Homeરેસીપીઅઠવાડિયાનું મેનુસોમવારનું સ્પેશિયલ મેનું નોંધી લો | Monday menu

સોમવારનું સ્પેશિયલ મેનું નોંધી લો | Monday menu

દરરોજ એક જ પ્રશ્ન હોય છે શું રસોઈ બનાવવી હવે તમારે રસોઈ બનવવા વિચારવું નહિ પડે અમે તમારી સાથે લઇ ને આવીયા છે સોમવાર માટેની રસોઇ મેનુ આ મેનુ તમારા મિત્રો સાથે પણ શેર કરજો

સવારનો નાસ્તો | નાસ્તાનું મેનુ | morning menu | snacks menu | કાચા કેળા અને વટાણા ના સ્ટફડ પરાઠા

પરાઠા બનાવવાં માટે જરૂરી સામગ્રી :

 • પરાઠા સ્ટફિંગ માટે:
 • 250 ગ્રામ કાચા કેળા
 • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
 • 100 ગ્રામ લીલાં વટાણા
 • 1/4 ટી સ્પૂન ચાટ મસાલો
 • 1/4 ટી સ્પૂન ગરમ મસાલો
 • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
 • 1/4 ટી સ્પૂન સુંઠ પાવડર
 • 1/8 ટી સ્પૂન જીરું પાઉડર
 • 1/8 ટી સ્પૂન મરી પાવડર
 • મીઠું સ્વાદાનુસાર
 • પરાઠા માટે:
 • 1 કપ ઘઉં નો લોટ
 • 1 ટી સ્પૂન તેલ
 • મીઠું સ્વાદાનુસાર

સ્ટફડ પરાઠા બનાવવાની રીત :

 1. સૌપ્રથમ ઘઉંનો લોટ ચાળી તેમાં મીઠું અને મોણ નાખીને તેમાંથી મધ્યમ નરમ કણક પાણી તૈયાર કરી ઢાંકીને 30 મિનિટ માટે રહેવા દો.
 2. સ્ટેપ2કાચા કેળા અને વટાણા બાફીને તેનો માવો કરીને તેમાં ઉપર જણાવેલા બધા જ મસાલા ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો.
 3. તૈયાર કણેક ને તેલ થી મસળીને તેમાં થી એક સરખા મોટા લુવા તૈયાર કરી, એને વણી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી ને તને બંધ કરી તેમાંથી પરોઠા વણી લો અને મધ્યમ તાપે બંને તરફ આછાં લાલ ટપકાં પડે તે રીતે ઘી, તેલ અથવા બટર મૂકી ને શેકી લો.
 4. સ્ટફડ પરાઠા દહી, અથાણું,મરચા તથા ચટણી સાથે સર્વ કરો.

બપોર નું ભોજન | બપોરે બનાવી શકાય તેવું મેનુ | lunch menu | મગ મસાલા બનાવવા ની રેસીપી | moong masala recipe

 • 1 વાટકી મગ
 • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
 • પાણી જરૂરિયાત મુજબ
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1 ચમચી મરચુ પાઉડર
 • 1 ચમચી ધાણાજીરુ
 • 1/2 ચમચી હળદર
 • 1/2 ચમચી ગરમ મસાલો (ઓપ્સનલ)
 • 1 મોટુ ટામેટું જીણુ સમારેલ
 • ધાણાભાજી જરુર મુજબ

moog masala bnavvani rit | મગ મસાલા બનાવવાની રીત

સૌ પ્રથમ મગ ને ધોઇ સાફ કરી એક કુકર મા 2 ગ્લાસ પાણી, 1/2ચમચી મીઠું નાખી 5 થી 6 સીટી કરી બાફી લો. એક પેન મા વઘાર કરવા માટે તેલ ગરમ મુકો. તેલ બરાબર ગરમ થાઇ એટલે તેમા રાઇ,જીરુ,લીમડો,હીંગ નાખી દો. ટામેટું ઉમેરી બરાબર સાતળી લો. હવે મગ ઉમેરી બઘા મસાલા એડ કરી મીડિયમ ફલેમ પર 5 થી 7 મિનિટ રહેવા દો. મગ એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી ધાણાભાજી થી ગાનિઁશ કરી, રોટલી કે ભાત સાથે ગરમા ગરમ પીરસો

