મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શિયાળામાં તુવેરના ટોઠા અને લીલા ચણાનું શાક ખાવાથી મજા
તુવેર ટોઠા રેસીપી | tuver recipe Tuver na thotha (તુવેરના થોઠા) એક ઉત્તર ગુજરાતની ખૂબ જ લોકપ્રિય અને સ્વાદિષ્ટ વાનગી છે. સામગ્રી: બનાવવાની રીતઃ કડાઈમાં તેલ ગરમ કરી રાઈ-જીરું, હિંગ અને લીલા મરચાં નાખો.2. ડુંગળી અને આદુ-લસણ પેસ્ટ સાંતળો, પછી ટામેટાં ઉમેરી પકાવો.3. બધા સૂકા મસાલા (હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું) ઉમેરો.થ્રુ4. બાફેલી તુવેર…
આ ટીપ્સ અજમાવો, તમારી વાનગીઓ વધુ સ્વાદિષ્ટ અને પરફેક્ટ બનશે!
માખણના પાણીમાંથી છાશ બનાવો | how to make butter to milk આપણે સૌ દહીંમાંથી તો છાશ બનાવીએ છીએ પરંતુ અત્યારે મહિલાઓ મલાઈ ભેગી કરીને મલાઈમાંથી માખણ જે બનાવે છે અને તેનું જે વધારાનું પાણી નીકળે છે તે વધારાના પાણીમાંથી પણ છાશ બનાવી શકીએ છીએ તો આવો જાણીએ માખણના પાણીમાંથી છાશ બનાવવાની રીત હવે આપણે જે…
શિયાળામાં સ્ફૂર્તિ આપે એવા ઓસડીયા ઘરે જરૂર બનાવજો
મેથીના લાડુ જે શિયાળામાં તમારા શરીરને તંદુરસ્તી આપશે મેથીના લાડુ બનાવવાની રીત | methina ladu banavvani rit મેથીદાણાંને રાતોરાત દૂધમાં પલાળી રાખો. બીજા દિવસે એમાંથી પાણી નિતારી લો અને ધીમા તાપે તવા પર હળવેથી શેકી લો. ઠંડા થયા પછી એને મિક્સરમાં બારીક પીસી લો. હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ડિંક તળી લો. ડિંક ફૂલી…
