કેન્સર અને હાર્ટના દર્દી માટે રામબાણ સમાન છે આ ફળ | આ ફળ દેખાય તો તોળી લેજો ખાવાના ગજબના ફાયદા છે

0

કેન્સર અને હાર્ટના દર્દી માટે રામબાણ સમાન છે આ ફળ ક્યાંય પણ આ ફળ દેખાય તો ટોળી લેજો ખાવાના ગજબના ફાયદા છે

છેલ્લા કેટલાક વર્ષોથી ઔષધીય છોડવાઓની ખેતીનું ચલણ વધ્યું છે. ઔષધીય છોડવાઓની ખેતીથી ખેડૂતોને નફો પણ સારો એવો મળે છે. ફાલસા પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના ફળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, રાખ, કેશિયન, ફાઈબર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને વિટામિન-બી ભરપૂર મળે છે. ઉનાળામાં ફાલસાને કાચા ખાવા કે પછી તેનું શરબત પીવાથી ઠંડકનો અહેસાસ થાય છે. તેના બીજમાં લિનોલેનિક એસિડ હોય છે. જે શરીર માટે ખુબ ઉપયોગી છે. જેની ગરમી વાળું શરીર હોય તેવા લોકો માટે ફાલસા ખુબ લાભકારી છે

ફાલસા ખાવાથી આટલા ફાયદા થાય છે :

  • નાનું ફળ પરંતુ મોટા ફાયદા પેટમાં દુખાવાની સમસ્યાથી રાહત મળે છે
  • નિયમિત ફાલસાનું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે
  • શ્વાસ સબંધિત સમસ્યાથી છુટકારો મળે છે આ ફળ ખાવાથી
  • ફાલસા શરીમાં ઉર્જા પ્રદાન કરે છે જે પ્રોટીનનો ખુબ સારો સ્ત્રોત માનવામાં આવે છે
  • ફાલસામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જેથી હાડકા માટે ફાયદાકારક છે
  • ડાયાબિટીસના દર્દીઓએ ફાલસા ખાવા જોઈએ જેનાથી ખુબ ફાયદો થાય છે
  • ફાલસા ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે
  • ફાલસામાં એન્ટીઓક્સીડન્ટ હોવાથી તે હાર્ટ સબંધિત તકલીફ દૂર કરે છે અનેફાલસામાં પોટેશિયમ પણ સારા માત્રામાં હોવાથી બ્લડપ્રેશરને નિયંત્રણ કરે છે

આવામાં ફાલસાની ખેતી ફાયદાકારક બની શકે છે. ભારતમાં ફાલસાની ખેતી પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં થાય છે. તેની વ્યવસાયિક ખેતી બનારસની આજુબાજુ થાય છે. ફાલસાને ઠંડીમાં તાપમાનથી સુરક્ષાની જરૂર હોય છે. તેના છોડ ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે.

તેની વાવણી માટે માટી સારી હોવી જરૂરી છે જ્યાં પાણીનો યોગ્ય નિકાલ થવો જરૂરી હોય છે. ફાલસાની બે સ્થાનિક જાતો લંબી અને ટૂંકી જાતોને ઉગાડવામાં આવે છે. ટૂંકી પ્રકારની ફાલસાની જાત લાંબા પ્રકારની સરખામણીમાં વધુ ઉત્પાદન આપે છે. તેના છોડ જુલાઈ-ઓગસ્ટ કે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન લગાવવામાં આવે છે.

આઈસીએઆર મુજબ ફાલસામાં મિલીબગ, છાલ ખાનારા કેટરપિલર, લીફ સ્પોટ રોગ, રસ્ટ, પાઉડર મિલ્ક્ય જેવા કીટનો હુમલો જોવા મળે છે. તેની રોકથામ માટે સમયાંતરે કીટનાશકનો છંટકાવ જરૂરી છે.ફાલસાનું ઉત્પાદન ૨ વર્ષમાં શરૂ થાય છે. વાવણીના સવા વર્ષ બાદથી વાર્ષિક ઉપજ મળવા લાગે છે. તેના છોડની ઊંચાઈ ૪-૫ ફૂટ સુધી રાખવાથી ફાયદો થાય છે.

સ્ટોરેજ ફાલસાના ફળ જલદી ખરાબ થાય છે. તેનો ઉપયોગ લલણીના ૨૪ કલાકની અંદર થવો જોઈએ. ફિજમાં એક કે બે અઠવાડિયા માટે આ ફળોને સ્ટોર કરી શકાય છે. પાકેલા ફાલસા સ્વાદમાં ખાટા હોય છે. ફાલસાની ખેતીથી ખેડૂતોને ઓછા ખર્ચામાં વધુ આવક મળે છે. અનેક ઔષધીય ગુણોવાળા હોય છે. તે ઈમ્યુનિટી પાવર વધારવાની સાથે સાથે વેરાન વિસ્તારમાં પણ ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

falsa khavana fayda | falsa | ayurved

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here