ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વડોદરાની પ્રખ્યાત ભાખરવડી બનાવવાની રીત અચૂક વાંચજો

    સામગ્રી : પુરણ માટે ૩ નંગ કાચા કેળા ૨૫૦ ગ્રામ બટેટા પીસેલા આદુ મરચા ૨ ચમચી તલ ૩ ચમચી ખાંડ ૨ ચમચી લીંબુનો રસ ૧ ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું લોટ બાંધવા માટે : ૧૫૦ ગ્રામ મેંદા નો લોટ ૧૫૦ ગ્રામ ઘઉં નોલોટ તેલ સ્વાદ અનુસાર મીઠું બનાવવાની રીત બટેટા અને કેળાને ધોઈ ને…

  • ભરેલા ભીંડાનું શાક બનાવવાની રેસીપી

    ભરેલ મસાલા વાળા શક તો બધાને પ્રિય હોય છે આજે આપણે ભરેલા ભીંડાનું ગ્રેવી વારુ શાક બનાવશું. ગરમા ગરમ રોટલીને ભરેલ ભીડનું શાક મળી જાય તો જલસા પડી જાય જરૂરી સામગ્રી :- ભીંડો – 200 ગ્રામ, કાચા સીંગદાણા – 4 ચમચી, ચણાનો લોટ – 4 ચમચી, ગોળ – 2 ચમચી, મીઠું – સ્વાદાનુસાર, હળદર –…

  • મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો

    દરેક લોકોને મેંદુ વાળા ખુબ ભાવતા હોય છે સવાર સવારમાં એક પ્લેટ મેંદુવડા મળી જાય તો જલસા પડી જાય તો ચાલો આજે આપણે મેંદુવડા બનાવતા શીખીશું. મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજોબનાવવા માટે જરૂરી સામગ્રી :- લીલા મરચા – 2 થી 3 નંગ , અડદની દાળ – 1 કપ કોથમીર –…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles