હોટેલમાં મંગાવો તો 50-60 રૂપિયા ખર્ચવા પડે, તો ઘરે સાવ સરળ રીતથી બનાવો મસાલા પાપડ

0

મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો આ પાપડ ન હોય તો બીજા પણ વાપરી શકો. મસાલા પાપડ એક એવી વાનગી છે જે બને તેવી તરત જ સર્વ કરી દેવી જોઈએ નહિં તો પાપડ પોચો પડી જશે અને ખાવાની મજા નહિ આવે.મસાલા પાપડ બનાવવામાં જરૂરી

  • સામગ્રી
  • 2 કે 3 મોટી સાઈઝના પાપડ
  • 1 મિડિયમ સાઈઝની ડુંગળી (ઝીણી સમારેલી)
  • 1 મિડિયમ સાઈઝનું ટમેટુ (ઝીણું સમારેલુ)
  • 2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
  • 1 ચમચી લીંબુનો રસ
  • અડધી ચમચી લાલ મરચા પાવડર
  • 1 ચમચી શેકેલો જીરા પાવડર
  • 1 ચમચી ચાટ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • પાપડ તળવા માટે તેલ,
  • એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા, લાલ મરચા પાવડર,
  • શેકેલો જીરા પાવડર, ચાટ મસાલા પાવડર અને નમક મિક્સ કરો. તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો મસાલા કે લીંબુનો રસ ઉમેરી શકાય પાપડ તળો તે પહેલા જ આ મિશ્રણ તૈયાર કરો

એક પેનમાં તેલ લઈને ગરમ તેલમાં પાપડ તળો. ચિપિયાનો ઉપયોગ કરશો તો પાપડ વળી નહિ જાય. થોડી જ સેકન્ડમાં પાપડ કડક થઈ જશે. પાપડને બ્રાઉન કરવાની જરૂર નથી. પાપડ તળાય એટલે તેને તરત જ કાઢી લો. તમારે પાપડ તળવો ન હોય તો તમે તેને બંને બાજુ તેલ લગાવીને તવા પર શેકી પણ શકો છો.આ પાપડને પેપર નેપકિન પર રાખી દો જેથી વધારાનું તેલ ચૂસાઈ જાય. હવે આ પાપડ પર મિશ્રણ પાથરી દો. તેના પર કોથમીર અને ચાટ મસાલો ભભરાવી તરત જ સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here