સાંજનું મેનુ બનાવવા માટેની રેસિપી | છોલે ભટુરે | છોલે | chhole bhature

છોલે ભટુરે બનાવવા માટે જરૂરી સામગ્રી

 1. છોલે બનાવવા માટે,
 2. 1 કપ છોલે ચણા
 3. 3 મિડિયમ સાઇઝની ડુંગળી
 4. 3 મિડિયમ ટામેટાં
 5. 2 ટેબલ સ્પૂન આદું લસણ મરચાં ની પેસ્ટ
 6. ટુકડો તજનો
 7. 1 તમાલપત્ર
 8. 2-3 લવિંગ
 9. 1 મોટી ઇલાયચી
 10. 1 બાદિયાનો ટુકડો
 11. 1 ટીસ્પૂન જીરુ
 12. ચપટી હીંગ
 13. 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
 14. 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ પાઉડર
 15. 1 ટેબલ સ્પૂન છોલે મસાલો
 16. 1/2 ટીસ્પૂન હળદર
 17. 1/2 ટીસ્પૂન સંચળ પાઉડર
 18. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
 19. મીઠું સ્વાદ પ્રમાણે
 20. 2 ટેબલ સ્પૂન તેલ
 21. 2 ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
 22. 2 ચમચી સમારેલી કોથમીર
 23. 1 ટીસ્પૂન કસુરી મેથી
 24. ભટુરે બનાવવા માટે,
 25. 2 કપ મેંદો
 26. 1/4 કપ દહીં
 27. 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ
 28. 2 ટીસ્પૂન મીઠું
 29. 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
 30. 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર
 31. 3 ટેબલ સ્પૂન તેલ
 32. પાણી જરૂર મુજબ
 33. તળવા માટે તેલ

છોલે ભટુરે બનાવવાં માટેની રીત:

છોલે બનાવવા માટે, છોલેના ચણાને ધોઇને ૬ કલાક માટે પલાળી લેવા. પછી તેને મીઠું નાખી સામાન્ય ગળી જાય તેવા બાફી લેવા. ડુંગળી અને ટામેટા ને ઝીણા સમારી લેવા કે પીસી લેવા.હવે એક કઢાઇમાં ૨ ટેબલ ચમચી તેલ ગરમ મૂકી તેમાં જીરુ, લવિંગ, તજ, તમાલપત્ર, મોટી ઇલાયચી, બાદિયા અને હીંગનો વઘાર કરવો.

પછી વઘાર માં આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી સાંતળવી. થોડું સંતળાય એટલે ક્રશ કરેલા ડુંગળી ટામેટા ઉમેરી સાંતળવા.બરાબર સંતળાય ને તેલ છૂટું પડે એટલે બધા સૂકા મસાલા (લાલ મરચું,હળદર,ધાણા જીરુ,છોલે મસાલો,ગરમ મસાલો,સંચળ પાઉડર,મીઠું) ઉમેરી મિક્સ કરી સાંતળવું.

હવે થોડા પાણી સાથે બાફેલા છોલે ચણા નાખી હલાવી ૧૦ મિનિટ ઢાંકીને થવા દેવા. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. થઇ જાય એટલે ફ્રેશ ક્રીમ,કસ્તૂરી મેથી અને કોથમીર નાખી મિક્સ કરી લેવું. ૨ મિનિટ કુક થવા દેવું.છોલે તૈયાર છે.

ભટુરે બનાવવા માટે, એક મોટાં બાઉલમાં મેંદો ચાળીને લેવો. તેમાં મીઠું, ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, તેલ નાખી મસળીને મિક્સ કરવું. પછી તેમાં દહીં ઉમેરી ફરી બરાબર મિક્સ કરી લેવું.

હવે જરુર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો સોફ્ટ લોટ બાંધવો. ઉપર 1 ચમચી જેટલું તેલ લગાવી ઢાંકીને દોઢ થી બે કલાક માટે લોટ રાખવો. દહીં સોડાથી લોટમાં ખમીર આવશે. તેના માટે રેસ્ટ આપવો જરુરી છે. તે પછી લોટમાંથી મોટા ભાખરીના હોય તેવા લૂઆ બનાવી પાતળી પૂરી જેટલી જાડાઇવાળા ભટુરા વણવા. બાજુમાં તેલ ગરમ મૂકી દેવું. વણીને તરત ગરમ તેલમાં ભટુરાને મૂકવું. એની જાતે જ એ ફૂલશે. ગેસ મિડિયમ તાપે રાખવો. પૂરું ફૂલી જાય પછી ઉલ્ટાવીને બીજી બાજુ તળી લેવી. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન તળાઇ જાય એટલે કાઢી લેવું.

ગરમ ભટુરાને ગરમાગરમ છોલે, તળેલા મરચા, આચાર, ડુંગળી સાથે સર્વ કરવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest articles