ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 60 વર્ષે પણ ઘડપણ નહીં આવે જો ખાશો આટલી વસ્તુઓ

    હંમેશા જવાન રહેવું તે દરેક માણસની ઈચ્છા હોય છે. લોકો જવાની જાળવી રાખવા માટે અનેક જાતની કોસ્મેટિક્સ અને દવાનો ઉપયોગ કરે છે. ખાવા-પીવા પર ધ્યાન આપ્યા વગર કોઈ પણ જવાન રહી શકે તેવું શક્ય નથી. આ માટે હંમેશા સુંદર અને યુવાન દેખાવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.હકીકતમાં આપણા ખાન-પાનની સૌથી વધુ અસર…

  • ઉપયોગમાં આવે તેવી ૧૨+ કિચન ટીપ્સ

    કેકમાં સુકો મેવો નાખતા પહેલા કેક પર મેંદો ભભરાવવાથી સુકો મેવો નીચે તળિયે નહિ બેસે. તમે સલાડને ફ્રીજમાં મુક્યા વગર તાજું રાખવા માંગતા હોવ તો તમે સલાડને જે સર્વિંગ બાઉલમાં રાખવાનો હોય તે બાઉલને પહેલાં ‘ચિલ’કરવો એટલે કે બાઉલ પહેલા ફ્રીજમાં મુકવું અને પછી સલાડ તેમાં રાખવાથી લાંબા સમય સુધી સલાડ ક્રિસ્પ અને ફ્રેશ રહે…

  • શું તમે દૂધ સાથે આ ખોરાક ખાવ છો તો ચેતી જશો તમે જાતે રોગને નોતરી રહ્યા છો

    દુધ સાથે મૂળા, લસણ, કાંદા (ડુંગળી) વિગેરે કોઇપણ પ્રકારના ફળ કે સલાડ, ખાતી ચટણી કે ખાતો ખોરાક ન ખાઈ શકાઈ.ઘી સાથે મધ ન લઇ શકાઈ. દૂધ સાથે કઠોળ ન લેવા. ખીચડી-દુધ સાથે કાંદા (ડુંગળી) નું સલાડ ન લેવું. બાસુંદી સાથે ચા નું સેવન ન કરવું. દુધ પાક સાથે છાશ, કઢી તેમજ તીખો ખોરાક ન જ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles