હમેશા તંદુરસ્ત રહેવા અપનાવો આ ૨૨ હેલ્થ ટીપ્સ

આ મફત માં મળતી હેલ્થ ટીપ્સ એક વાર જરૂર અજમાવી જોજો ઘણી બીમારીનો ઘરે બેઠા ઈલાજ થઇ જશે જો અમારી આ હેલ્થ ટીપ્સ તમને પસંદ આવે તો મિત્રો સાથે વધુમાં વધુ શે કરજો

કબજિયાત એ ઘણા રોગોનું મૂળ કારણ છે. ફળાહાર અને ૧૦થી ૧૨ ગ્લાસ પાણી એ બધા રોગોને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

કબજિયાતથી એસિડિટી (પિત્ત), ગેસ (વાયુ), એપન્ડિકસ, હરસ, ડાયવર્ટિક્યુલોસીસ, આંતરડાનું કેન્સર થઈ શકે છે. જેને ફળાહારની ટેવથી અટકાવી શકાય છે.

ફળોમાંથી વિટામીન ‘એ’ અને ‘સી’ મળી રહે છે. પાચનક્રિયામાં રેષા પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ટામેટામાં લાયકોપીન નામનો એન્ટીઓકસીડન્ટ હોય છે. રોજના ચાર ટામેટાં ખાનારને પ્રોસ્ટ્રેટ ગ્રંથિનું કેન્સર થતું નથી. કોબીના કાચા પાન દિવસમાં ત્રણ વખત ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.

કેલ્શિયમની ઉણપ રોજ રાત્રે દૂધ સાથે કેળાં ખાવાથી દૂર થાય છે. કેળાં અથવા પપૈયાનો રોજ ઉપયોગ કરવાથી કબજિયાત દૂર થાય છે.

હિમોગ્લોબીન વધારવા કાળી ખજૂર, કાળી દ્રાક્ષ, જાંબુડી રંગની તાંદળજાની ભાજી, પાલકનો ઉપયોગ બહુ ફાયદાકારક છે. ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, પાણી, કચુંબર અને ફળો દરરોજ હોય તો આરોગ્ય જાળવવા, બીમારીથી બચવા વીમાની પોલિસી લીધા જેવું ગણાય!

સવારે ઉઠીને સુવો ત્યાં સુધી અપનાવો આ આયુર્વેદ ૧૩ નિયમો

દિવસ દરમિયાન અપનાવો આ દિનચર્યા ક્યારેય બીમાર નહિ પડો અને હમેશ માટે તંદુરસ્ત રહેશો

સવારે વહેલા (બ્રાહ્મ મુહુર્તમાં) ઉઠવાની ટેવ પાડીએ. વહેલા

ઉઠયા પછી ઈશ્વરમાં શ્રધ્ધા રાખી ૧૦ થી ૧૫ મિનિટ શાંત ચિત્તે પ્રાર્થના કરી / પોતાનું તથા બીજાનું સારૂ ઈચ્છીએ.

સવારે ઉઠી આખીરાત તાંબાના પાત્રમાં રાખેલ ૧ થી ૨ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડીએ.

કરંજ, વડ, બાવળ, તથા લીમડા જેવી ઔષધીઓનું દાતણ કરીએ.

સવારે તલના તેલ કે સરસિયાના તેલથી આખા શરીરે માલીશ કરીએ.

નિયમિત ચાલવું, હળવી કસરત કે યોગ અભ્યાસ કરવાની ટેવ પાડીએ.

હુંફાળા પાણીથી સ્નાન કરીએ ત્રડતુ અનુસાર સ્વચ્છ અને સુઘડ વસતો ધારણ કરીએ.

ગરમ/તાજા, પોષ્ટિક – સુપાચ્ય આહાર, કઠોળ, શાકભાજી તથા ત્રડુતુ પ્રમાણેના ફળોના સેવનનો આગ્રહ રાખીએ.

દિવસ દરમ્યાન શરીરને અનુકુળ આવે તેટલું પાણી પીએ, પાણી હંમેશા ખૂબ જ ઠંડુ (ફ્રિજ નું) કે ખૂબ ગરમ ન હોય તેનું ધ્યાન રાખીએ. ભોજન મધ્યે પાણી પીવું અમૃત સમાન છે.

રસોઈમાં અજમો, હળદર, આદુ, મેથી, મરી, તજ, હિંગ, વગેરેનો નિયમિત ઉપયોગ કરીએ.

સાંજે હળવો ખોરાક લઈ વહેલા સુવાની ટેવ પાડીએ.

અનિંદ્રાના દર્દીએ રાત્રે સુતી વખતે ઈશ્વર સ્મરણ તથા થોડા વાંચનની ટેવ પાડવી.

ઘરના આંગણામાં તુલસી, ડોડી, શતાવરી, અરડુસી, ગળો, લીમડા, જેવી દિવ્ય ઔષધિઓ ઉગાડીને જરૂર મુજબનો
ઉપયોગ કરીએ.

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

Leave a Comment