ડાયાબિટીસ, કિડની આંતરડાને ફાયદાકારક છે આ પાંદડાઓ વાંચો અને શેર કરો

 લીમડાના પાન (એઝાડીરાક્ટા ઈન્ડિકા – Azadirachta indica)લીમડાના પાનને આયુર્વેદમાં એક ઔષધી માનવામાં આવે છે. તે સ્વાદમાં કડવો લાગે છે પરંતુ તેના ફાયદા ખૂબ જ મીઠા છે એટલે કે તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે એન્ટિબાયોટિક તત્વોથી ભરપુર હોય છે.  તેને ખાવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં આવે છે, સાથે સાથે અનેક બીમારીઓનો પણ નાશ થાય છે.  લીમડાના પાન આંતરડાને ગ્લુકોઝનું શોષણ કરતા અટકાવવા ઉપરાંત, લીમડાના પાનથી શરીરની ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. નિષ્ણાતો દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન પીસીને તેના રસની એક ચમચી પીવાની સલાહ આપે છે.

જાંબુના પાન (સીઝીજિયમ ક્યુમિનિ – Syzygium cumini) ભારત, બ્રિટન અને અમેરિકામાં કરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં, જાંબુના પાનમાં રહેલ ‘માઈરિલિન’ નામનું તત્વ લોહીમાં ખાંડનું સ્તર ઘટાડવામાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાતો વધતા જતા બ્લડ સુગર પર સવારે ચાર થી પાંચ પાંદડાઓ પીસીને પીવાના સલાહ આપે છે. અને જ્યારે શુગર કાબૂમાં આવી જાય ત્યારે તેનું સેવન બંધ કરી દેવું.

 મીઠા લીમડાનાં પાન (મુરાયા કોનીજાઈ – Murraya koenigii) મીઠા લીમડાનાં પાનમાં લોહ તત્વ, ઝીંક અને તાંબુ જેવા ખનીજો સ્વાદુપિંડના બીટા-કોષોને સક્રિય કરે છે, સાથે સાથે તેને નષ્ટ થતાં પણ બચાવે છે. તેના કારણે આ કોષો ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઝડપી બનાવે છે. ડાયાબિટીસ પીડિતોએ દરરોજ સવારે ખાલી પેટ 8-10 પાન ચાવવાથી ફાયદો થાય છે. 

આંબાના પાન ( મેન્જિફેરા ઈન્ડિકા – Mangifera indica)
ડાયાબિટીઝના દર્દીઓને કેરી ન ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેના પાંદડા રોગ નિવારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખરેખર, આંબાના પાન ગ્લુકોઝ શોષણ કરવાની આંતરડાની ક્ષમતામાં ઘટાડો કરે છે. આને કારણે, લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. આંબાના પાંદડા સુકાવીને પાવડર બનાવી લો. ખાવાના એક કલાક પહેલા અડધી ચમચી પાવડર પાણીમાં નાખી પીવો જોઈએ.

તુલસીના પાન (ઓસિમમ સેન્ક્ટમ – Ocimum sanctum) પાચન તંત્રને મજબૂત રાખવાવાળા તુલસીના પાન સ્વાદુપિંડના બીટા કોષોની પ્રવૃત્તિને જાળવી રાખે છે.  આને કારણે, આ કોષો ઇન્સ્યુલિનની યોગ્ય માત્રા ઉત્પન્ન કરે છે અને બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીઝના પીડિતોએ દરરોજ સવારે ખાલી પેટે 2 થી 4 તુલસીના પાન ચાવવાથી ફાયદો થાય છે.

પપૈયાના પાન (કરીકા પપાયા – Carica papaya) એએલટી અને એએસટી એન્ઝાઇમનું સ્તર ઘટાડવામાં પપૈયાના પાન અસરકારક છે. તેના કારણે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની શરીરની ક્ષમતામાં વધારો થાય છે, અને ગ્લુકોઝ ઝડપથી ઉર્જામાં પરિવર્તિત થાય છે. યકૃત વધવાનું, કિડની ખરાબ થવાનું જોખમ ઘટાડવામાં પપૈયાના પાન અસરકારક છે. દરરોજ સવારે પપૈયાના 8 થી 10 પાન પાણીમાં ઉકાળીને પીવા.

ડાયાબિટીઝની સમસ્યાથી છૂટકારો મેળવવા તમે આ પાંદડાઓનું સેવન કરી શકો છો. આ પાંદડાઓનું સેવન કરવાથી ચોક્કસપણે ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં તમને મદદ મળશે.

Leave a Comment