મધ કઈ રીત બનેે?મધમાખી અને મધુપાલન વિષે જાણો છો? ચાલો આજે વિસ્તાર માં જાણીએ

આપે મધ ના ઉપયોગો વિષે અવારનવાર સાંભળ્યું હશે પણ શું આપ મધમાખી અને મધુપાલન વિષે જાણો છો? ચાલો આજે વિસ્તાર માં જાણીએ

મધ કઈ રીત બનેે?
મધમાખી દિવસ ના સમયે લાખો ફૂલો માંથી રસ એટલે કે મકરંદ (નેક્ટર) એકઠું કરે છે જે તેના શરીર માં એક વિશિષ્ટ પ્રકાર ના સંગ્રહ સ્થાન પર ભેગું થાય છે. આ રસ માં પાણી નું પ્રમાણ 80% અને શર્કરા( ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ડેક્સટ્રોઝ)નું પ્રમાણ 20% હોય છે.
જો આ રસ સીધો મધપૂડા માં મુકવામાં આવે તો સમયાંતરે તેમાં આથો (ફેરમેન્ટેશન)આવે છે અને મધ ખાટું બને છે (આમાંથી એક અલકોહોલિક પીણું પણ બને જેને ‘મિડ’ કહેવાય). આવું ના થાય તે માટે મધમાખી પોતાના શરીર ના એન્જાયીમ (લાળ) આ રસ માં ભેળવે છે જેથી તેમાં પાણી નું બાષ્પીભવન ઝડપ થી થાઈ છે અને આ લાળ માં જ એન્ટિબાયોટિક, એન્ટીફંગલ જેવા ગુણ હોય છે. આ લાળ પૂરતા પ્રમાણ માં ભળી જય પછી જ તે પૂડા માં સંગ્રહ કરે છે.હજી આ મધ પરિપક્વ છે તેથી તે પોતાના પાંખો વડે પંખો નાખી પાણી ઉડાડવાની ક્રિયા ને ઝડપી બનાવે છે. થોડા દિવસ પછી આ આકરી મહેનત થી પાણી નું પ્રમાણ 20% કે તેથી નીચે આવે છે જે ભવિષ્ય માટે સંગ્રહ કરવા ઉત્તમ છે. માટે તે પોતાના શરીર માંથી નીકળતા મીણ થી તે પૂડાને મીણની પાતળી પરત થી ઢાંકી દે છે જેથી હવામાન ની અસર આ મધ પર ના થાય. 3000 વર્ષ જૂનું મધ ઇજિપ્ત ના પિરામિડ માંથી મળી આવ્યું છે જે ખાવાલાયક જેની કિંમત લાખો માં છે.

શું મધમાં પણ નેચરલ ફ્લેવર હોય?
હા, મધમાખી જે ફૂલો માંથી ફુલ નો રસ લઈ મધ બનાવે તે રસ ના ગુણ મધ માં આવે જો કોઈ સ્થાન પર કોઈ એક પ્રકાર ના ફુલ વધારે હોય તો તે ફૂલો ના રસ નો સ્વાદ તે મધ માં આવે જ. છે ને અચરજ વાળી વાત! કહેવાય કે હર 3km પછી નીકળતામાં મધ ના સ્વાદ, રંગ અને વ્હેવાની ક્ષમતા આ ત્રણે પરિબળ બદલાય.

તો પછી દુકાન માં મળતા મધ નો સ્વાદ કેમ સરખો હોય છે?
સાચી વાત, આના પાછળ રહેલું છે માનવ નું કુકર્મ.
આજે આપણે કુદરત માં કોઈ વસ્તુ ને નેચરલ રહેવા દીધી નથી, મધ પણ બાકાત નથી. મધ ને ફેકટરીઓ માં ગરમ કરવમાં આવે છે જેથી મધમાં ઉપયુક્ત બધા જ ગુણ નાશ પામે છે સાથે ઓછા માઇક્રોન વાળા મેમ્બરેન થી પાસ કરવામાં આવે છે જેથી મધમાં ઉપલબ્ધ પોલન(પરાગ) અને અન્ય કામની વસ્તુ નીકળી જાય છે જેથી સ્વાદમાં આવતી વિવધતા નીકળી જાય છે અને મીઠાશ વધે છે.
આ મધ કોઈ પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ માં ઉપયોગ લઈ શકાય નહીં અને આપણે પછી દોષ નો ટોપલો આયુર્વેદ પર નાખી ઝેર જેવી અંગ્રેજી દવા ના ગુલામ બનીએ છીયે.

