અનાનસ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વિશે જાણો અને શેર કરો

અનનાસ : પાકું અનનાસ મુત્રલ , કૃમીનાશક અને પીત્તશામક છે . તે ગરમીના વિકારો , પેટના રોગો , બરોળવૃદ્ધી , કમળો , પાંડુરોગ વગેરે મટાડે છે . સગર્ભાને તથા ભુખ્યા પેટે અનનાસ નુકશાનકારક છે . ( ૧ ) પાકા અનાનસના રસમાં બમણી સાકર ઉમેરી જરૂરી પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તથા ગરમી , બળતરા શાંત થાય છે .

( ૨ ) અનનાસ મધુર ખાટુ અને પાચક છે . ભારે આહાર ખાધા પછી અનનાસનો રસ પીવાથી આહાર સરળતાથી પચી જાય છે . ( ૩ ) એમાં વીટામીન સી સારા પ્રમાણમાં છે . આથી એ સ્કર્વી નામના રોગમાં તથા પાયોરીયામાં સારું છે . ( ૪ ) રોજ અનનાસનો રસ પીવાથી દાંત સારા રહે અનનાસમાં સાકર અને પ્રોટીન છે , તથા પ્રોટીનને પચાવવામાં એ ઉત્તમ છે .અભયાદી ક્વાથ હરડેના સેવનથી કોઈ પણ પ્રકારના નુકશાન કે આડઅસરનો ભય હોતો નથી આથી એને અભયા પણ કહે છે .

હરડે સાથે નાગરમોથ , ધાણાં , રતાંધળી , પર્મકાઇ , અરડુસો , ઈન્દ્રજવ , વાળો , ગળો , ગરમાળાનો ગોળ , કાળીપાટ , સુંઠ અને કડુ સમાન વજને લઈ ભેગાં ખાંડી અધકચરો ભૂકો કરવો . બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી થોડું પીપરનું ચુર્ણ મેળવી સવાર – સાંજ તાજો બનાવી પીવાથી દાહ બળતરા , ઉધરસ , દમ , આળસ , સુસ્તી , ત્રીદોષજ તાવ વગેરે તકલીફો મટે છે . એ ભુખ લગાડનાર , ખોરાકનું પાચન કરાવનાર તથા મળમુત્ર સારું લાવનાર ઉત્તમ ઔષધ છે .

અભયારીષ્ટ અભયા એટલે હરડે સાથે બીજાં કેટલાંક બધો મેળવી એક પ્રવાહી ઔષધ બનાવવામાં આવે છે , જેને અભયારીષ્ટ કહે છે અને બજારમાં તૈયાર મળે છે . ચારથી પાંચ ચમચી અભયારીષ્ટમાં એટલું જ પાણી મેળવી જમતાં પહેલાં કે જમ્યા પછી પીવાથી કબજીયાત , વાયુનો આફરો , પેટના રોગો , ઉબકા , મોળ અને અગ્નીમાંદ્ય મટે છે . હરસનું એ અકસીર ઔષધ ગણાય છે . નીષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાય .

અમૃતપ્રભા ચૂર્ણ આમળાં , અક્કલકરો , સીંધવ , ચીત્રક , મરી , અજમો , લીંડીપીપર અને હરડે દરેક દસ – દસ ગ્રામ અને સુંઠ વીસ ગ્રામનું ચુર્ણ બનાવી એ ચુર્ણ પલળે એટલો બીજોરાનો રસ તેમાં મેળવવો . પછી ચુર્ણ સુકાઈ જાય ત્યાં સુધી એને ખુબ જ લસોટવું . એને અક્કલકરાદી ચુર્ણ પણ કહે છે . આ ચુર્ણ અડધીથી એક ચમચી દરરોજ સવાર – સાંજ લેવાથી મંદાગ્ની , અરુચી , ઉધરસ , ગળાના રોગ , દમ – શ્વાસ , શરદી – સળેખમ , ફેફરું . સન્નીપાત , વગેરેમાં ખુબ જ ફાયદો થાય છે .

અમૃતરસ ગળોનું વસ્ત્રગાળ ચૂર્ણ ૫00 ગ્રામ , ગોળ ૮૦ ગ્રામ અને ઘી ૧૦૦ ગ્રામના મીશ્રણને અમૃતરસ કહે છે . પુખ્તવયના માણસોને એક ચમચી અને બાળકોને અડધી ચમચી આ ઔષધી સવાર – સાંજ આપવાથી તેમ જ પશ્ય અને પરીમીત આહાર લેવાથી વાળની ધોળાશ , વૃદ્ધાવસ્થા , જ્વર , વીષમજવર , પ્રમેહ , વાતરક્ત અને નેત્રરોગ થતા અટકે છે . આ રસાયન પ્રયોગ કરનારને કોઈ રોગ જલદી થતો નથી . જે ઔષધ તંદુરસ્તી જાળવી રાખે , જલદી ઘડપણ આવવા ન દે , વાળ સફેદ થતા અટકાવે અને દીર્ધ જીવન આપે તેને રસાયન ઔષધ કહેવાય છે .

રસાયન ઔષધ ત્રીદોષનાશક હોવાથી તે વાયુ , પીત્ત અને કફના રોગોમાં પણ આપવામાં આવે છે , જે સહાયક ઔષધ બને છે . અમૃતારીષ્ટ ગળો , દશમુળ , જીરુ , ગોળ , પીત્તપાપડો , સપ્તપર્ણ , સુંઠ , મરી , પીપર , મોથ , નાગકેસર , અતીસ અને કડાછાલના મીશ્રણથી બનાવેલું દ્રવ ઔષધ તે અમૃતારીષ્ટ . સારી ફાર્મસીનું આ દ્રવ ઔષધ વયસ્કો ત્રણથી ચાર ચમચી અને બાળકો અડધીથી એક ચમચી ( બાળક મોટું હોય તો દોઢ ચમચી ) સવાર – સાંજ સેવન કરે તો અચી , અપચો , મંદાગ્ની , યકૃત ( લીવર ) ના રોગો , જીર્ણજ્વર , આંતરીક મંદ જ્વર , પેટના રોગો , અશક્તી , લોહીના રોગો અને ચામડીના રોગોમાં સારો ફાયદો થાય છે . એનાથી મળ સાફ ઉતરી કબજીયાત પણ મટે છે .

Leave a Comment