મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
એનર્જી વાળો નાસ્તો શરીરની તાકાત વધારવા માટે ખાવ આ વસ્તુ
સુકો મેવો : અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રુટ શરીરને અંદરથી ગરમ રાખે છે. બદામ, અખરોટ વગેરે જેવા નટ્સમાં વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. શિયાળામાં ડ્રાયફ્રુટના લાડુ કે પછી પાક બનાવીને પણ આરોગી શકો છો. તમે ઈચ્છો તો દુધમાં બદામ અને અખરોટનો પાઉડર બનાવીને પણ પીવાના ઉપયોગમાં લઇ શકો છો. ભીંડા ખાવાના ફાયદા ભીંડામાં મળવા વાળા લાલસા…
શિયાળાની ઋતુમાં માણો અડદિયાની મજા તો શીખી લો અડદિયા બનાવવાની રીત | adadiya recipe
અડદિયા એ ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં માં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું એક કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવવાણી રીત જાણીશું અડદિયા બનાવવા માટે જરૂરી સામગ્રી:…
મહારાષ્ટ્રની એક ચટાકેદાર રેસીપી, “કર્જત વડા પાંવ”
ઘરથી દૂર હોવા છતાંયે ક્યારેય દૂર ન ગયા હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે ઘરમાં પોતાના ગામનો સ્વાદ બનાવીએ. આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું “કર્જત વડા પાઁવ” રૂપે. મુંબઈથી દક્ષિણ તરફ જનાર કોઈપણ ટ્રેનો કરજતના વડા પાઉંનો સ્વાદ લેવા માટે ચોક્કસ ઊભી રહે છે. સામગ્રી: ૧) ૯ થી ૧૦ મિડિયમ…
