સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત

ભજીયા એ દરેક  ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય છે .આમ  તો અલગ અલગ જાત નાઘણા બધા  ભજીયા બને પણ સુરતના આ કુમ્ભણીયા ભજીયા ખુબ જ  પ્રખ્યાત છે . આ ભજીયા ની સૌ પ્રથમ  શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે જ તેનું  નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું  સુરતના આ પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી:

 •  વાટકા જીણી સમારેલી કોથમીર
 •  વાટકા ઝીણી સમારેલી લીલી મેથી
 •  વાટકો ઝીણી સમારેલી પાલક
 •  વાટકો લીલું લસણ
 • ૧/૨ વાટકો ઝીણી કટકી મરચા ની
 • ૧/૨ વાટકો આદું ખમણેલું
 • ૨ નંગ લીંબુ
 • મીઠું સ્વાદ મુજબ
 • તળવા માટે તેલ
 •  વાટકા ચણાનો લોટ

સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત:  સૌપ્રથમ વેજીટેબલ(કોથમીર, લીલી મેથી, પાલક, લીલી લસણ, મરચા) કટ કરી લો એક મોટા વાસણમાં ચણાનો લોટ લેવો તેમાં બધા કટ કરેલા વેજીટેબલ મીક્સ કરીલેવા તેમાં  મીઠું સ્વાદ અનુસાર આદુ મરચાં ની કટકી લીંબુનો રસ જરુર પડે તેટલું જ પાણી ઉમેરો  હવે એક કઢાય માં તેલ ગરમ કરવા મુકો તેલ  ગરમ થાય એટલે નાના ભજીયા પાડવા ભજીયા પાડો ત્યારે ગેસ ફુલ રાખવો પછી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી તળવા આમ બધા ભજીયા તળી લેવા  તો તૈયાર છે સ્વાદિષ્ટ ગ્રીન વેજીટેબલ થી ભરપુર કુભણીયા ભજીયા મીઠી ચટણી અને લીલી ચટણી સાથે પીરસો. આ ભજીયા ખાવાની મજા ખુબ આવે છે

આ ભજીયા ફુદીનાની ચટણી સાથે પણ ખુબ મજા આવે છે: તો ચાલો સીખી લઈએ ફુદીનાની ચટણી બનાવવાની રીત: આ ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:

 • 1 બાઉલ ફુદીનો ધોઈને લેવો
 • 1 બાઉલ કોથમીર ધોઈને લેવી
 • 2 ચમચા સિંગદાણાનો ભૂકો
 •  લીંબુનો રસ
 • ૩-૪ નંગ તિખા લીલા મરચા
 • 2 નંગ મોડા લીલા મરચાં
 • 15 કળી લસણની
 • મીઠું જરૂર મુજબ

ફુદીનાની ચટણી બનાવવાની રીત: સૌપ્રથમ એક ચટણી માટેની જારમાં ઉપરની બધી વસ્તુઓ લઈ ફાઈન ક્રશ કરી લેવી તૈયાર છે ફુદીનાની ચટણી તેને તમે ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકો છો

જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, દેશવિદેશ વિશેની માહિતી તેમજ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા  ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો

Leave a Comment