મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આજીવન તંદુરસ્તી જાળવી રાખવા ફક્ત આટલુ કરો
રોજ ખુલ્લા શરીરે સવારના કુણા તડકામાં ૨૦ મિનિટ બેસો તો રોજની જરૂર પૂરતું વિટામિન ડી તમને મળી રહે એ શક્ય ના હોય તો દવાવાળાને ત્યાંથી સપ્લીમેન્ટ તરીકે લેશો ૧. રોજ લેવાતા પીણાંમાં ખાંડનું પ્રમાણ બને એટલું ઓછું રાખશો ખાંડવાળા મીઠાપીણાં, કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ, ફ્રૂડ જૂઈસ, કોલ્ડ કોફી વિથ આઇસ્ક્રીમ, અને ચા અથવા કોફી દિવસમાં બે…
નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા દર્દીઓ માટે ખુબ મદદગાર બની શકે આ , શુ છે આ પ્લાઝમા થેરાપી
કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે ગુજરાતમાં જે થેરાપીની શરૂઆત થઈ એ પ્લાઝમા થેરાપી શું છે ?(લાંબી અને જટિલ પ્રક્રિયાની અત્યંત ટૂંકમાં અને સરળ ભાષામાં સમજૂતી) જ્યારે કોઈપણ વાઇરસ માણસના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે લોહીમાં રહેલા ‘મેક્રોફેઈઝ’ આ અજાણ્યા દુશ્મનને પકડે છે અને પોતાની અંદર લઈ જઈને તેના ટુકડે ટુકડા કરી નાંખે છે. ત્યારબાદ ‘મેક્રોફેઈઝ’…
સ્ટેપ બાય સ્ટેપ હાથ ના દરેક ભાગ ને સ્વચ્છ કરવાની રીત વધુમાં વધુ શેર કરો
મેડીકલ ક્ષેત્રે ‘ હાથ ધોવા ‘ ને સદીઓ થી ઇન્ફેક્શન કંટ્રોલ નું શ્રેષ્ઠ સાધન માનવા માં આવ્યું છે. આ માટે એક વૈજ્ઞાનિક ટેકનિક આપવામાં આવેલી છે જેથી સ્ટેપ બાય સ્ટેપ હાથ ના દરેક ભાગ ને સ્વચ્છ કરી શકાય.(સર્જનો ઓપરેશન કરતા પહેલા આ જ ટેકનિક બરાબર ફોલો કરતા હોય છે જેથી તેમના દર્દી ને ઇન્ફેક્શન ના…
