May 17, 2022

માથામાં તેલ લગાવ્યા વગર આ ૧૦ ટીપ્સથી તમારા વાળ ઘાટા બનાવો

દરેક મહિલાઓ ઈચ્છતી હોય છે કે પોતાના વાળ ઘાટા અને મજબૂત બને આમ તેલ લગાવ્યા વિના આ 10 રીતે વાળને બનાવો ઘાટ્ટા અને મજબૂત ખાટ્ટુ દહીનો વાડમા ઉપયોગ કરવાની રીત 2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટ્ટુ દહીં અને લીંબુનો રસ મિક્ષ કરી લો. આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. આ લગાવ્યા બાદ 30 મિનિટ બાદ ધોઈ લો. આનાથી તમારા વાળ ઘાટા અને મજબૂત બનશે

ઈંડાનો સફેદ ભાગ છે વાળ માટે ઉત્તમ ઈલાજ :  2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્ષ કરી તેને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. એક કલાક બાદ વાળ ધોઈ લો .

મીઠો લીમડો પણ તમારા વાળને મજબુત બનાવવાનું કામ કરે છે : 1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં સાથે મિક્ષ કરી લો. આને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવો. આમ નિયમિત કરવાથી ઘાટા અને મજબૂત બનશે

એલોવેરા જેલ કરશે શેમ્પુ જેવું કામ: રેગ્યુલર 1 ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પમાં લગાવો . એક કલાક બાદ ધોઈ લો . આનાથી ડેન્ડ્રફ અને હેયર ફોલની પ્રોબ્લેમ દૂર થશે .

લીંબુનો તમારા વાળમાં ઉપયોગ કરવાની રીત:  રેગ્યુલર 1 લીંબુના રસને તમારા વાળમાં  અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. આ કરવાથી શિયાળામાં વાળમાં થતો ખોળો અટકી જશે અને વાળ મુલાયમ બનશે

મેથી દાણા પણ વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે :  2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસીને તેની પેસ્ટ વાળમાં લગાવો. આ રીતે જયારે વાળ ધોવાના હોય ત્યારે આ પ્રયોગ કરવાથી વાળ ખરતા બંધ થાય છે

ગાજરનો વાળમાં ઉપયોગ કરવાની રીત:  રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો . આ પેસ્ટ લગાવ્યા પછી  એક કલાક બાદ વાળ ધોઈ લો .

લસણનો વાળમાં ઉપયોગ કરવાની રીત:  2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો . એક કલાક બાદ ધોઈ લો . બટાકાનો વાળમાં ઉપયોગ કરવાની રીત:  2-3 બટાકાને પીસીને રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો . એક કલાક બાદ ધોઈલો . બીટનો વાળમાં ઉપયોગ કરવાની રીત: 1-1 ચમચી બીટ અને તલના તેલને મિક્ષ કરી લો . તેને સ્કેલ્પમાં લગાવી એક કલાક બાદ ધોઈલો . 2

Leave a Reply

Your email address will not be published.