બાળકોને પાલક ખવડાવવાનો એક નવો તરીકો બનાવો પાલકની ક્રિસ્પી ચકરી

બાળકો અને મોટાઓને લગભગ પાલક ઓછી ભાવતી હોય છે તો નાસ્તા રૂપી આકર્ષક ગ્રીન કલરની ચકરી આપીએ તો નાના અને મોટા હોંશે હોંશે ખાશે….

પાલક ચકરી માટેની સામગ્રી:

  • 2 વાટકી પાલક, 1 વાટકી ઘઉંનો લોટ, 1.5 વાટકી ચોખાનો લોટ, 1/2 વાટકી ખાટું દહીં, 1 ચમચી મલાઈ/ઘી, મીઠું, 1 ચમચો લીલા મરચા અને આદુની પેસ્ટ, તલ જરૂર મુજબ,
  • તેલ.

પાલક ચકરી બનાવવાની રીત: સૌ પ્રથમ પાલકની ગ્રેવી કરવા તેમાં 1 ચમચો દહીં નાખી મિક્સરમાં ફેરવવું. એક બાઉલમાં બને લોટ લઇ મિક્સ કરી લેવું. પછી કુકરમાં પાણી લઈ તેમાં કાંઠલો કે કોઈ વાયર સ્ટેન્ડ મૂકી ગરમ કરવા મૂકવું. પછી કોઈ પણ સ્ટીલનો ડબ્બો કે કપડાં માં બને લોટનું મીક્ષણ લઇ લેવુ અને 3-4 સીટી કરી લેવી. પછી લોટ ઠંડો થાય એટલે કથરોટમાં લઇ તેને દસ્તા વડે ભાંગી ચારણી વડે ચાળી લેવો. પછી તેમાં બનાવેલ દહીં વાળી પાલકની ગ્રેવી, આદુ મરચાની પેસ્ટ, મીઠું, તલ, મલાઈ ઉમેરી મિક્સ કરવું જરૂર પડે તો દહીં ઉમેરવું, સ્મૂથ લોટ તૈયાર કરવો. હવે સંચાને તેલ વડે ગ્રીસ કરી લેવો તેમાં લોટ ભરવો. પ્લાસ્ટિક કે કાગળ પર ચકરી પાડી લેવી. ઉપરથી ક્યાંક ક્યાંક તલ લગાવી શકાય. તેલ ગરમ થાય એટલે ચકરી તેલમાં નાખવી ગેસ ફાસ્ટ રાખવો અને ચકરી ઉપર ન આવે ત્યાંસુધી જારાને અડાડવો નહિ, નહીંતર ચકરી તૂટી જશે. પછી ધીમો- મીડીયમ ગેસ કરી ગોલ્ડન ચકરી તળવી. પેપર નેપકીન પર કાઢી લો. બાળકોને ટોમેટો સૉસ અથવા કોઇ ડીપ સાથે ચકરી સર્વ કરી શકો છો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,870FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

હું ૧૮ વરસનો યુવક છું મારા વાળ ઓચિંતા ખરવાનું શરુ થયું છે શું કરવું યોગ્ય સલાહ વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં મારી ત્વચા ખુબ ચીકણી થઇ જાય છે. મહેરબાની કરી મારી સમસ્યાનાં નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.  એક યુકનો પ્રશ્ન છે કે હું ૧૮ વરસનો...

આ ૧ વસ્તુથી ત્વચા પર ખીલના ડાઘ-ધબ્બા ગાયબ થશે

આજના જમાના માં કોને સુંદર દેખાવું નથી ગમતું  પછી ભલે ને મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર દેખાય એ માટે ખુબ...

thanda pina

ઉનાળાની સીઝનમા ઘરે બનાવો મેંગો આઈસક્રીમ- મેળવો ગરમીથી છુટકારો

સામગ્રી-મેંગો આઈસક્રીમ- -2 થી 3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ -1/2 વાટકી ખાંડ -1 વાટકી દૂધ -1/2 વાટકી ફ્રેશ મલાઇ -1/4 પા વાટકી મિલ્ક પાવડર...

ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી

માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટે જરૂરી સામગ્રી: 2 કપ મેંદો 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર 1/2 કપ રવો 1/2 કપ ખાંડ નો પાઉડર 200 ગ્રામ મોળો માવો 1/4 કપ બદામ ...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...