નાનો મેથીનો દાણો ખાવાના આ ભરપૂર ફાયદા જાણી લો..આજથી જ સેવન કરશો

0

વળી ઘણીવાર ઋતુ પ્રમાણે શરદી કે ઉધરસ થઇ શકે છે . જો કે તેમ છતાં સાવચેતી લેવી ખૂબ જ જરૂરી છે . કફની પ્રકૃતિ હોય તો કોરોના સંકટમાં આ લોકોને ખાસ ધ્યાન રાખવું . જો કે આ મહામારી લોકોને શારિરીક રીતે અંદરથી મજબૂત કેમ રહેવું તે પર ભાર મૂકતા શીખવ્યું છે . તો જો તમે પણ નિરોગી રહેવાના પ્રયાસો કરી રહ્યા હોય તો મેથી તમારા માટે લાભકારી થઇ શકે છે . મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ નથી કરતા . પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વધારે છે , સાથે જ આ ભૂખ વધારવામાં પણ મદદરૂપ હોય છે આજે અમે તમને મેથીના આવા જ કેટલાક | ઉપાયો વિષે જાણકારી આપીશું . જે તમને વાયુ અને પિતાની સમસ્યામાં મદદરૂપ થઇ શકે છે . સાથે જ શરદી , પાચનતંત્રની સમસ્યા ઓછી કરીને શરીરને અંદરથી મજબૂતી આપી શકે છે . *

અત્યાર સુધી મેથીના જાતજાતના પ્રયોગ અને ઉપચારો આપ વાંચી ચૂક્યા હશો અને કરી ચૂક્યા પણ હશો. પરંતુ આ ઓછો પ્રચલિત અને અકસીર પ્રયોગ બધા સાંધાના દુ:ખાવા અને એમાં ખાસ કરીને આમજન્ય દુ:ખામવો હોય એમાં અકસીર સાબિત થયો છે.

રીત : ૧૦૦ ગ્રામ મેથીના કુરિયા અથવા મેથી ખાંડીને પાવડર બનાવવો. એને મુઠ્ઠીભર (આશરે દોઢથી બે ચમચી) દીવેલનું મોણ આપીને બે કલાક મૂકી રાખવું. પછી તેને લોઢી -તવી પર ધીમા તાપે શેકવું. બદામી રંગનું થવા દેવું. ઠંડુ થવા આવે ત્યારે એમાં એક ચમચી હળદર, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી અજમાનો પાવડર ઉમેરીને હલાવીને ભરી લેવું. એમાંથી સવારે અને સાંજે અડધી-અડધી ચમચી પાવડર, નવશેકા ગરમ પાણી સાથે ફાકી જવો.

મેથી દાણામાં ફાઈબર ૨૫ ગ્રામ છે, કેલ્શિયમ 17 % છે, આયર્ન 18.6% કોલેસ્ટ્રોલ બિલકુલ નથી. સોડિયમ પોટેશિયમ થોડી માત્રામાં છે.

મેથીના દાણા સ્વાસ્થય માટે ખૂબ લાભકારી છે . મેથીના નાના નાના દાણામાં પણ અનેક ઔષધીય ગુણો છે . અનેક લોકો માથાના વાળથી લઈને પેટના ગેસ અને દુખાવાની અનેક તકલીફો સામે લડવા માટે મેથીના દાણાનું સેવન કરે છે . અને આજ રીતે પીરીયલ્સના દુખાવામાં રાહત માટે પણ મેથી ઉપયોગી સાબિત થઇ શકે છે . *

