બજાર જેવા આઈસ્ક્રીમ બનાવવા માટેની ટીપ્સ

0

ice cream recipe in gujarati | homemade ice cream tips | ઉનાળાની સીઝન શરુ થાય એટલે દરેક લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાય શરુ દે છે અને દરરોજ આઈસ્ક્રીમ ખાયને શરીરમાં ઠંડક માણે છે તો હવે બજારના આઈસ્ક્રીમ ખાવા કરતા ઘરેજ એકદમ બજાર જેવો આઈસ્ક્રીમ બનાવતા શીખી જાવ તમે બજારના આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી જશો અને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ ખાવાનું શરુ કરી દેશો. પરંતુ દરેક મહિલાનો એક મુખ્ય પ્રશ્ન છે કે ઘરે બનાવેલા આસ્ક્રીમમાં બરફ જમા થઈ જાય છે તો આનું સોલ્યુશન અમારી પાસે છે તો જાણો બજાર જેવો આસ્ક્રીમ ઘરે બનાવવા માટેની ટીપ્સ

બજારમાંથી લીધેલ આઈસ્ક્રીમ અને ઘરે બ્નાબ્નાવેલ આઈસ્ક્રીમ વચ્ચે શું ફર્ક છે ? how to make homemade ice cream creamy and not icy | how to make ice cream soft and fluffy | ice cream homemade | cream homemade ice

બજારમાંથી  લીધેલ આઈસ્ક્રીમ  અને ઘરે બનાવેલ  આઈસ્ક્રીમમાં સૌથી મોટો ફર્ક એ છે કે  બજારનો આઇસ્ક્રીમ એકદમ  સોફ્ટ હોય છે, ત્યારે મોટાભાગના લોકોના ઘરે બનાવેલ આઈસ્ક્રીમ માં બરફ જામી જતો હોય છે. આમ તેમાં રહેલ નાના નાના આઇસ ક્રિસ્ટલ આઈસ્ક્રીમના ટેસ્ટ ને ખરાબ કરે છે. આમ ઘરે આઈસ્ક્રીમ બનાવો ત્યારે તેમાં બરફ જમા થતો અટકાવવા માટે તમારે આઇસક્રીમને ફ્રીઝમાં જમાવવા મુકો ત્યારે બટર પેપર થી કવર કર્યા બાદજ  ફ્રીજમાં રાખવો જોઈએ. આ વાતનું ખાસ  ધ્યાન રાખો કે આઈસ્ક્રીમને  ત્રણ થી ચાર કલાકમાં થોડું થોડું હલાવતા રહો, જેથી આઈસ્ક્રીમમાં  આઇસ ક્રિસ્ટલ જામે નહીં. કસ્ટર્ડ બેઝને યોગ્ય રીતે ઠંડુ કર્યા બાદ જ ફ્રિઝમાં રાખવું જોઈએ.

આઈસ્ક્રીમ જમાવવા માટે કેવા પ્રકરના કન્ટેઈનરનો ઉપયોગ કરવો જોઈએ | ice cream tastes |

આઈસ્ક્રીમ જમાવવા માટે કેવા પ્રકરના કન્ટેઈનરનો ઉપયોગ કરવો જોઈએ:  આઇસ્ક્રીમ જમાવવા માટે ફ્લેટ કંટેનર અથવા  તો એવા કન્ટેનર નો ઉપયોગ કરો જે વધારે પડતા  ઊંડા ન હોય. મોટાભાગના ઘરમાં ઘણા લોકો કટોરા અથવા તો બાઉલમાં આઈસ્ક્રીમ જમાવતા હોય છે. પરંતુ આવું કરવાથી આઈસ્ક્રીમની કંસિસ્ટેંસી યોગ્ય રહેતી નથી અને ટેસ્ટમાં પણ ફરક પડી જાય છે. બને ત્યાં સુધી ઊંડા કન્ટેઈનર નો ઉપયોગ ન કરો છીછરા કન્ટેઇનર માં આઈસ્ક્રીમ જમાવવાથી આઈસ્ક્રીમ સરસ બને છે

આઈસ્ક્રીમ માં ફ્લેવર ક્યારે ઉમેરવું જોઈએ

આઈસ્ક્રીમ માં ફ્લેવર ક્યારે ઉમેરવું જોઈએ: કોઈપણ ફ્લેવર આઈસ્ક્રીમમાં ત્યારે જ ઉમેરવું જ્યારે દુધ એકદમ  ઠંડુ થઈ જાય. ઘણા લોકો તેને ગરમ હોય ત્યારે જ વેનીલા એસન્સ, બદામ, ચોકલેટ ચિપ્સ વગેરે ઉમેરી દેતા હોય છે. જેનાથી આઇસક્રીમનું ટેક્સચર ખરાબ થઈ જાય છે. તેમજ  આઈસ્ક્રીમ સીધું ફ્રીઝરમાં રાખવું નહીં. તેને પહેલા એક કલાક સુધી નોર્મલ ફ્રીજમાં રાખો, જેથી તેમાં ઠંડક આવે ત્યારબાદ તેને ફ્રીઝરમાં જમાવવા માટે રાખો. આમ આઈસ્ક્રીમ મિક્સર એકદમ ઠંડુ થઈ જાય પછી જ તેને જમાવવા મુકવું જોઈએ

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here