મસાલાવાળા મકાઈના રોટલા બનાવવાની રેસીપી

ઠંડીમા રોટલા ખાવાની મજા પડે.એમા પણ જો સવારે નાસ્તા માં મસાલાવાળા મકાઈના રોટાલા હોય તો ચા પીવાની મજા વધી જાય.

સામગ્રી :-

  • ૧૧/૨ કપ મકાઈ નો લોટ
  • ૧ બારીક ચોપ ડુગળી
  • ૨થી ૩ ટે.સ્પૂન લીલુ લસણ બારીક ચોપ કરેલુ
  • ૨ થી ૩ ટે.સ્પૂન બારીક ચોપ મેથીની ભાજી
  • ૧ ટે.સ્પૂન આદુ,લસણની પેસ્ટ
  • ૧ ટે.સ્પૂન લાલમરચુ
  • ૧ ટી.સ્પૂન ધાણાજીરૂ
  • ૧/૨ ટી .સ્પૂન ગરમ મસાલો
  • ૧/૪ ટી.સ્પૂન હળદર
  • ૧ ટે.સ્પૂન દહી
  • ૧/૨ ટે.સ્પૂન ગોળ ( ઓપસ્નલ )
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ ટી.સ્પૂન તેલ + સેકવા તેલ

રીત :-

એક બાઉલ મા બધી સામગ્રી ભેગી કરી જરૂર પ્રમાણેનુ પાણી નાખી થોડો ઢીલો લોટ બાંધવો. લોટને ૧૦ મિનિટ રેસ્ટ આપવો.

હવે નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકો .લોટ ને કેળવી લૂઓ કરો તેને પાટલા પર થેપીને તવી પર ધીમા તાપે શેકી લો. તો તૈયાર છે મસાલાવાળા મકાઈના રોટલા એને દહી, ગળ્યુ અથાણું , ચટણી જે ભાવે એની સાથે સવૅ કરો. આ રોટલા એમનેમ પણ સારા લાગે છે.

  • લીલુ લસણ ના હોય તો સૂકુ લસણ ૧૫ થી ૨૦ કળી વાટીને લેવાય.
  • આ રોટલા રાત્રે ડીનરમાં પણ લેવાય.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Leave a Comment