આમવાત, પગના ગોટલા ચડવા, પડખા દુખવા, કમર દુખવી માટે ઉત્તમ ઔષધ

કપૂર અત્યંત કામોત્તેજક , પીડાયુક્ત , શિશ્નનું ઉત્થાન અને વીર્યપાત વગેરેમાં કપૂર ખૂબ જ ઉપયોગી ઔષધ છે . વીર્યપતન રોજ થતું હોય તો રાત્રે સૂતી વખતે . બે ચોખાભાર અથવા બે રતિ કપૂરની ગોળી ખુરાસાની અજમા સાથે બનાવી ગળી જવી . સ્ત્રીઓમાં અધિક કામવાસના , યોનિમાં ખંજવાળ અને માસિક વખતના દુખાવામાં ૧ થી ૨ રતિ કપૂર સવાર – સાંજ આપવું . અતિ માત્રામાં ઉત્પન્ન થતાં ધાવણને સૂકવવા માટે સ્તનો ઉપર કપૂરને ચોપડવામાં આવે છે . આમવાત , સંધિશૂળ , પગના ગોટલા ચડવા , અંગમોડ , પડખા દુખવા , કમર દુખવી વગેરે રોગોમાં કપૂર તેલ લગાડવાથી ઠીક રાહત મળે છે . દમ – શ્વાસ રોગમાં કપૂરહિંગ વટી દર ચાર કલાકે આપવાથી શ્વાસ – દમનો હુમલો બેસી જાય છે .

કપૂર કાચલી આયુર્વેદમાં ઊલટીઓ બંધ કરાવતા ઉત્તમ ઔષધોમાં “ કપૂર કાચલીની ગણતરી થાય છે . આ ઔષધને કેટલાક લોકો “ છર્દિરિપુ પણ કહે છે . છર્દિનો અર્થ તાય ઊલટી અને રિપુ એટલે દુશ્મન . આમ કપૂર કાચલી ઊલટીનું દુશ્મન છે . ઔષધમાં કપૂર કાચલીના મૂળ વપરાય છે . પાથી અડધી ચમચી જેટલું કપૂર કાચલીના મૂળનું ચૂર્ણ બે ચમચી મધ સાથે મિશ્ર કરીને ચટાડવાથી ઊલટી , ઊબકા અને હેડકી મટે છે . આ ઉપરાંત કપૂર કાચલી મોંઢાની દુર્ગધ , ઝાડા , ઉધરસ , શ્વાસ , દુખાવો , હેડકી અને તાવ દૂર કરે છે . તે નથી ગરમ કે નથી ઠંડી એટલે જ તેને અનુષ્ણ કહેવાય છે . સુગંધી દ્રવ્ય હોવાથી અબીલ વગેરેને સુવાસિત કરવા તે વપરાય છે . લગ્ન વખતે વપરાતી પીઠીમાં હળદર સાથે તે વપરાય છે .

Leave a Comment