ખીલ અને ખીલના ડાઘથી કાયમી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

ખીલ : ( ૧ ) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે . ( ૨ ) તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતાં ખીલ દૂર થાય છે .

( ૩ ) પાકા , ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી , છુંદીને ચહેરા પર છોડો સમય માલિશ કરવી – મસળવું . ૧ પ ૨૦ મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું . એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ , ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે . ચહેરાની કરચલીઓ , કાળાશ અને મેલ દૂર થાય છે , ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે .

( ૪ ) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં , બેચાર કલાક એમ જ રહેવા દેવું . ત્યાર બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખવું . આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે . ( ૫ ) જાંબુના ઠળિયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે .

( 6) સવારે અને રાત્રે બાવળ , લીમડો કે વડવાઈનું દાંતણ કરી એનાં કૂચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે . ( ૭ ) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે . ( ૮ ) બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલિશ કરવાથી મોં પરના ખીલ મટે છે . ( ૯ ) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે . ( ૧૦ ) આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે .

( ૧૧ ) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે . ( ૧૨ ) લીમડા કે ફૂદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે . ( ૧૩ ) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે – ત્રણ મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે .

ખીલના ડાઘ ઃ ( ૧ ) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ , મોં પરની કાળાશ અને ચિકાશ દૂર થાય છે . ( ૨ ) વડના દૂધમાં મસૂરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે . ( ૩ ) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દૂર થાય છે .

Leave a Comment