ઠંડુ પડે એટલે તેના રોલ વાળી લો. હવે વઘારીયા માં વઘાર માટે તેલ મુકો, તેમા રાઈ, લીમડો, લીલા મરચાં નાખીને તતડાવી લો અને તેને ખાંડવિના રોલ કરો લાલ મરચું થી ગાર્નીશ કરો તૈયાર છે તમારી ખાંડવી.

ગુરુવારનું સાંજનું મેનુ: પાલક પનીરની સબ્જી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 500 ગ્રામ પાલક
  • 200 ગ્રામ પનીર
  • 10 નંગ કાજુ આઠથી
  • ૨ ચમચી મગફળીના દાણા
  • ૨ ચમચી મગજતરી ના બી
  • 2 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી કિચન કિંગ મસાલો
  • ૨ ચમચી લાલ મરચું
  • આદુનો ટુકડો બે
  • લસણ ૩ થી ૪
  • ચમચી હળદર અડધી
  • 1 ચમચી કસૂરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચી જીરું અડધી
  • ચમચી તેલ બે-ત્રણ
  • સુકુંલાલ મરચું
  • 4 નંગ ડુંગળી
  • 4 નંગ ટામેટા

પાલકપનીરની સબ્જી બનાવવા માટેની રીત:  હવે કુકરમાં પાલકની ભાજીને ધોઈ અને બે વિશલ બોલાવી દેવી. હવે એક કઢાઈમાં બે ચમચી તેલ મૂકી આદુ મરચા લસણ મગજતરી ના બી કાજુ મગફળી ના બીયા સાંતળવા પછી સમારેલા ડુંગળી ટામેટા એડ કરવા અને ધીમા તાપે બધું જ ચડવા દેવું ડુંગળી ટામેટાં બરોબર શેકાઈજાય પછી ઠંડુ કર્યા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું હવે કુકરમાંથી પાલક કાઢી પાલકની પણ પેસ્ટ બનાવી લેવી  હવે એક કડાઈમાં તેલ મૂકી જીરું નો વઘાર કરી બનાવેલી ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરવી અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ધીમા તાપે ચડવા દેવી ગ્રેવી ચડી જાય પછી તેમાં પાલકની પૂરી એડ કરવી પછી તેમાં કિંગ મસાલો કસૂરી મેથી લાલ મરચું ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ ધાણાજીરૂ હળદરબધા જ મસાલા કરવા  હવે ગ્રેવીને બરોબર ચડવા દેવી પછી તેમાં પનીર ઉમેરવું હવે સબ્જી ને પાંચથી દસ મિનિટ ઢાંકીને ચડવા દેવી તૈયાર છે પાલક પનીર નું શાક રોટીડુંગળીના સલાડ સાથે સર્વ કરવું

શુક્રવારના સાંજનું મેનુ: પાવભાજી બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  • 100 ગ્રામ ફ્લાવર બાફેલ
  • 4-5 નંગ બટાકા બાફેલા
  • 3 નંગ કેપ્સીકમ બારીક સમારેલ
  • 1/2 નંગ લીંબુ નો રસ
  • 5-6 નંગ ડુંગળી બારીક સમારેલી
  • જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  • 7-8 નંગ લસણની પેસ્ટ (લાલ મરચું પાઉડર સાથે રેડી કરેલ)
  • 1 ચમચી અદ્ર્કની પેસ્ટ
  • 100 ગ્રામ વટાણા
  • 2 નંગ ટામેટાં બારીક સમારેલ
  • મસાલા : 4 ચમચી લાલ મરચું પાઉડર, 1 મોટો ચમચો પાવ ભાજી મસાલા, 2 ચમચી કસુરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું
  • ફ્રાય કરવા માટે : 4-5 ચમચી ઘી અથવા બટ્ટર
  • સર્વ : જરુર મુજબ બટ્ટર પાવ
  • ગાર્નિશ : જરુર મુજબ બારીક સમારેલી કોથમીર, 2-3 ચમચી બટ્ટર, લીંબુ ની સ્લાઈસ, બારીક સમારેલી ડુંગળી

પાવભાજી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ ફ્લાવર અને બટેટાનાં મોટા પિસીસ કટ કરો અને પાણીમાં ધોઈને સ્વચ્છ કરી કુકરમાં 2 થી 3 વિહ્સ્લ આપવી. હવે આપણે ડુંગળી,કેપ્સીકમ, ટામેટાં બારીક સમારી લેવાં. લસણ ની લાલ મરચું પાઉડર સાથે પેસ્ટ બનાવી. અદ્ર્ક ની પેસ્ટ રેડી કરવી. હવે એક પેન માં 3 થી 4 ચમચી ઘી અથવા બટ્ટર નાંખી ગૅસ પર ગરમ કરી તેમાં બારીક સમારેલ ડુંગળી 1 મિનીટ સુધી સાંતળવી.ત્યાર બાદ તેમાં બારીક સમારેલ ટામેટાં,કેપ્સીકમ, મિક્સ કરી સરસ રીતે સાંતળી લેવાં. હવે તેમાં લીલાં વટાણા મિક્સ કરી ધીમા તાપે સિજ્વા દો. વટાણા સોફ્ટ થાય એટલે લસણી,અદ્ર્ક ની પેસ્ટ, 2 ચમચી કસુરી મેથી નાંખી બીજી 2 થી 3 મિનીટ ધીમા તાપે બધુ બરાબર હલાવી સાંતળી લેવું. ત્યાર બાદ સિજેલા વેજીટેબલસ ને સ્મેચ કરી લેવાં. મસાલો કરવા માટે (ઘટક માં બતાવેલ પ્રમાણે બધા મસાલા ભાજી સાથે મિક્સ કરી લેવાં. હવે બાફેલ બટાકા,ફ્લાવર સ્મેચ કરી તેમાં મિક્સ કરો અને લીંબુ નો રસ,અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી 2 ગ્લાસ પાણી નાખી ભાજી ની ગ્રેવી રેડી કરવી. હવે ભાજી ને કવર કરી ગૅસ ની ફ્લેમ સ્લો કરી 5 મિનિટ સુધી ઉકળવા દો. આમ કરવાથી બધાં મસાલા ભાજી સાથે મિક્સ થઈ જાય છે અને ભાજી થિક થાય એટલે ગેસ બંધ કરી દો. ગરમા ગરમ ભાજી ને બટ્ટર,લીંબુ ની સ્લાઈસ, બારીક સમારેલી કોથમીર અને ડુંગળી થી ગાર્નિશ કરો. અને બટ્ટર માં રોસ્ટ કરેલ પાવ સાથે,પરાઠા,રોટલી સાથે,અને સલાડ અથવા રાયતાં સાથે સર્વ કરો.

Leave a Comment