રોજીંદા જીવનમાં રસોડાને લગતી અનેક નાની મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે. અ કેટલીક જરૂરી ટિપ્સ જે તમારા રસોડામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ રસોડાની ટીપ્સ તમને ઉપયોગી જણાય તો જરૂર શેર કરજો
અંકુરિત અનાજને ફ્રીજમાં મુકતા પહેલા તેમા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવુ કરવાથી તેમા વાસ નહી આવે. જયારે પણ તમે આ કઠોળ ખાશો ત્યારે ફ્રેશ લાગશે
પરાઠા બનાવતા પહેલા લોટમાં એક બાફેલુ બટાકુ અને એક ચમચી અજમો નાખી દો. પરાઠા માખણથી શેકવા. પરાઠા કુરકુરા અને સ્વાદિષ્ટ લાગશે. આ પરોઠા ખાશો તો હોટલના પરોઠા ખાવાનું ફૂલી જશો
ભજિયા, પકોડા કે આલુવડા સર્વ કરતી વખતે ઉપરથી ચાટ મસાલો ભભરાવી દો સાથે બે લીલા તળેલા મરચાં મુકી દો. તમારી આ ડીશ સૌને વધુ આનંદ આપશે પકોડા સાથે મરચા ખાવાથી સ્વાદ બમણો થાય છે
ટામેટાની છાલ કાઠવા માટે ટામેટા પર તેલ લગાડીને સેકવાથી છાલટા સહેલાઈથી નીકળી જાય છે.
રસોડામાં ઉપયોગ કર્યા બાદ વધેલા લીંબુના છોતરામાં થોડો સોડા નાંખી તાંબાના વાસણ સાફ કરો. વાસણ ચમકી ઉઠશે.
ચા બનાવીને વધેલી ભૂકી ક્યારેય ફેકશો નહિ વધેલી ભૂકીનો આ રીતે ઉપયોગ કરો ચા બનાવ્યા બાદ તેના વધેલા કૂચ્ચાને ધોઇને તેનું પાણી ગુલાબના છોડના કૂંડામાં નાખો. આ પાણી છોડ માટે ખાતરનું કામ કરશે. આ ખાત્ર નાખવાથી તમારા ગુલાબના છોડમાં ભરપુર ફૂલ આવશે
પપૈયાના છોતરાને સૂકવીને દળી લો. આ પાવડરને માંસમાં વાપરો, ભોજન સ્વાદિષ્ટ બનશે.
જ્યારે ભટૂરે(છોલેની પૂરી) બનાવવાના હોય ત્યારે તેમા મેંદામાં રવો નાખી બનાવો. આનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદપણ બમણો વધશે.
મસાલાનો યોગ્ય સ્વાદ ભોજનમાં ત્યારે જ આવે છે જ્યારે ભોજનને ધીમી આંચે રંધાવા દીધું હોય. ફૂલ ગેસની આંચ પર રસોઈ બનાવવાથી રસોઈનો સ્વાદ સારો નથી આવતો. ધીમે આંચે બનાવેલી રસોઈ ખુબ સ્વાદિષ્ટ બને છે.