ચોમાસામાં ખાસ થતી સમસ્યા એટલે કબજિયાત ચાલો આજે એના ઉપચાર વિશે જાણીએ..

ચોમાસામાં ખાસ થતી સમસ્યા એટલે કબજિયાત
ચાલો આજે એના ઉપચાર વિશે જાણીએ..

1 ગ્રામ તજ અને 5 ગ્રામ હરડેનું ચૂર્ણ, 100 મિ.લિ. ગરમ પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઇ કબજીયાત મટે છે.

(2) 30-40 ગ્રામ કાળી દાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાટી સવારે મસળી, ગાળી થોડા દિવસ પાવાથી કબજીયાત મટે છે. (3) સિંધવ અને મરી બારીક વાટી દાક્ષને લગાડી રાત્રે 1-1 દાક્ષ ખૂબ ચાવીને ખાવાથી ઝાડાની શુદ્ધિ થઇ કબજીયાત મટે છે.

(4) આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી કબજીયાત મટે છે. (5) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરાતમાં લેવાથી કબજીયાત મટે છે.

(6) આંબલીને તેનાથી બમણાં પાણીમાં 4 કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમઈ સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી 20 થી 50 ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

(7) એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ પ્રાત:કાળે પીવાથી કબજીયાતમાં ફાયદો થાય છે. અથવા રાત્રે સૂતા પહેલાં પણ પી શકાય. (8) 10 ગ્રામ લીંબુનો રસ અને 10 ગ્રામ ખાંડ 100 મિ.લિ. પાણીમાં એકાદ માસ સુધી દરરોજ રાત્રે પીવાથી જીર્ણ કબજીયાત મટે છે.

(9) એક ગ્લાસ સહેજ ગરમ પાણીમાં 1-1 ચમચી લીંબુ અને આદુનો રસ તથઆ 2 ચમચી મધ મેળવી પીવાથી અજીર્ણ અને કબજીયાત મટે છે.

(10) સવારમાં વહેલા ઉઠી થોડું ગરમ પાણી પીવાથી દસ્ત સાફ આવે છે. અને કબજીયાત દૂર થાય છે. (11) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે.

(12) એક સૂકું અંજીર અને 5-10 ગ્રામ દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી કબજીયાત મટે છે. (13) રાત્રે સૂતી વખતે 3-4 અંજીર ખૂબ ચાવીને ખાઇ ઉપર એકાદ કપ હૂંફાળુ દૂધ પીવાથી કબજીયાત મટે છે.

(14) ખજૂર રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળીને પીવાથી રેચ લાગીને મળ શુદ્ધિ થાય છે. (15) ખજૂરની 4-5 પેસી રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી તેમાં મધ નાખી 7 દિવસ સુધી પીવાથી કબજીયાત મટે છે. (16) કાળી દાક્ષ કે લીલી વકૃષ સાથે 20-30 ગ્રામ કાજુ ખાવાથી અજીર્ણ કે ગરમીથી થયેલી કબજીયાત મટે છે.

(17) જામફળનું શાક બનાવી ખાવાથી કબજીયાત મટે છે. (18) જામફળનું થોડાં દિવસ સુધી નિયમીત સેવન કરવાથી 3-4 દિવસમાં જ મળ શુદ્ધિ થવા માંડે છે અને કબજીયાત મટે છે. કબજીયાતને લીધે થતો માથાનો દુ:ખવો અને નેત્ર-શૂળ પણ મટે છે.

(19) પાકા ટામેટાં ભોજન લેતાં પહેલાં છાલ સહિત ખાવાથી અને સાત્રે સૂતા પહેલાં નિયમીત ખાવાથી ધીમે ધમે કબજીયાત કાયમ માટે દૂર થાય છે. (20) પાકા ટામેટાંનો એક પ્યાલો રસ કે સૂપ દરરોજ પીવાથી આંતરડામાં જામેલો સૂકો મળ છૂટો પડે છે. અને જૂના વખતની કબજીયાત દૂર થાય છે.

(21) રાત્રે પાકાં કેળાં ખાવાથી કબજિયાત મટે છે. જુલાબ કે રેચ લેવાની જરુર રહેતી નથી. (22) મેથીનું 3-3 ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ગોળમાં કે પાણીમાં લેવાથી કબજિયાત મટે છે.

(23) મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી કબજિયાત માં છુટકારો મળે છે.

Leave a Comment