પાર્લરનો ખર્ચો કર્યા વગર વાળ સીધા કરવા અને ચહેરાને ચમકદાર બનાવશે ભીંડો

0

દરેક મહિલાઓ તેમજ પુરુષો વાળ અને ચહેરા માટે અનેક ઉપાયો કરતી હોય છે દરેક ને રૂપાળું એટલે કે સુંદર દેખાવું ગમતું હોય છે અ માટે પાર્લરમાં ઘણા બધા કર્યા કરે છે પણ શું તમે જાણો છે પાર્લરની કેમિકલ પ્રોડક્ટ કેટલું નુકશાન કરે છે જો તમે પાર્લરમાં ગયા વગર ઘરે બેઠા તમારા ચહેરા ને ચમકાવવા માંગો છો અને તમારા વાળ સીધા કરવા માંગતા હોય તો અપનાવો આ ઘરગથ્થું ભીંડાનો ઉપચાર

આમ તમારા ચહેરાને ચમકદાર અને વાળને સીધા બનાવશે ભીંડો.  ભીંડામાં એન્ટિઓક્સિડન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં  હોય છે તેમજ ભીંડામાં અનેક પોષકતત્વો પણ રહેલા હોય  છે જે  ત્મેરા ચહેરાને અને વાળને સુંદર બનાવવામાં મદદ કરે છે .ભીંડો એક  એવું શાક છે  જે લગભગ દરેક ઘરમાં આસાનીથી મળી રહે છે અને નાનાથી લઈને મોટા સુધી સૌને ભીંડાનું શાક પસંદ આવે છે.

તે સ્વાદમાં સારૂ છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ભીંડો ખુબ સારો માનવામાં આવે છે આજે આપણે ભીંડાના ફાયદા અને તેની સાથે કરવાનો ઉપયોગી ઉપાયો વિષે જાણીશું.

ભ્ન્દાના ઉપયગ થી ચહેરો ચમકદાર બનાવવા માટે  : ભીંડો ત્વચા માટે ખૂબ જ સારો ગણાય છે . તે આપણી ત્વચાનું કોલેજન લેવલ વધારે છે , જે એન્ટી એજિંગનું કામ કરે છે. સાથે સાથે તે તમારા ચહેરાને ચમકદાર અને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. ચહેરાને ચમકાવવા  માટે ચાર – પાંચ ભીંડા ધોઈને કાપી લો .

તેને પાણીમાં ઉકાળી લો અને મિકસરમાં પીસી લો . બાદમાં આ જેલને ચહેરા પર લગાવો અને હળવા હાથોથી મસાજ કરી આ પેસ્ટ ચહેરા પર 15-20  મિનિટ રહેવા દો . બાદમાં ચહેરો  પાણીથી ધોઈ લો . આટલું કરવાથી તમારો ચહેરો ચમકવા લાગશે .

ભીંડામાં એવા તત્વો મળે છે જે વાળને ખૂબ જ ફાયદો કરાવે છે . વાળને મજબૂતની સાથે સિલ્કી અને શાઈની પણ બનાવે છે ભીંડાની પેસ્ટ. વાળ માટે ભીંડાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ૮ થી ૧૦ ભીંડા કાપી લો. તેને પાણીથી ધોઈલો અને મિકસીમાં મુકીને પીસી લો . હવે તેને એક કપડામાં લઈ નીચોવી અને તેમાં કોર્ન ફ્લોર નાખી એક મિશ્રણ તૈયાર કરવું હવે  તેને ઘાટું થાય ત્યાં સુધી પકાવી લો .

આ પેસ્ટને વાળમાં નાખો . ૩૦ થી ૫૦ મિનિટ સુધી તેને રાખો અને પછી વાળ ધોઈ લો . આવું નિયમતિ રીતે કરવાની વાળ સિલ્કી , શાઈની અને સ્ટ્રેઈટ થશે . આ પેસ્ટ વાળમાં પણ લગાવવાથી વાળને  સ્ટ્રેટ કરશે  :

read this article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here