વેકેશનમા બાળકોને ખવડાવો વેજીટેબલ પાસ્તા

ધણી શાળા ઓ માં વેકેશન શરૂ થઈ ગયું છે એટલે બાળકો ધર મા રહેવાના ને બાળકો ધર મા હોય એટલે કાંઇ ને કાંઇ ખાવા ની માંગણી ચાલુ જ રહેવા ની. તો આજ ની મારી રેસીપી છે બાળકો ના મનપસંદ પાસ્તા ની.વેજીટેબલ પાસ્તાસામગ્રી- ૨૫૦ ગ્રામ- બાફેલા પાસ્તા .૨ નંગ- કાપેલી ડુંગળી .૨ નંગ- કાપેલા કેપ્સીકમ.૨ નંગ- કાપેલા ટમેટા .૩ ચમચી- બટર ૨ ક્યુબ- ચીઝ.૧ ચમચી- તેલ.૨ ચમચી- ચીલી ફલેકસ.૧ ચમચી- ઓરેઞાનો ૩ ચમચી- પાસ્તા નો મસાલો
૪ ચમચી- પાસ્તા સોસ મીઠું સ્વાદ મુજબ રીત-સૌ પ્રથમ પાસ્તા ને બાફી લેવાં. પછી તે બફાઈ જાય એટલે તેને ગરમ પાણી માં થી કાઢી ને ઠંડા પાણીમાં સહેજ વાર માટે નાખી દેવા જેથી તે એક બીજા સાથે ચોટશે નહીં. પાસ્તા બાફતી વખતે તેમાં સહેજ તેલ અને મીઠું નાખવું.પછી પાસ્તા ને એક કાણા વાળા વાસણ માં કાઢી લેવાં જેથી તેનું બધું પાણી નીતરી જાય અને તે કોરા પળી જાય. એક કઢાઈ માં બટર ગરમ કરી તેમાં ડુંગળી, કેપ્સીકમ અને ટમેટા સાંતળી લેવા પછી તેમાં બધો સૂકો મસાલો .પાસ્તા સોસ અને સ્વાદ મુજબ મીઠું નાખી છેલ્લે પાસ્તા નાખી બરાબર હલાવી લેવાં. હવે એક પ્લેટ માં પાસ્તા કાઢી ઉપર ચીઝ ખમણી ને પીરસવા.

વેજીટેબલ સલાડ સામગ્રી – 3થી 4 બટાકા, 1 ડુંગળી, 100 ગ્રામ કોબીજ, 1 કાકડી, 1 ગાજર, 4 બ્રોકલી, 1 ટામેટું, 2 લીલા મરચાં, 2 ચમચી લીંબુ રસ, 1 ચમચી કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર સંચળ, અડધી ચમચી મીઠું, પ્રમાણસર બારીક કાપેલી કોથમીર.

બનાવવાની રીત – બટાકાને સારી રીતે બાફી લો અને ઠંડા કરી છોલી લો. બટાકાને એકસરખા ચાર ભાગમાં કાપી લો. હવે એક વાટકામાં અડધઆ બટાકા, ડુંગળી, કોબીજ, કાકડી, બ્રોકલી, ટામેટા અને લીલા મરચાંને એક ચમચીથી મિક્સ કરી દો. હવે તેમાં મીઠું, કાળા મરીનો પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને સંચળ મિક્સ કરો. તો તૈયાર છે તમારું પોટેટો સેલેડ. હવે ઉપરથી કાપેલી કોથમીરથી ગાર્નિશ કરી પીરસો.

Leave a Comment