કોથમીર કલી બનાવવાની એકદમ સરળ રીત

કોથમીર કળી |  બનાવવા માટે જરૂરી સામગ્રી: શિયાળાની સીઝન હોય એટલે કોથમીર નાર્કેતમાં ખુબ આવે છે એ પણ તજે તાજી તો આ કોથમીરની સિઝનમાં બનાવો ખુવ ટેસ્ટી અને બધાને ભાવે એવી કોથમીર કળી

  • 1 કપ મેંદો
  • 1/2 કપ ઘવનો લોટ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • 1/2 અજમો
  • 4 ચમચી મોણ માટે તેલ મુઠી પડતું
  • સ્ટફિંગ માટે
  • 1 નંગ બાફેલું બટાકુ
  • 1 બાઉલ કોથમીર જીની સમારેલી
  • 1 બાઉલ જીણી ચણા ની સેવ
  • 2 ટી સ્પૂન ખજૂર આંબલી ની ચટણી
  • 1/4 ટી સ્પૂન સંચળ
  • 1/2 ટી સ્પૂન ચાટ મસાલો
  • 1/2 ટી સ્પૂન શેકેલો જીરા પાઉડર
  • ચપટી ગરમ મસાલો
  • 1 આદુ મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂન અખા ધના અને વરિયાળી અધકચરી ખંડેલી
  • 1 ટી સ્પૂન મરી પાઉડર
  • તળવા માટે તેલ
  • ડીપ કરવા માટે
  • ગળી ચટણી
  • કોટિંગ માટે
  • કોથમીર
  • સર્વ કરવા કેચપ

કોથમીર કળી બનાવવાની રીત: સૌ પ્રથમ એક  ત્રાસમાં મેંદો અને લોટ લઈ મીઠું, અજમો અને તેલ નાખી મીડીયમ સોફ્ટ કણક બાંધો, રેસ્ટ આપી રાખો હવે બાઉલ માં સ્મેસ કરેલું બતાકુ લો, તેમાં કોથમીર, ચેટ મસાલો, સંચળ, જીરાપાવડર, ગરમ મસાલો, આદુ મરચા મીઠું જીણી સેવ મિક્સ કરી હલાવી લો હવે કણક માંથી લુવો લઈ રોટલી વણી વચ્ચે થઈ કટ કરી આડા ભાગ પર સ્ટફિંગ મૂકી બંને છેડા સીલ કરી રોલ શેપ કરી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો પછી વચ્ચે થઈ કટ કરો કટ કર્યા બાદ બન્નેવ છેડા ને ગળી ચટણી માં ડીપ કરી સેવ અને કોથમીર થઈ સ્ટીક કરી લો આ રીતે બડી કોથમીર કળી રેડી કરી લો હવે તેને ખાવા માટે સર્વ કરો

મિત્રો કેવી લાગી તમને આ અમારી રેસીપી જો તમને પસંદ આવે તો અત્યારે જ  તમારા મિત્રો સાથે શેર કરો અને આવીજ અવનવી વાનગીની રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ

Leave a Comment