તડકા છાયામા કેરીનો મુરબ્બો અને છૂંદો બનાવવાની પરફેક્ટ રીત

તડકા છાયા છૂંદો અને મુરબ્બો..બનાવવા જરૂરી સામગ્રી

2 કીલો રાજાપુરી કેરી છોલી છીણ પાડી લેવો.. સાફ સ્ટીલ ના તપેલી માં છીણ માપી નાખવો …તેના થી સવા ગણી કે દોઢ ગણી ખાંડ ,સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવુ…તાપ માં ચાસણી થઇ ઘટ્ટ થશે…માટે ને થોડો રસદાર બનશે..માટે ખાંડ વધુ લેવી…..હલાવી…એક દિવસ માટે..ઢાકી..રાખી..વચ્ચે વચ્ચે હલાવી લો…ચેક કરી…પૂરી રીતે ખાંડ ઓગળે ત્યારે જ…

કોટન પાતળું કપડું બાંધી…અઠવાડિયા કડક તાપે મૂકો…રાત્રે લાવી મૂકી…નીચે તપેલુ લાવો ત્યારે હલાવી લેવું….એક તાર ચાસણી થાય એ ચેક કરવુ…..તૈયાર થતા ..તૈયાર કેરી છીણ ના 2 ભાગ કરી…છુંદો કરવો હોય તે મીશ્રણ માં 2 ચમચી કાશ્મીરી મરચું પાવડર, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી ઇલાયચી પાવડર,…( તજ, લવીંગ પાવડર પણ નાખી શકો છો )
મીક્ષ કરી..સાફ કાચ બોટલ માં ભરી લેવું.. મુરબ્બા મીશ્રણ માં..પીંચ કેસર, 1 ચમચી ઇલાયચી પાવડર નાખી સરસ મીક્ષ કરી..બોતલ મા ભરવું. *ભરેલા મુરબ્બા, છૂંદા બરણી માં ઉપર લવીંગ રાખવા થી બગડશે નહીં..કીડી ઉપદ્રવ પણ નહીં થાય.

સેમ પ્રોસેસ થી ગેસ પર ઘટ્ટ ગોળો ..1 તાર ચાસણી થાય એ સુધી કુક કરી..મુરબ્બા, છૂંદો બનાવી શકાય..આ રીતે તડકા છાંયા ની કેરી કટકી પણ બનાવી શકાય..

આ પણ વાંચો:

ક્રિસ્પી પફ ઘરે બનાવવા માટે ક્લિક કરો રેસીપી જાણો

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા ભરેલા મારચાનું અથાણું બનાવવાની રેસીપી

શુક્રવારની સ્પેશિયલ રેસીપી નોંધી લો

ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી

ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો

બટેટા વડા, કોર્ન રોલ્સ, રાઈસ અપ્પે, પનીર ટીકી બનાવવાની સરળ રેસીપી

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો આમચૂર પાઉડર બનાવવાની રેસીપી

Leave a Comment