કોબીનાં વડાં મોઢામાંથી પાણી છૂટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીનાં તળેલાં વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર , લીલા મરચાં અને કોથમીર પણ છે .
નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે . તૈયારીનો સમય : ૧૫ મિનિટ પલાળવાનો સમય : આગલી રાત્રે બનાવવાનો સમય ૩૦ મિનિટ કુલ સમય : ૮ કલાક ૪૫ મિનિટ ૧૫વડાં માટે
સામગ્રી : • ૧ કપં ચણાની દાળ • ૬ લીલાં મરચાં , મોટાં સમારેલાં • ૧ કપ ઝીણી સમારેલી કોબી ૧ / ૨ કપ ઝીણા સમારેલાં ગાજર ૧ / ૪ કપ ઝીણા સમારેલા કાંદા • ૧ / ૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ / ૪ કપ ચણાનો લોટ
મીઠું સ્વાદાનુસાર તેલ , તળવા માટે પીરસવા માટે લીલી ચટણી
રીત ચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો . બીજે દિવસે દાળને નીતારીને તેમાંથી ૧/૨ કપ દાળ બાજુ પર રાખો . હવે બાકી રહેલી ૧/૨ કપ ચણાની દાળ સાથે લીલાં મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અધકચરું મિશ્રણ તૈયાર કરો . આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુનો ( ખાકી રહેલી ચણાની દાળ પણ મેળવી સારી રીતે મિક્સ કરી લો .
આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી , દરેક ભાગને ૫૦ મિમી . ( ૨ ” ) ના વ્યાસના ચપટાં ગોળ વડાં તૈયાર કરો . હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી , તેમાં ૩ થી ૪ વડાં એક સાથે એવી રીતે તળી લો કે તે બંને | બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય . તે પછી તેને ટિયુ પેપર પર મૂકી સુકા કરી લો . લીલી ચટણી સાથે તરત જ પીરસો .