શિયાળામાં તલ અને ગોળ ખાવાથી થાય છે ગજબના ફાયદા શુષ્ક ચામડી માટે તો ઉત્તમ માનવામાં આવે છ

0

તલ ઉત્તમ વાયુનાશક માનવામાં આવે છે. જો તલ સાથે ગોળ અને ઘી ભળે એટલે સોંઘો અને સારો શિયાળું પાક તૈયાર થઈ જાય શિયાળામા તલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે શિયાળામાં તલની અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે

શિયાળામાં દરેક લોકો ની મોતી સમસ્યા છે ચામડી શુષ્ક થવી અને ફાટી જવી શિયાળામાં ત્વચાને રુક્ષતાથી બચાવવા માટે તલ અને ગોળ ખાઓ ત્વચાને રુક્ષતાથી બચાવવા માટે તલ , મગફળી અને ગોળ વધારે પ્રમાણમાં ખાઓ. આ બધાની તાસી૨ ગરમ હોવાની સાથે આયર્નનો સોર્સ પણ સારીમાત્રામાં રહેલો છે. આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી ત્વચા ચમકદાર અને મુલાયમ રહે છે. ચા અને ગાજરના હલવામાં પણ ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો . શિયાળામાં કફ ન થાય તે માટે મેથી , પાલક , સરસવ વગેરે જેવી લીલી ભાજીઓ ખાવી જે તમારા શરીર માટે ખુબ ગુણકારી છે. તેમાં વિટામિન – એ, ઈ, કે, ફોલિક એસિડ, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષકતત્ત્વ મળશે . તે વજનને નિયંત્રિત કરવાની સાથે કફ પણ નહીં બનવા દે. મકાઈ, જુવાર, બાજરી અને રાગીને ડાયટમાં સામેલ કરો. તે વજનને ઓછો કરવામાં પણ મદદ કરે છે

તલના લાડું પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. આ કબજિયાત, ગૈસ અને એસિડીટીને નાશ કરે છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ મદદ કરે છે. 

માનસિક તણાવને દુર કરવા માટે તલના લાડુનું સેવન કરવું ખુબ ગુણકારી નીવડે છે તલ અને ગોળના સેવનથી માનસિક નબળાઈને દુર કરવામાં મદદ કરે છે. પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા ઓછી હોય તો લોહી વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સૂકા મેવા અને ઘીનો સાથે મિક્સ કરી કોઈ વાનગી બનાવવામાં આવે તો આ ખૂબ પૌષ્ટિક બને છે અને આ પૌષ્ટિક વાનગી વાળ અને ત્વચા માટે ખાસ રૂપથી ફાયદાકારી સિદ્ધ બને છે. મિત્રો કેવી લાગી અમારી આ તલ અને ગોળ ખાવાથી થતા ફાયદા વિશેની માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને જો તમે આવી જ અવનવી હેલ્થ ટીપ્સ અને કોઈ પણ પ્રકારની વાનગીની રેસીપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અમે બને એટલી તમારી મદદ કરશું.

આ પુરેપુરો આર્ટીકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here