10.8 C
New York
Saturday, December 14, 2024

મજેદાર રાઈસમાંથી બનતી રેસીપી જાણો અને મિત્રો સાથે શેર કરો

rise એટલે કે ભાત એ ભોજન નો  સૌથી મહત્વ નો ઘટક છે. ભાત નો આપણા રોજ ના આહારમાં  સમાવેશ કરીએ છીએ. રાઇસ થી અલગ અલગ ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ભાત ખુબ હેલ્થી ફૂડ પણ મનવામાં આવે છે તો આવો જાણીએ રાઈસ માંથી બનતી અલગ અલગ રેસીપી વિષે જેવીકે, પુલાવ, બિરયાની, ફ્રાંઇડ રાઈસ, દાળ ફ્રાય વગેરે

પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 1 કપ રાંધેલો ભાત
  • 1 નંગ ડુંગળી
  • 2 કળી છીણેલું લસણ
  • 1 ગાજર
  • 1 કેપ્સિકમ
  • 1/2 ટી સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
  • 2 ટે સ્પૂન ઘી
  • 1 ટી સ્પૂન તલ
  • મીઠું સ્વાદ અનુસાર

પુલાવ બનાવવા માટેની રીત: ડુંગળી કેપ્સીકમ ગાજર અને લસણને છીણી લ્યો એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ડુંગળી અને લસણનો વઘાર કરો ત્યારબાદ તેમાં ગાજર નાખી પાંચ મિનિટ સાંતળો. હવે તેમાં કેપ્સીકમ ઉમેરી બે મિનિટ સાંતળો બરોબર મિક્સ કરી રાંધેલો ભાત ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે ગેસ પર રાખો. તો તૈયાર છે ગરમા ગરમ પુલાવ આ પુલાવ હવે તમે પીરસી શકો છો.

વેજીટેરીયન બિરયાની બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ૩૦૦ ગ્રામ બાસમતી ચોખા
  • ૧ નંગ કેપ્સિકમ
  • ૩ નંગ ડુંગળી
  • ૨ નંગ ગાજર
  • ૨ ચમચી કાજુ
  • ૧ ટુકડો આદુ ખમણેલું
  • ૨ ચમચી બીરયાની મસાલો
  • ૨ ચમચી બટર
  • ૨ ચમચી તેલ
  • ૧ ટુકડો તજ
  • લવિંગ
  • મરી
  • સુકું મરચું
  • તજપત્ર
  • ૧ ચમચી હળદર
  • મીઠું જરૂર મુજબ
  • ૪ ચમચી લીલા વટાણા
  • નાનો ટુકડો કોબીજ ઝીણી સમારેલી
  • મીઠો લીમડો
  • ઝીણી સમારેલી કોથમીર

વેજીટેરીયન બિરયાની બનાવવા માટેની રીત: સૌ પ્રથમ બધા વેજીટેબલના નાના પીસમાં કટ  કરી લો  તેમજ બધા મસાલા તૈયાર કરી લો. પ્રથમ ચોખા ને બાફી લેવા ત્યાર બાદ એક પણ પેન માં ઘી ગરમ મુકવુ ત્યાર બાદ ઘી માં જીરુ તાજ લવિંગ સુકુ મરચુ તમાલ પત્ર નાખી ને ડુંગળી થી વાઘર કરવા પછી એમ ઉપર મુજબ વેજીટેબલ છે આ વેજીટેબલ નાખી ને વઘાર કરવા. ત્યાર બાદ શાકભાજી બધુ સાંતળી ને પછી બાફેલા ચોખા નાખી દેવા પછી ઉપર મુજબ બધો મસાલો નાખી ને મિક્સ કરી લેવી 5 મિનિટ ગેસ ઉપર રાખી ને ગેસ બંધ કરી દેવો. તૈયાર છે વેજીટેબલ બિરિયાની તેને ગરમ ગરમ સર્વ કરવી.

સેઝવાન ફ્રાઇડ રાઈસ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 1 કપ બાસમતી રાઈસ
  • 1/2 કપ સમારેલા સ્પ્રિંગ અનિયન
  • 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
  • 1/4 કપ ઝીણુ સમારેલું ગાજર
  • 1/4 કપ ઝીણુ સમારેલું કેપ્સીકમ
  • 1/2 કપ ઝીણી સમારેલી કોબી
  • 1 ચમચી આદુ મરચા ઝીણા સમારેલા
  • 1 ચમચી લસણ ઝીણુ સમારેલુ
  • 2 ચમચી સેઝવાન સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ટોમેટો સોસ
  • 1/2 ચમચી વિનીગર
  • મીઠુ સ્વાદમુજબ
  • 1 ચમચી કાળા મરી પાવડર
  • 4 ચમચી તેલ

બાસમતી ચોખા ને સરખા મસળી ને ધોઈ, પલાળી લેવા. પાણી માં મીઠુ નાખી છૂટા બાફી લેવા. તેલ લગાવી, સાવ ઠંડા થવા દેવા. બધાં જ વેજીટેબલ્સ ઝીણા સમારી લેવા. એક કડાઈ માં તેલ નાખી, ગરમ થાય એટલે આદુ, મરચા, લસણ જીણા સમારેલા નાખી, 2 મિનિટ હલાવી, સેકી લેવા.હવે ડુંગળી નાખી સાંતળો. પછી કેપ્સીકમ અને ગાજર નાખી સાંતળો. હવે કોબી અને લીલી ડુંગળી – સ્પ્રિંગ અનિયન નાખી સાંતળો. સ્વાદમુજબ મીઠુ, મરી પાવડર, વિનીગર, સોયાસોસ, ટોમેટો સોસ, સેઝવાન સોસ નાખી સરખું મીક્સ કરો. બાફેલા ભાત નાખી, ફરીથી એકસરખું મીક્સ કરો. 2 મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દો. તૈયાર છે ગરમાગરમ ઈન્ડો ચાઈનીઝ વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ.. સ્પ્રિંગ અનિયન થી ગાર્નીશ કરો.

ભાતના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી:

  • વધેલા ભાત
  • 1 વાટકી ચણાનો લોટ
  • ડુંગળી અને મરચાં
  • મીઠું, હળદર, લાલ મરચું
  • 1 ચમચી સૂજી
  • લીંબુનો રસ, બે ચમચી દહીં
  • જરૂર મુજબ પાણી

વધેલા ભાતમાંથી બનાવો ભાતના ભજીયા: સૌપ્રથમ ભાતને થોડા મસળી નાખો અને તેમાં ડુંગળી,મરચાં છીણીને નાખો.ત્યારબાદ એક ચમચી સુજી, બે ચમચી દહીં,મીઠું,લાલ મરચું પાઉડર, હળદર ઉમેરો. હવે બે ચમચી લીંબુનો રસ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. તેલ ગરમ કરી નાના-નાના ભજીયા ઉતારો અને તેને ટોમેટો કેચપ,દહીં અથવા ચા સાથે સર્વ કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles