ટેસ્ટી અને સોફ્ટ પનીર ઘરે બનાવવાની રીત

0
  • પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી:
  • 1 લીટર દૂધ મલાઈવાળું
  • 2 ચમચા લીંબુનો રસ

બનાવવાની રીત:
પનીર બનાવવા માટે હમેશા ફૂલ મલાઈ વાળું દુધનો ઉપયોગ કરવો . હવે પછી દુધને ભારે તળિયાવાળા વાસણમાં ગરમ કરવા મુકો.પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે કે તૂરત લીંબુનો રસ /સિરકો અંદર નાંખી અને દૂધ હલાવતાં રહેવું.

દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. પાણી ને પનીર અલગ દેખાવા લાગે કે તૂરત ગેસ બંધ કરી દેવો. અને વાસણમાં થોડું ઠંડું પાણી અથવા બરફનો ટૂકડો નાંખી દેવો જથી પનીર પાણીથી તૂરત અલગ થઇ જશે.

હવે તે પનીરને એક સાફ સફેદ કોટન કપડાના ગરણામાં રાખી અને થોડું ઠંડું પાણી તેમાં નાખવું જેથી લીંબુના રસ/સિરકા ની ખટાશ પનીરમાંથી જે કાંઈ હશે તે નીકળી જશે. અને ત્યારબાદ તેની પોટલી વાળી અને બીજા હાથની મદદથી પોટલીને દબાવવી જેથી વધારાનું પાણી જો તેમાં હશે તો તે પણ નીકળી જશે.બસ રસગુલ્લા કે બંગાળી મીઠાઈ બનાવવા માટે પનીર તૈયાર છે.

જો આ પનીરનો ઉપયોગ મીઠાઈને બદલે શાક બનાવવામાં કરવો હોય તો પનીરને કપડામાંથી બહાર ન કાઢતા કપડા સહિત તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકી અને અડધા કલાક સુધી તે વજન તેના પર રાખવું. પનીર વજનથી અંદર સખત થઇ જશે.

બસ ત્યારબાદ, પનીર કપડામાંથી બહાર કાઢી લેવું. શાક બનાવવા માટેનું પનીર તૈયાર છે. ઘરમાં બનાવેલું પનીર બજારમાં મળતા પનીર કરતાં વધુ નરમ/મુલાયમ અને સ્વાદિષ્ઠ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here