10.8 C
New York
Saturday, December 14, 2024

ઉનાળાની સિઝનમાં કેરીનું શાક બનાવવાની રેસીપી

ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે. આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે. કેરીને ટુકડા કરીને ખાવાથી કે તેનો રસ પીવાથી અનેક પ્રકારના રોગો મટે છે.
કેરીની સિઝનમાં જો તેને નિયમિત ધોરણે ભોજનમાં ઉમેરવામાં આવે તો તેનાથી આંતરડાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. તાજી કેરીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે જે હ્યદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે અને બ્લડપ્રેશરને અંકુશમાં રાખે છે. કેરીમાં રહેલાં વિટામિન ઈથી શરીરમાં જોશ અને ચુસ્તી તેમજ ર્સ્ફૂિત રહે છે. કેરીના ટુકડાને ૧૦થી ૧૫ મિનિટ ચહેરા પર ઘસવાથી અને પછી ચોખ્ખાં પાણીથી સાફ કરવાથી ચહેરા પરથી ખીલને દૂર કરી શકાય છે. ચહેરાની સુંદરતા અને નરમાઈ વધે છે અને ચહેરો વધારે ચમકદાર બને છે.

કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હયો તેવાં લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાંથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં વધારો થાય છે, જે મહિલાઓ ૪૦-૪૫ વર્ષની હોય અને મેનોપોઝમાંથી પસાર થઈ રહી હોય તેવી મહિલાઓ માટે કેરી ખાવાનું ગુણકારી છે. કેરીમાં રહેલા ફાઇબર અને પેક્ટિન તેમજ વિટામિન સીને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી. દરરોજ રાત્રે આંબાનાં ૧૦થી ૧૫ જેટલાં પાંદડાંને સ્વચ્છ પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે તે પાણી ગાળીને નરણા કોઠે પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે.

સામગ્રી – કેરી-250 ગ્રામ, ખાંડ કે ગોળ 200 100 ગ્રામ, જીરુ, આખા ધાણા, મરચુ એક ચમચી, મીઠુ સ્વાદ મુજબ.
સૌ પ્રથમ કેરીને છોલીને તેના લાંબા ટુકડા કરો, હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને આખા ધાણાને અધકચરા વાટીને નાખો, ચપટી હળદર, મરચુ નાખીને તરત જ સમારેલી કેરી નાખી દો.

કેરીના શાકમાં મીઠુ નાખી હલાવો, તેમાં ખાંડ કે ગોળ નાખી અડધો ગ્લાસ પાણી નાખીને 15-20 મિનિટ સુધી સીઝવા દો. કેરી બફાય જાય અને ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારે શાક ઉતારી લો. આ શાક બે ઢેબરા કે પુરી સાથે સર્વ કરો. (ગળપણ કેરીની ખટાઈ પ્રમાણે નાખવુ)

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles