કાયમી કબજિયાત, ગેસ,વાયુથી છુટકારો મેળવવા માટે ઊત્તમ ઔષધ

ગેસ વાયુ ની આયુર્વેદિક દવા | ગેસ ના લક્ષણો | ગેસ મટાડવા શું કરવું | ગેસના પ્રકાર જનું ઔષધ ઇસબગુલ રક્તાતિસારના કારણોમાં પિત્તનો પ્રકોપ મુખ્ય હોય છે . પિત્તના ઉષ્ણ – તીક્ષ્ણ ગુણોથી આંતરડાની અંદરની દીવાલમાં ત્રણ – ચાંદા પડતા ઝાડામાં લોહી આવવા લાગે છે . શરીર નબળું અને ફિક્કું પડી જાય છે . આયુર્વેદના ગ્રંથોમાં આ રક્તાતિસારનો એક ઉપચાર આ પ્રમાણે આપવામાં આવ્યો છે .

એક ચમચી ઈસબગુલ બકરીના એક કપ દૂધમાં મેળવી , થોડું હલાવીને તરત પી જવું . તેમાં થોડી સાકર પણ મેળવી શકાય . થોડા દિવસના આ ઉપચારથી રક્તાતિસારમાં ફાયદો દેખાશે . તમામ પિત્ત વધારનાર આહાર – વિહારનોત્યાગ કરવો . ઈસબગુલની ભૂસી પલળવાથી થોડી વારમાં જ લૂગદી જેવું બની જાય છે . તેથી દૂધમાં મેળવીને તરત આ દૂધ પી જવું .

આજનું ઔષધ પીપરીમૂળ આયુર્વેદીય મતે પીપરીમૂળ ( ગંઠોડા ) જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર , તીખા , ગરમ , રુક્ષ , પિત્ત કરનાર અને મળને તોડનાર – ભેદનાર છે . તે કફ , વાયુ , ઉદરરોગો , બરોળની વિકૃતિ , ગેસ , આફરો , કૃમિ , શ્વાસ અને ક્ષયમાં હિતાવહ છે . મગજની નિર્બળતા , ઉન્માદ , વાતપ્રકોપ , પસૂતાના રોગો , માસિક ઓછું આવવું , નિદ્રાનાશ , ઉધરસ , શ્વાસ વગેરેમાં વિભિન્ન રીતે પ્રયોજાય છે . અજીર્ણ , આફરો , અરુચિ , પેટમાં વાયુનો ગોળો ચડવો વગેરે પેટની – પાચનની તકલીફો તેમજ ઉપરોક્ત રોગોમાં આ પીપરીમૂળનું અડધી ચમચી ચૂર્ણ બે ચમચી મધમાં મિશ્ર કરી ધીમેધીમે સવાર – સાંજ ચાટી જવું . આ બધી તકલીફો શાંત થઈ જશે . આ ઔષધ ઉપચાર લો – બી.પી . માં પણ ફાયદો કરે છે .

આજતું ઔષધ બીજોરું આયુર્વેદમાં બીજોરુંને ‘ બીજપૂરક ’ કહે છે . આ બીજોરું સ્વાદમાં ખાટું તથા સ્વાદિષ્ટ , અગ્નિ પ્રદીપક , પચવામાં હળવું , રક્તપિત્તનાશક , હૃદયને માટે હિતકારી તથા ખાંસી , અરુચિ અને તરસનો નાશ કરનાર છે . આ બીજોરાનું ફળ સારી રીતે પાકેલું હોય તેવું લેવું . બીજોરું સ્વભાવે ગરમ તથા બરોળ અને અપચામાં ઉપયોગી છે . આ બીજોરાનો ગર્ભ ખૂબ જ ખાટો હોય છે .

( આયુર્વેદમાં શ્રેષ્ઠ ખાટા ફળોમાં એટલે જ બીજોરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ) . ચૂંક , ઊલટી , કફ , અરુચિ , ગેસ , હરસ વગેરે રોગોને મટાડનાર છે . આ બધા રોગોમાં બીજોરાની કળીઓ સિંધવ છાંટીને ખવાય છે . બીજોરા પર સહેજ મીઠું નાખીને ચાટવાથી સગર્ભાની ઊલટી , ઊબકા , અરુચિ વગેરે તકલીફો મટે છે . – વૈદ્ય પ્રશાંત ગૌદાની

Leave a Comment