રાત્રે ઊંઘ ન આવતી હોય કે મોડી આવતી હોય તો અનિદ્રાનો ઉપાય વાંચો અને શેર કરો

1

અનિદ્રા : ( ૧ ) કુમળાં વેંગણ અંગારામાં શેકી , મધમાં મેળવી સાંજે ચાટી જવાથી સારી ઊંધ આવે છે . પ્રયોગ થોડા દિવસ ચાલુ રાખવાથી અનિદ્રા મટે છે .

( ૨ ) ડુંગળીનું કચુંબર રાત્રે ખાવાથી સારી ઊંઘ આવે છે . ૩ ) પોઈ નામની વનસ્પતિના વેલા થાય છે . એનાં પાનનાં ભજિયાં બનાવવામાં આવે છે . એ ખેતર કે વાડામાં ઉગે છે . આ પોઈનાં પાનનો ૧ ચમચો રસ ૧ પ્લાલા દૂધ સાથે રાતે સૂવાના કલાકેક પહેલાં લેવાથી સારી ઊંઘ આવે છે .

( ૪ ) મોટા ભૂરા કોળાની છાલ ઉતારી , બી તથા અંદરનો પોચો ભાગ કાઢી નાખી , બબ્બે રૂપિયા ભારનાં પતીકાં પાડી પાણીમાં બાફવા . જરા નરમ પડે એટલે કપડામાં નાખી પાણી નિતારી કાઢવું . બાફેલાં પતીકાં બમણી સાકરની ચાસણીમાં નાખવાં . કેસર અને એલચી ઈચ્છા પ્રમાણે નાખી શકાય . આ મુરબ્બો અનિદ્રા મટાડે છે .

( ૫ ) સૂતા પહેલાં ૧ / ૨ કિલોમીટર ખૂબ ઝડપથી ચાલવું અને પાછા વળતાં ધીમેથી ચાલવું . આવીને અડધો ગ્લાસ સોડા પીને સૂઈ જવાથી ધસંધસાટ ઊંઘ આવે છે .

( 6 ) કોળું વધારે માત્રમાં લેવાથી દસ્ત સાફ આવે છે અને નિદ્રા આવે છે .

( ૭ ) કોકમને ચણીની માફક પીસી , પાણી સાથે મેળવી , ગાળી , નાખી તેનું શરબત બનાવીને પીવાથી નિદ્રનાશ મટે છે .

( 8 ) રોજ રાત્રે એક સફરજન ખાવાથી અને એક ગ્લાસ દૂધ ઓછામાં ઓછી પંદર દિવસ સુધી પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે .

( ૯ ) ૧ ચમચો વરિયાળીનો શુદ્ધ અર્ક એકાદ વાડકી પાણીમાં ભેળવી રાતે સૂતી વખતે લેવાથી અનિદ્રાની ફરિયાદ મટે છે . વરિયાળીનો અર્ક જેટલો શુદ્ધ અને ચોખ્ખો હોય તેટલો વધુ ફાયદો કરે છે .

( ૧૦ ) ભેંસના દૂધમાં અશ્વગંધાનું ચૂર્ણ મેળવી પીવાથી અનિદ્રાનો રોગ મટે છે .

( ૧૧ ) એરંડના કુમળા અંકુરને વાટી થોડું દૂધ ઉમેરી કપાળે ( માથા પર ) અને કાન પાસે ચોપડવાથી સુખપૂર્વક ઊંઘ આવે છે .

( ૧૨ ) ગંઠોડાનું ચૂર્ણ ગોળ સાથે મેળવી ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે . ( ૧૩ ) ચોથા ભાગના જાયફળનું ચૂર્ણ પાણી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે . |

( ૧૪ ) ઊંઘ માટે પગના તળિયે ધીની માલિશ કરવી . ( ૧૫ ) ઊધ માટે ગંઠોડાનો ૨ ગ્રામ ભૂકો ૨૦૦ મિ . લી . દૂધમાં ઉકાળી સૂતી વખતે પીવું . ( ૧૬ ) ઊધ માટે જાયફળ , પીપરી મૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરીને પીવું .

( ૧૭ ) ઊંઘ માટે ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટી સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવું . | ( ૧૮ ) ગંઠોડાનું ૨ ગ્રામ જેટલું ચૂર્ણ ઘી – ગોળ સાથે ખાવાથી ઊંઘ આવે છે .

|( ૧૮ ) ગંઠોડાનું ૨ ગ્રામ જેટલું ચૂર્ણ ઘી – ગોળ સાથે ખાવાથી ઊંઘ આવે છે .( ૧૯ ) સાંજે બે – ચાર માઈલ ચાલવાથી ઊંઘ આવે છે .

( ૨૦ ) અરડૂસાનો તાજો કડક ઉકાળો અથવા દૂધમાં અરડસો ઉકાળીને સુવાના કલાકેક અગાઉ પીવાથી સારી ઊંઘ આવે છે .( ૨૧ ) ભેંસના ગરમ દૂધમાં ગંઠોડા કે દિવેલ નાખી પીવાથી સારી ઊંઘ આવે છે .( ૨૨ ) દરરોજ રાતે બનફસાનું સ્વાદિષ્ટ શરબત પીવાથી સરસ ઊંઘ આવે છે .બનફસા એક પ્રકારનું ઘેરું લીલું પહાડી ઘાસ છે .

( ૨૩ ) રાત્રે સૂવાના એકાદ કલાક પહેલાં હૂંફાળા દૂધમાં ૮ – ૧૦ ટીપાં બદામના તેલનાં નાખી ધીમે ધીમે પીવાથી સારી ઊંઘ આવે છે .એનાથી બીજે દિવસે શરીરમાં સારી સ્કુર્તિ પણ રહે છે .( ૨૪ ) રાત્રે સૂતી વખતે હૂંફાળા દૂધમાં એક ચમચી ધી અને અડધી ચમચી હળદર નાખી પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે .

સમય નથી વહેતો , આપણએ વહીએ છીએ .સમય તો ત્યાંજ ઉભો રહે છે .- ભર્તુહરિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here