તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો

સમોસા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ૧ કપ વટાણા
  • ૨૫૦ ગ્રામ બટાકા
  • ૧ ચમચી વળિયારી પાઉડર
  • ૧ ચમચી મરી પાઉડર
  • ૩ ચમચી ખાંડ
  • ૨ ચમચી આમચૂર
  • મીઠું જરૂર મુજબ
  • તેલ તળવા માટે + મોણ માટે
  • ૧/૮ કપ રવો
  • ૧ ચમચી તજ પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૨૫૦ ગ્રામ મેંદો
  • ૧ ચમચી અજમો
  • ૧/૪ કપ આદુ મરચા અને ધાણાભાજી ની પેસ્ટ
  • ૧/૮ કપ ઘઉં નો જાડો લોટ

સમોસા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ મેંદો, રવો, ઘઉં નો ત્રણેય  લોટ, સાથે અજમો,મીઠું અને મુઠી વડે મોણ દેવું અને દહીં અને પરાઠા થી સેજ કઠણ લોટ બાંધવો. ત્યાર બાદ  ૨૦ મિનિટ સુધી બાંધેલો લોટ રહેવા દો. તે સમયમાં બટાકા અને વટાણા બાફી લો. બટાકા બફાઈ જાય એટલે બટાકા ને ઝીણા સમારી લો. એમાં ખાંડ, આમચૂર, મીઠું, વળિયારી પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો, તજ પાઉડર અને આદુ મરચા અને ધાણા ભાજી ની પેસ્ટ ઉમેરી સ્ટફીન્ગ તૈયાર કરી  લો. હવે લોટ ની સેજ જાડી અને મોટી પૂરી વણી વચ્ચે થી ૨ ભાગ કરી કોન જેવો સેપ આપી એમાં સ્ટફિન્ગ ભરી અને ફોલ્ડ કરી ને સમોસા વાળી લો. અને મીડીયમ ફ્લેમ પર સમોસા લાઈટ બ્રાઉન કલર ના તળી લો. તો તૈયાર છે ગરમા ગરમ સમોસા સમોસા ને તળેલ મરચા, ડુંગળી અને લીલી ચટણી સાથે સર્વ કરો

 ઘૂઘરા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ઘૂઘરા નો લોટ ૨ કપ મેંદો
  • ૪ ટેબલ સ્પૂન ઘી (મોવણ માટે)
  • ઘૂઘરા નાં માવા માટે ૧/૪ કપ ઘી
  • ૨ ટેબલ સ્પૂન સુક્કા કોપરા નું છીન
  • ૧ ટી સ્પૂન ખસખસ
  • ૩/૪ કપ ખાંડ
  • ૧/૪ કપ કાજુ
  • ૧/૪ કપ બદામ
  • ૧/૪ કપ પિસ્તા
  • ૧/૨ કપ રવો
  • ૧/૪ કપ માવો
  • ૧ ટી સ્પૂન ઈલાયચી પાઉડર
  • ૧/૪ ટી સ્પૂન જાયફળ પાઉડર

 ઘૂઘરા બનાવવા માટેની રીત: મેંદા માં ઘી નું મોવણ નાખી સરસ મિક્ષ કરવું અને લોટ સરસ ભેગો થઈ જાય એ રીતે લોટ ને ઘી નાં મોવણ નો ઉપયોગ કરવો. લોટ મા થોડું થોડું પાણી નાખી બહુ કઠણ નાં રહે તેવો લોટ બાંધી તેને થોડો સમય રેસ્ટ આપવું. એક પેન મા ઘી લેવું તેમાં કાજુ, બદામ, પીસ્તા લઈ ઘી મા સરસ સાંતળી લેવા. અને તે સાંતળ્યા બાદ તેને મિક્સર મા ક્રશ કરી લેવા. ડ્રાયફ્રુટ ને અઘ્ધ કચરા ક્રશ કરવા. પેન માં જે ઘી મા ડ્રાય ફ્રુટ સાંતળેલા તેમાં જ રવો લેવો અને તેને સેકવો જ્યાં સુધી તેનો રંગ થોડો બદલાય ત્યાં સુધી. રવો સેકાય એ બાદ તેને એક વાટકા મા કાઢી લેવો માવો પણ પેન મા સેકી લેવો અને સરસ સેકયા બાદ તેને પણ વાટકા માં કાઢી લો. કોપરા નું છીન અને ખસખસ પણ પેન મા સેકી લેવા અને વાટકા મા લઇ લો. ખાંડ પણ એજ વાટકા માં લઈ તેમાં ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી હાથ થી થોડું ભેગુ કરી લેવું. ઘૂઘરા નો માવો ભેગો કરતા સમય એ તે બરાબર વડે તો અપડો માવો સરસ બની ગયો છે લોટ ને ૨૦-૨૫ મિનિટ રાખ્યા બાદ તેના લુવા બનાવી નાની બહુ જાડી કે બહુ પાતળી નાં હોય એ રીતે પૂરી વણવી પૂરી ને ગોળ વણી તેની કિનારી પર થોડું પાણી આંગળી થી લગાવી લો અને તેમાં બનાવેલો માવો મૂકવો માવો મૂકી તેને એક બાજુ થી બીજી બાજુ કિનારી ભેગી થાય એમ વાળી કણી પાડી ઘૂઘરા ને સરસ બંધ કરવા. ઘૂઘરા તળવા ઘી લેવું અને તેમાં ઘૂઘરા તળી લેવા સરસ લાલ થાય ઘૂઘરા એ રીતે એને બન્ને બાજુ તળવા. ઘૂઘરા તળી ને તેને એક ટિસ્યુ પેપર મા મૂકવા જેથી વધારા નું ઘી એમાં ચુસાય જાય. તમારા સ્વાદિષ્ટ ઘૂઘરા તૈયાર.

Leave a Comment