મેથીમાં એન્ટીઓક્સડેટ્સ ગુણ છે જેના કારણે તે પીરીયન્સના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે , માસિક ચક્ર દરમિયાન મેથીનું સેવન કરવું જોઇએ . આ માટે મેથીની પીસીને તેનું ચૂરણ બનાવો અને સવાર અને સાંજે તેને હળવા ગરમ પાણી કે દૂધ સાથે લો . આમ કરવાથી પીરિયન્સના દુખાવામાં રાહત મળશે . * મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે સાથે શરીરને બહારથી પણ સુંદરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે , યંગ એજમાં અનેક યુવક યુવતીઓને ખીલની સમસ્યા રહે છે . વળી કેટલીક વાર આ ખીલના કારણે ચહેરા પર ડાઘ પણ પડી જતા હોય છે . ખીલથી છૂટકારો મેળવવા માટે ૫ ચમચી મેથીના દાણાને પ ગ્લાસ પાણીમાં ભરીને રાતભર રાખી દો . તે પછી સવારે આ પાણીની ચહેરો દિવસમાં ત્રણ વાર સાફ કરો . તેનાથી ખીલની સમસ્યામાં રાહત રહેશે . આમ કરવાથી તમારા ચહેરાની કરચલી , ખીલની સમસ્યા દૂર થશે * મેથીના દાણાને વાટીને જો સ્ક્રીન પર લગાવવામાં આવે તો I આ સુંદર અને મુલાયમ બનાવે છે . I * ડાયાબિટીસ હોય તો મેથીના ઉપચાર ખૂબ જ લાભકારક

સાબિત થઇ શકે છે . ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનો પાવડર પાણી સાથે લેવો . વળી એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે . * મેથી કડવી હોય છે . ડાયાબિટીસમાં પેશાબ સાથે જતા લૂકોઝનું પ્રમાણ ઘટાડવાનો તે મદદરૂપ થઇ શકે છે . ડાયાબિટીસના દર્દીએ ૧ નાની ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી , સવારે ખૂબ મસળીને , ગાળી લેવી . એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું . આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણે ઓછું થાય છે.ડાયાબિટીસના રોગીએ સરળ અને સાદો ઉપચાર ધીરજં રાખી કરવાથી ચોક્કસ ફાયદો થશે . * ઝાડાની સમસ્યા હોય તો મેથી , રાઈ અને અજમાને સમાન માત્રામાં લઈને તેનુ એક ચૂરણ બનાવી લો . તમે ચાહો તો તેમાં થોડી માત્રામાં મીઠું પણ નાખી શકો છો . જો તમારા ઘરમાં કોઈને ઝાડાની સમસ્યા છે તો તમે આ ચૂરણ આપી શકો છો . પાણી સાથે આ ચૂરણને લેવાથી ખૂબ ફાયદા થશે . * શરીરના ભાગોમાં દુખાવો રહેતો હોય તો મેથીના ચૂરણનો ઉપયોગ કરવો લાભકારી છે . મેથીના દાણાને વાટીને ચૂરણ બનાવી લો . તેમા સંચળ મિક્સ કરીને દિવસમાં બે વાર કુણા પાણી સાથે લેવાથી દુખાવામાં રાહત મળે છે . * શરદી – ઉધરસનો મેથી રામબાણ ઇલાજ માનવામાં આવે છે . મેથીના દાણાનો કાઢો બનાવીને પીવાથી ઉધરસ અને શરદી જેવી બીમારી પણ જડમૂળથી દૂર થાય છે , * મેથીના દાણાનો પ્રયોગ ઘા અને બળતરાની સારવાર રૂપે પણ કરવામાં આવે છે . * પહેલાના જમાનામાં બાળકના જન્મને સરળ બનાવવા માટે ગર્ભવતી સ્ત્રીને મેથી ખવડાવવામાં આવતી હતી . * મેથીમાં એવા પાચક એંજાઈમ છે , જે અગ્નાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે . જેના કારણે પાચન ક્રિયા પણ સરળ બને છે . * મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે . * મેથીને જો થોડી માત્રામાં જો રોજ લેવામાં આવે તો તેનાથી માનસિક સક્રિયતા વધે છે . સાથે જ આ શરીરના કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે . ઉપાય કરતા પહેલા ડોક્ટર કે વૈદ્યરાજ અથવા ડાયેટીશયનની સલાહ લેવી જરૂરી છે . •

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here