મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત

નાના બાળકો સહિત મોટા લોકો ને પણ મેગી ખુબ ભાવે છે અને અેક મેગી મસાલાની વાત આવે એટલે બઘા અાંગડા ચાટતા રહી જાય દરેક લોકોને મેગી મસાલો ખૂબ ભાવે આજે આપણે મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત શીખીશુ………

ઘરેજ બનાવો મેગી મસાલા હંમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે . પણ ક્યારે ક્યારે મેગી ઘર પર નહી હોય તમે નૂડલ્સથી મેગી જેવી ડિશ બનાવા ઈચ્છો છો પણ મેગી મસાલા ન હોવાથી એ બેસ્વાદ લાગે છે . તો ઘરે જ તૈયાર કરી લો મેગી મસાલા .

સામગ્રી : ૧/૨ નાની ચમચી ડુંગળી પાવડર , ૧/૨ નાની ચમચી લસણ પાવડર , ૧/૨ નાની ચમચી ધાણા પાવડર , ૧ નાની ચમચી લાલ મરચા પાવડર , અડધી નાની ચમચી હળદર પાવડર , ૧ નાની ચમચી લાલા જીરું પાવડર , એક ચોથાઈ નાની ચમચી મેથી પાવડર , અડધી નાની ચમચી આદું પાવડર , અડધી નાની ચમચી ગરમ મસાલા , ૪ નાની ચમચી ખાંડ , ૨ નાની ચમચી ચીલી ફ્લેકસ , ૧ નાની ચમચી કોર્ન ફ્લોર , અડધી નાની ચમચી આમચૂરનો પાવડર , ૧/૨ એટલે કે દોઢ નાની ચમચી મીઠું .

ટિપ્સ : સૌથી પહેલા બધી સામગ્રીઓને એક સાથે મિકસરમાં નાખી ગ્રાઈડ કરી લો . પછી જયારે પણ નૂડલ્સ બનાવી તેમાં આ મસાલા ૨ ચમચી નાખવું . , જો તમને વધારે તીખું જોઈએ તો મસાલાની માત્રા વધારી નાખવી . , તેને સારી રીતે મિકસ કરી અને નુડલ્સ કરો . અને મજાથી ખાવુ અને ખવડાવો .

આ મસાલનો સ્વાદ ખુબ સરસ હોય છે નાના મોટા દરેક લોકોને આ ટેસ્ટ ગમે છે આ મસાલાનો ઉપયોગ તમે વઘારેલ ભાત, શ્હક, મેગી, નુડલ્સ દરેક વસ્તુમાં કરી શકો છે…જરૂરથી ઘરે બનાવવાની કોશિશ કરજો અને આવીજ અવનવી વાનગીની રેસીપી મેળવવા માટે અમારા ફેસબુક પેઝ્ને લાયક અને શેર જરૂર કરજો

Leave a Comment