મેંગો લસ્સી ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

0

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ અને કેરી ની મજા પણ લઇ શકીએ એવી કોઈક રેસીપી મળી જાય તો મજા આવે. વળી ફટાટાફ્ટ બની જાય એવું પણ હોવું જોઈએ. એટલે એક એવી જ રેસીપી બતાવી રહી છું એ છે મેંગો લસ્સી. ગરમી માં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરી નો સ્વાદ અને બની પણ ફટાફટ જાય. છે ને સરસ મજા ની રેસીપી. તો ચાલો આ ગરમી માં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.

મેંગો લસ્સી રેસીપી બનાવવા જરૂરી સામગ્રી

૨ કપ દહીં , ૧ પાકી કેરી , ૧/૪ કપ ખાંડ અથવા સ્વાદ અનુસાર , ૧ ચમચી બદામ ની કતરણ , ચપટી એલચી પાઉડર (જો તમને એલચીનો સ્વાદ ભાવતો હોય તો), ૫-૬ બરફ ના ટુકડા( ice cube)

મેંગો લસ્સી રેસીપી બનાવવાની રીત : step by step mango recipe

કેરી ને ધોઈ ને છાલ ઉતારી લો અને સમારી લો ત્યારબાદ હવે એક મિક્સર જાર માં કેરી, દહીં, ખાંડ અને બદામ ના ટુકડા મિક્સ કરી ને બધું બરાબર પીસી લો હવે લસ્સી ને સર્વ કરવા ના ગ્લાસ માં કાઢો અને ઉપર બદામ ની કતરણ થી સજાવો તો તૈયાર છે મેંગો લચ્છી

તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારું ફેસબુક પેઝ જરૂર like અને share કરજો બીજી અન્ય રેસીપીની માહિતી મેળવવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here