ધરે બનાવો ચટપટી મકાઇ મેથીનો પુલાવ

ધરે બનાવો ચટપટી મકાઇ મેથીનો પુલાવ

બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧/૨ કપ મીઠી મકાઇના દાણા, ૩/૪ કપ સમારેલી મેથીની ભાજી, ૧ કપ બાસમતી ચોખા , ધોઇને નીતારી લીધેલા, ૧ ટેબલસ્પૂન માખણ, ૧ ટેબલસ્પૂન તેલ, ૨ to ૪ કાળા મરી, ૧૨ મિલીમીટર (૧/૨”) નો તજનો ટુકડો, ૨ લવિંગ, ૨ એલચી, ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા, મીઠું , સ્વાદાનુસાર,૧/૪ ટીસ્પૂન હળદર,૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં

પીરસવા માટે:
તાજું દહીં
બનાવવાની રીત :
એક પ્રેશર કુકરમાં માખણ અને તેલ ગરમ કરી તેમાં મરી, તજ, લવિંગ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૧/૨ મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લોપછી તેમાં મેથીની ભાજી અને મકાઇના દાણા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં ચોખા અને ૨ કપ ગરમ પાણી, મીઠું, હળદર અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.

પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.

તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો..

અમારી આ વાનગી તમને જરૂર પસંદ આવી હશે આવી જ અવનવી વાનગી મેળવવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો

Leave a Comment