દરેકને કામમાં આવે તેવી કિચન અને ઘર ટિપ્સ | kitchen tips | health tips | likeinworld

કામમાં આવે તેવી કિચન અને ઘર ટિપ્સ | kitchen tips | health tips | likeinworld

જો તમારું શરીર ગરમી વાળું હોય તો શરીરને ઠંડક માટે આટલું કરો અજમાવી જૂઓ ખાંડ છાશમાં થોડી સાકર ભેળવી પીવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે.

શિયાળાની શરૂઆત થી ગઈ છે એટલે શરીરમાં ખંજવાળ આવવાનું શરુ થઇ જય છે શરીરમાં આવતી ખંજવાળથી રાહત મેળવવા માટે આટલું કરો શરીરે ખંજવાળ આવતી હોય તો મૂંઝાશો નહીં સ્નાનના પાણીમાં લીંબુનો રસ ભેળવી સ્નાન કરવાથી રાહત થશે. આ લીંબુ નાખેલ પાણીથી દરરોજ સ્નાન કરશો એટલે શરીરમાં આવતી ખંજવાળથી રાહત મળશે

મોંઘીદાટ કારપેટને સાફ કરવા તેના પર સુકા ચા ના પાંદડા નાખી હળવેથી ઝાડ કાઢવું.

બારેમાસ સાચવી રાખેલ અનાજમાં જીવાત પડે તો આટલું કરો સુકા કારેલાના ટુક્ડો કરીને દાળ,ચોખા કે અનાજ માં રાખવાથી તેમાં જીવાત નહીં પડે.

કોફીમાં ચપટી મીઠું નાખવાથી તેની કોફીની સોડમ સારી આવે છે.

વધેલા પાઉંમાંથી આ રીતે ભજીયા બનાવો ચણાના લોટમાં મીઠું,મરચું, હીંગ તથા જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી વેસણ બનાવી તેમાં વધેલા પાઉંના નાના ટુકડ કરી બોળીને તળવાથી સ્વાદિષ્ટ ભજીયા બનશે

એક કપ વિનેગારમાં એક મગ પાણી ભેળવી કિચન પ્લેટફોર્મ સાફ કરવાથી કીડીનો ઉપદ્રવ નહીં થાય.

લેધર બેગને ચકચક્તિ કરવા માટે લીબુનો રસ બેગ પર સુકાઈ જાય બાદ લુછી નાખવાથી બેગ ચમકીલી બનશે.

શિયાળામાં કોપરેલનું તેલ જામી જતું અટકાવવા માટે આટલું કરો શિયાળામાં કોપરેલને જામી જતું અટકાવવા તેમાં રાઇનાં તેલનાં કોઈ ટીપાં ભેળવી દેવા.

ઘરમાં તાજા કરાવેલ કલરની વાસ દૂર કરવા માટે દિવાળીનો માહોલ ચાલે છે ઘરને સુંદર દેખાળવા ઘરમાં તમે કલર કારવિયો છે અને ઘરમાં તાજા કરાયેલા રંગની વાસ દુર કરવા રૂમમાં કાચો કાંઠો કાપીને મુકી દેવો.

રસોડામાંથી વાંદાનો ઉપદ્રવ દુર કરવાનો સરળ ઇલાજ જાણી લો. બોરેક્સ પાઉડર,સાકર,ઘઉંનો લોટ,અને પાણી સપ્રમાણ માત્રામાં ભેળવી તેની ગોળીઓ બનાવી જ્યાં વાંદ્યનો ઉપદ્રવ હોય ત્યાં મુકી દેવી.

આઇસક્રમ પીરસતી વખતે તે જલદી ઓગળી ન જાય માટે આઈસ્ક્રીમના બાઉલને થોડીવાર માટે ફ્રિજરમાં મુકી રાખીને આઇસક્રિમ પીરસવો. બાઉલ ઠંડા હોવાથી તે આઇસક્રિમને પીગળતો અટકાવે છે.

પગની એડીમા પડેલા ચીરા દુર કરવા શેકેલા કાંદાની પેસ્ટ બનાવી પગની એડી પર એક મહિના સુધી લગાડવાથી રાહત થશે.

લીમડાના તાજા પાંદડાને બે કપ પાણીમાં ઉકાળવા. ઠંડા પડ્યું બાદ તેને ગાળી ચહેરા પર લગાડવાથી ઉત્તમ ફેસ ટોનિકની અસર કરશે અને ખીલમાંથી છૂટકારો મેળવી શકાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top