પિત્ત સારક અને આંખો, હાથ-પગના તળીયા તથા શરીરની-આંતરિક બળતરામાં પણ અકસીર ઉપાય વાંચો અને શેર કરો

કડુ અને કરિયાતું ભાગ-૧ કડુ આપણા ઘરગથ્થુ ઔષધોમાં કડુ અને કરિયાતું ખૂબજ લોકપ્રિય છે આબંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્ર સિદ્ધ છે.આયુર્વેદના કડવા ઔષધોમાં જો હરીફાઈ કરવા માં આવે તો કદાચ કડુ પ્રથમ પુરસ્કાર લઈ આવે. અતિશય કડવા ઔષધોમાં કડુની સામે કદાચ બીજું કોઈ ઔષધ ટકી શકે નહીં આયુર્વેદમાં એટલે જ તેને ‘તિક્તા’ અને ‘કટુકા’ આ બે નામ આપવામાં આવ્યા છે. કડવા રસને આયુર્વેદમાં તિક્ત કહે છે. આમ તો કડવો સ્વાદ નામ માત્રથી જ અરુચિ ઉપજાવનારો છે તેમ છતાં તાવ અને યકૃત-લિવરના રોગોનું તે ઉત્તમ ઔષધ હો વાથી તેના ગુણકર્મો અને ઉપયોગ જરૂરથી જાણવા યોગ્ય છે.

ગુણકર્મોકડુની સર્વોત્તમ જાત આપણા હિમાલયના પર્વતીય પ્રદેશમાં થાય છે અને ભારતમાં આવું ઉત્તમ ઔષધ ઊગેછે એ આપણું સદ્ભાગ્ય છે. તેનાં બહુવર્ષાયુ મૂળા જેવા કંદયુક્ત છોડ સાતથી બાર હજાર ફૂટની ઊંચાઈ સુધી થતા જોવા મળે છે

આયુર્વેદિય મતે કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે. તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તેજક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને ધાવણની શુદ્ધિ કરનાર, કફનાશક, સોજા ઉતારનાર તથા કમળો, શીળસ પાંડુ, દાહ શ્વાસ-દમ-ખાંસી વગેરેને મટાડે છે. તે હૃદયની શક્તિ વધારનાર હૃદયને શાંત કરનાર બ્લડપ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂરકરનાર છે કડુ લિવરની ક્રિયાને સુધારનાર છે એટલે લિવર માટેની લગભગ બધી જ દવાઓમાં કડુ મુખ્ય ઔષધી તરીકે પ્રયોજાય છે.

ઉપયોગકડુ પિત્ત સારક અને શીતળ છે. એટલે પિત્તની ઊલટી ઓમાં તે ઉત્તમ પરિણામ આપે છેતે આંખોહાથ-પગના તળીયા તથા શરીરની-આંતરિક બળતરામાં પણ અકસીર છે. કડુ અને સાકર સરખા ભાગે લાવી તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે, બપોરે અને સાંજે પાણી સાથે લેવાથી પ્રકોપ પામેલુ ચિત્ત શાંત થઈ ઊલટીઓ બંધ થશે બળ તરા ઓછી થશે તથા મોંની કડવાશ દૂર થઈ આહાર પર રુચિ થશે.

કોઈપણ પ્રકારના તાવમાં કડુ ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. તાવ સાથે મોટેભાગે કબજિયાત પણ જોવા મળે છે. ત્યાં કડુ બે રીતે કામ કરે છે. તે ઝાડો સાફ લાવી કબજિયાતને દૂર કરે છે તેમજ પિત્તનું સ્રવણ કરી તાવને ઉતારે છે. તાવ આવતો હોય ત્યારે આશરે અડધી ચમચી જેટલું કડુનું ચૂર્ણ દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે ફાકી જવું અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. દર ત્રણ-ચાર કલાકે આ એકથી બે ગોળી ગરમ પાણી સાથે ગળી જવી. તાવ ઉતરશે અને કબજિયાત પણ દૂર થશે.

કડુ, કરિયાતંુ, વાવડિંગ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભૂક્કોકરી લેવો બે ચમચી જેટલો આ ભૂક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળ વો, એક કપ જેટલું દ્રવ બાકી રહે ત્યારે ઉતારી, ગાળી, ઠંડું પાડીને પી જવું. થોડા દિવસ આ રીતે તાજે તાજો ઉકાળો બનાવીને પીવાથી પેટનાં કૃમિ-કરમિયાં મરીને બહાર નીકળી જશે તેમજ લિવર અને જઠરની ક્રિયા સુધરવાથી ભૂખ પણ સારી લાગશે.આ સિવાય સર્વાંગ સોજા, જળોદર, હૃદયરોગના સોજા વગેરેમાં કડુનું ચૂર્ણ અથવા આરોગ્યર્વિધની વટી સાટોડી ના ઉકાળા સાથે લઈશકાય છે લિવરના રોગોકમળો સીરોસીસ ફેટી લિવર વગેરેમાં કડુ ચૂર્ણ સમભાગ સાકર સાથે પણ ઉત્તમ પરિણામ આપે છે.કડુ તદ્ન નિર્દોષ ઔષધ છે. પ્રત્યેક કુટુંબે તેનું ચૂર્ણ ઘરમાં રાખવા જેવુંછે અપચો કબજિયાત, અરુચિ ઝીણો તાવ જેવા રોગોનું તે ખૂબજ ઉપયોગી અને એટલું જ અક્સીર ઔષધ છે.

ત્રીગુણી ઔષધ કડુ આયુર્વેદમાં કડુનું એક નામ છે ‘કૃષ્ણભેદી.’ कृष्ण मलं भिनति । જે કાળા મળને બહાર કાઢે છે એટલે કૃષ્ણભેદી. આયુર્વેદીય મતે ‘લેખન’ એટલે ચોંટી રહેલા મળને ઉખાડનાર, ‘ભેદન’ એટલે તુટેલા-છુટા પડેલા મળને બહાર ફેંકનાર અને ‘સંસ્રન’ એટલે સરકાવનાર-રેચક. આ ત્રણે ગુણો કડુમાં રહેલા છે. એકી સાથે આવા ત્રણ ગુણો ખુબ જ થોડાં ઔષધોમાં હોય છે.

વાલના એકથી બે દાણા જેટલું એટલે આશરે અડધાથી એક ગ્રામ કડુનું ચુર્ણ એક કપ પાણીમાં નાખી, ઉકાળીને સવાર-સાંજ પીવું. આ ઉપચારથી આંતરડામાં ચોંટી ગયેલો જુનો મળ બહાર ફેંકાઈ જશે.લેખન સૌજન્ય: વૈદ્ય શ્રી પ્રશાંતભાઈ ગૌદાની, અમદાવાદ

Leave a Comment