તો શું ઝાડ પર બેઠેલા મધ ને ઉડાડી એ મધ લઈ શકાય?
ના, આપણા પૂર્વજોએ આને ઘોર પાપ કહ્યું છે, એક ગામ ને ઉજાડ્યા બરાબર નું પાપ લાગે. આવું શા માટે કીધું?
જો કોઈ જીવ મનુષ્ય ને સૌથી વધારે ઉપયોગમાં આવતો હોય તો એ મધમાખી છે. પણ હું મધ નથી ખાતો ? હા પણ ત્રણ સમય ભોજન તો લ્યો છો ને. આપણી થાળી માં આવતા ભોજન નો 90%ભાગ મધમાખી ના લીધે જ આવે છે. મધમાખી પરાગરજ ને નર ફુલ થી લઈ માદા ફુલ સુધી લઈ જાય છે જેનાથી જ ફળ બંધાય છે. જો મધમાખી આ પૃથ્વી પર થી ગાયબ થઈ જાય તો પૃથ્વી પર ની 90% વનસ્પતિ ખતમ થઈ જાય અને સાથે મનુષ્યનું પતન પણ ખરું જ! માટે મધમાખી ને ઝાડ પરથી ઉડાડવાના બદલે દંડવત કરવા જોઈએ. અને શક્ય હોય તો માર્ચ મહિના પછી ચાસણીની વ્યવસ્થા પણ કરી આપવી જોઈએ જેથી મધમાખી પુડો છોડી જાય નહીં અને ખેતર માં ઉપયોગી બને. તો આજ થી જ જળ લ્યો કે પૈસા ના લોભે મધ માટે મધમાખી નહીં ઊડાડિયે.

તો મધ ક્યાંથી લાવવું???
મધમાખી પાલક પાસેથી જ. અને એ મધમાખી પાલક પાસે થી જે આ નૈતિક રીતે મધ કાઢતા હોય. આજે વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર શક્ય છે જેમાં કોઈ પણ મધમાખી ને હેરાન કરવામાં આવતી નથી એટલું જ નહીં મધપૂડાને પણ તોડવામાં કે નિચોડવામાં આવતો નથી. અને મધની ચોરી પણ કરવામાં આવતી નથી અને જે વધારાનું મધ હોય તેજ કાઢવામાં આવે. વળી મધ નું સ્ટોરજ અને મધમાખી ના ઈંડા,બચ્ચાં અલગ પેટી માં હોય જેથી મધ શાકાહારી રહે. હા! આ શક્ય છે અને આ નજરોનજર જોવું હોય તો કોઈ મધુપાલક ના મહેમાન બનજો. અને વધારે જાણવું હોય તો ફ્રી ટ્રેનિંગ( ટ્રેનિંગ માટે 8200179910) પણ થતી હોય છે.
વળી અહીંયા વિધવિધ પ્રકાર ના મધ પણ ચાખવા મળે છે.
એ પણ પરિપક્વ અને આયુર્વેદ ની દ્રષ્ટિએ યોગ્ય હોય તેવું! આજે ભારતભર મા કેન્સર, સોરાયસીસ જેવા જટિલ રોગોની સારવાર માટે આ મધ અક્સીર પુરવાર થયું છે.

હું પ્રકૃતિપ્રેમી છું, હું કેવી રીતે યોગદાન આપી શકું?

*આજ પછી ક્યારેય મધ ઉડાડવું નહીં કે ન આવું કરવા દેવું.
*રોજિંદા વપરાશ કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે વપરાતું મધ હંમેશા અહિંસક છે કે નહીં તે ધ્યાન રાખવું.
*તમારા સંપર્ક રહેલા ખેડૂત મિત્ર ને આ બાબતે સજાગ કરો.
*સજીવ ખેતી ના કાર્યક્રમ માં આ મુદ્દા તરફ ધ્યાન દોરવું.
*મહત્વ નો વિષય હોઈ આ વિષે વધુ જાણકારી મેળવવા ફ્રી ટ્રેનિંગ માં ભાગ લેવો.
*સૌ પ્રથમ તો આ વિષે લોકો ને માહિતગાર કરો શક્ય હોય તો આ પોસ્ટ તમારા મિત્રો, સગાસંબંધી ને કે ગ્રુપ માં ફોરવર્ડ કરો જેથી આ વિષે સજાગતા આવે. હા, આટલું કરવાથી પણ તમેં પ્રકૃતિ ના રક્ષણકર્તા બની શકો.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (મુંબઈ)એ સૌરાષ્ટના મનીષ વઘાસિયા (મધુપાલક) નું બિકીપિંગ(મધુમાખી પાલન) વિષે ઇન્ટરવ્યૂ લીધેલ છે. આ પોસ્ટ તે ઇન્ટરવ્યૂ માંથી બનાવેલ છે.

Leave a Comment