ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તડકાથી કાડા પડેલ પડેલા ચહેરાની કાડાશ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ

    ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકો બહાર નીકળવાનું ટાળે છે અને જો ફરજીયાત બહાર જવાનું થાય તો યુવતી ઓ મો પર બુરખા બાંધીને નીકળે છે અને ઉનાળો શરુ થાય એટલે ઠંડક મેળવવા દરેક લોકો સ્વીમીંગ પુલમાં નાવા માટે જાય છે આમ સ્વીમીંગ પુલમાં આખો દિવસ નાવાથી ચામડી કાળી પડી જાય છે આ કાળી પડેલી ચામડી…

  • કામમાં આવે તેવી ૧૬ હેલ્થ ટીપ્સ વાંચીને વધુમાં વધુ શેર કરો

    જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો એક  ચમચી તુલસીનો રસ પીવાથી ફાયદો થાય છે અથવા તો તુલસીના પણ મોમાં રાખવાથી ઊલટી બંધ થાય છે. અને તુલસીના બીજા પણ અનેલ ફાયદા છે તુલસી મોંમા રાખી ચાવવાથી મુખદુર્ગંધ દૂર થાય છે.…

  • કાપેલા ફ્રુટને લાંબા સમય સુધી તાજા રાખવા માટેની ટીપ્સ

    ફળોને લાંબા સમય સુધી કાપેલા ક્યારેય ન રાખવા જોઇએ પણ જો ક્યારેક એવું કરવું પણ પડે તો ફ્રુટની  તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. જો તમે ફ્રુટ કાપેલા તાજા રાખવા માંગતા હોય તો તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો. સફરજન સુધારી એટલે થોડા સમય બાદ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles