ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમે ક્યારેય ન સાંભળી હોય એવી દરરોજ કામમાં આવે એવી 25 + કિચન ટીપ્સ અને હેલ્થ ટિપ્સ

    દાંત ની આયુર્વેદિક દવા : કિચન ટીપ્સ અને હેલ્થ ટીપ્સ | tips and trick | kitchen દાંત માં દુખાવો | મોમાંથી દુર્ગંધ: પાચનશક્તિ વધારવા | ગળું બેસું જવું તળેલ વાનગી તળિયે ચોંટે નહિ એ માટે સરગવાનું શાક રસદાર બનાવવા માટે : કબજિયાત અને લાગેલા ઘા મટાડવા : શરીરમાં આવતી ખંજવાળ દુર કરવા માટે ટમેટાની છાલ…

  • પગના તળીયે એકવાર લગાવો આ તેલ અને પછી જોવો અનેકગણા ફાયદા વિષે

    તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો .. એક શેટ્ટી મહિલાએ લખ્યું કે મારા દાદા 87 87 વર્ષની વયે અવસાન પામ્યા, પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, દાંતના દુ .ખાવા નહીં. તેણે એકવાર કહ્યું હતું કે મેંગ્લોરમાં રહેતા દરમિયાન તે એક વૃદ્ધને મળ્યો હતો. તેણે સૂતા સમયે તેને પગના તળિયા પર તેલ લગાડવાની સલાહ આપી…

  • તમે વિચારો છો સાંજે શાકમાં શું બનાવવું ? ઉનાળામાં શરીરને ઠંડક આપે એવા શાકભાજીથી બનતી વાનગી | shak recipe in gujarati

    ઉનાળા માં બજારમાં મળતા શાકભાજી મુખ્યત્વે શરીર ને ઠંડક આપે છે, આ બધા શાકભાજીમાં પાણી નો ભાગ વધારે હોય છે. આ ઋતુ માં વેલા માં થતાં શાકભાજી વધારે પ્રમાણમાં ખવાતા હોય છે. જેમક કે ભીંડા, ગવાર, દૂધી, ગલકાં, કારેલાં, ટીંડોળા, પંપકીન, સરગવો તુરિયા વગેરે જેવા શાક હાલ માં વધારે ઉપયોગ માં લેવાય છે. જે ઉનાળામાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles