૧૦૦ થી વધુ રોગોનો અકસીર ઈલાજ કરે છે આ વનસ્પતિ ફળ

0

આજનું વનસ્પતિ વિશેષ ફળ છે નોની આ ફળ વધુમાં વધુ રોગો માટે અમૃત સમાન માનવામાં આવે છે આ ફળનું સેવન ૧૦૦ થી વધુ રોગોનો નાશ કરે છે આ ઔસધી ફળ, શ્વાસના રોગ, અસ્થમા, લોહી શુધ્ધિ, યુરીક એસિડ જેવા ૧૦૦થી વધુ રોગો માટે અમૃત સમાન છે આ ફળ , પ્રાકૃતિક ઔષધીનો ભંડાર માનવામાં આવે છે.

નોની ફળમાં vitamin A, Vitamin B, Vitsmin C, vitamin D  અને vitamin E નો સમાવેશ થાય છે. સાથે સાથે નોની ફળ માં પ્રોટીન,કાર્બન, ફેટ, ફોલેટ, બાયોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ ,પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં આવેલા છે. નોની ફળની અંદર ,એન્ટી કેન્સર અને ટોક્સિન્સ કલીયરન્સ જેવા ગુણધર્મો પણ આવેલા છે.

નોની ફળ અસ્થમા અથવા અન્ય શ્વસન રોગો ને રોકવામા મદદગાર છે. શ્વસન સંબંધી રોગોથી બચવા માટે નોની ફળ નું સેવન કરવું જોઈએ. આ ફળ કોઈપણ પ્રકારના ચેપમાં પણ ઉપયોગી છે. આપણા શરીરમાં કોલેજન પેશીઓ જોવા મળે છે જે ઘાને મટાડવામાં મદદ કરે છે. નોની લોહીના પ્રવાહને યોગ્ય માત્રામાં રાખે છે. જે ઘા ને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.

નોની ફળ લીવરને મજબૂત કરી પાચક રસ સારી રીતે પેદા કરે છે. તેથી શરીરમાં જે તે ખોરાકનું પાચન સારી રીતે થાય છે. આંતરડાને પણ સાફ કરે છે. આમ નોની ફળ પાચન સંબંધી તકલીફમાં પણ ફાયદાકારક છે. તેમજ આંતરડાના કેન્સર જેવા અતિ ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે.

નોની ફળની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ આવેલું હોવાથી કિડનીની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આથી શરીરમાં લોહી શુદ્ધ થાય છે. તેમજ પોટેશિયમ હૃદયના ધબકારા અને હાઇબ્લડપ્રેશરને પણ કન્ટ્રોલ કરે છે. આમ શરીરને જરૂરી એવા મુખ્ય અંગો કિડની હૃદય અને મજબૂત બનાવે છે.

નોનીમાં મિલેનિનને બનતું અટકાવવા માટે પોષકતત્વ મળી આવે છે. મિલેનિન ચામડીના રંગને નિર્ધારિત કરે છે, જેમાં વધુ મિલેનિન બને છે, તેની ચામડી નો રંગ કાળો હોય છે. અને નોની તે બનતું અટકાવે છે. નોની ફળ કેલરી ઓછી કરવામાં મદદ કરે છે જેનાથી વજન ઓછું થાય છે. જો વજન વધારે છે અને વજન ઓછું કરવા માંગો છો, તો આ ફળનું સેવન કરવાથી ફાયદો થશે. વજન નિયંત્રિત કરવા માટે નોની ફળોનો રસ પીવો.

નોની ફળ શરીરમાં જુદા જુદા સાંધામાં થતા દુખાવા તેમજ આર્થ્રાઇટીસ એટલે કે વાની તકલીફમાં પણ ફાયદાકારક છે. તેમજ તંદુરસ્ત વ્યક્તિ નોની ફળના જ્યુસનું સેવન કરે તો તેની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીમાં વધારો થાય છે. અને અન્ય રોગો સામે લડવા શરીર સક્ષમ બને છે. નાના-મોટા વાયરસ તેમજ બેક્ટેરિયાના ઇન્ફેક્શન શરીરમાં ઝડપથી લગતા અટકાવે

નોની નો રસ લોહીમાં યુરિક એસિડ ઘટાડે છે અને સંધિવાનું જોખમ ઘટાડે છે. નોનીના એન્ટી વાયરલ ગુણધર્મો ને લીધે શરદી, ખાંસી, તાવ અને શરીર ના દુખાવામાં રાહત મળે છે. નોનીના રસમાં વિટામિન સી અને સેલેનિયમ હોય છે જે ત્વચાનેહાનિકારક રોગથી સુરક્ષિત કરે છે. ત્વચાની સાનુકૂળતા પણ જાળવી રાખે છે. તેમાં ખીલ વિરોધી ગુણધર્મો પણ છે જે ખીલને રાહત આપે છે.

જડીબુટ્ટીના લિસ્ટમાં જાણીતું એવું એક ફળ એટલે નોની ફળ. તેના પાન, ફળ અને જયુસનો પણ દવામાં ઉપયોગ કરાય છે. માનવામાં આવે છે કે આ ચમત્કારિક ફળમાં 100થી પણ વધારે રોગને સાજા કરવાની તાકાત છે આ સિવાય તેમાં 150થી પણ વધારે પોષક તત્વો છે. માનવામાં આવે છે કે તે કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. બજારમાં નોની જ્યૂસ મળી રહી છે.

નોની ફળના ફાયદાઓ વિષે જાણીએ તો

ઇમ્યુન સિસ્ટમને સુધારે છે: કોરોનામાં ઈમ્યુન સિસ્ટમને સારી રાખવા માટે અનેક ઉપાયો અજમાવવામાં આવે છે. નોનીનો જ્યૂસ તમને મદદરૂપ થઈ શકે છે.તેના નિયમિત સેવનથી ઈમ્યુન સિસ્ટમ સારી રહે છે. એવામાં તમે બીમારી સામે લડી શકો છો.

ઝડપથી વજન ઘટાડે છે: નોનીના જ્યૂસમાં એન્ટી ઓબેસિટી ગુણ મળે છે.એવામાં તે આ લોકોને માટે ફાયદો કરે છે જે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છે છે.વજન ઘટાડવાથી અનેક રોગ નિયંત્રિત થઈ જાય છે.

બ્લડ શુગરને કરે છે કંટ્રોલ: નોની જ્યુસ બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટિસ નિયંત્રણમાં રહે છે. સામાન્ય લોકોને ડાયાબિટિસથી રક્ષણ મેળવવામાં પણ મદદ કરે છે.

કેન્સર સામે આપે છે રક્ષણ: શોધમાં સામે આવ્યું છે કે નોનીમાં બીટા ગ્લુકેન્સ અને સંયુગ્મિત લિનોલિક એસિડ હોય છે જેના કારણે તે પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને રોકવામાં સક્ષમ રહે છે. સાથે કેન્સરથી બચવામાં પણ મદદ કરે છે.

ઇન્ફર્ટિલિટીની સમસ્યાને કરે છે દૂર: આ નોની જ્યૂસથી પુરુષોમાં નપુસંકતા અને સ્ત્રીઓને વાંઝિયાપણું દૂર કરવામાં મદદ મળે છે. મહિલાઓને માસિકની મુશ્કેલીઓમાં પણ મદદ કરે છે.

જાણો કોણે ન કરવું જોઈએ આ ફ્રૂટ કે જ્યૂસનું સેવન: કિડનીની બીમારી ધરાવતા લોકોએ નોનીના જ્યૂસનું સેવન કરવું નહીં. જો તમે હાઈ બીપીની દવા લઈ રહ્યા છો તો નોની જ્યૂસ કે ફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. જરૂર કરતા વધારે સેવનથી શુગર લેવલ ઓછું થવાનો ખતરો રહે છે. માટે તેને યોગ્ય પ્રમાણમાં લેવાય તે જરૂરી છે. કોઈ પણ સાઈડ ઈફેક્ટથી બચવા માટે જરૂરી છે કે તેને લેતા પહેલા આયુર્વેદ વિશેષજ્ઞની સલાહ લેવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here