રેસિપીઃ
રેસિપી ડેસ્કઃ તમે અત્યાર સુધી રાજમાનું શાક અથવા સલાડ કે મેક્સિકન ડિશમાં રાજમા મિક્સ કરીને ખાધાં હશે. રાજમાને પ્રોટીનનો સૌથી સારો. સ્રોત માનવામાં આવે છે. જોકે, રાજમા ઘણા બાળકોને ભાવતા નથી . તો હવે રાજમાને લઇને એવી સેન્ડવિચ બનાવો કે બાળકો પણ આંગળી. ચાટતાં થઈ જાય. આજે અમે લઇને આવ્યા છીએ બ્રેફાસ્ટ માટે સુપરહેલ્ધી ડિશ એવી રાજમા સેન્ડવિચ. તો નોંધી લો રેસિપી.રાજમા સેન્ડવિચ રેસિપી સામગ્રીઃરાજમા 1 કપડુંગળી પનીર 2 ચમચીખીરા કાકડી 1લીલાં મરચાંની પેસ્ટચપટી ચાટ મસાલો ચપટી લાલ મરચાંનો પાવડ ચપટી કાળું મીઠું ચીઝ સ્પ્રેડ 1 ચમચી બ્રેડ સ્લાઇઝ 8 નંગ લીંબુનો રસ 1 ચમચી સ્વાદાનુસાર મીઠું 1 ચમચી બટર
રીતઃ
રાજમા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં રાજમાને આગલી રાત્રે 7થી 8 કલાક માટે પલાળી દો. ત્યારબાદ બીજા દિવસે સવારે કૂકરમાં રાજમામાં થોડું મીઠું નાખીને બાફી દો.હવે એક મોટા બાઉલમાં રાજમા, સમારેલી ડુંગળી, સમારેલી ખીરા કાકડી, પનીર અને લીલા મરચાંની પેસ્ટ નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ બાઉલમાં ચાટ મસાલો, લાલ મરચું પાવડર, કાળું મીઠું અને લીંબુનો રસ નાખીને મિક્સ કરો.હવે એક બ્રેડની સ્લાઇસ લઇને તેની પર ચીઝ લગાઓ. ત્યારબાદ તેની પર રાજમાનું તૈયાર કરેલું મિશ્રણ લગાઓ અને તેની ઉપર બીજી એક બ્રેડ સ્લાઇસ મૂકી દો.ત્યારબાદ લોઢી પર સેન્ડવિચ મૂકી બંને બાજુથી શેકી લો. તમે ઈચ્છો તો સેન્ડવિચ મેકરમાં પણ આ સેન્ડવિચ ટોસ્ટ કરી શકો છો. તૈયાર છે રાજમા સેન્ડવિચ. પ્લેટમાં કાઢીને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. પોસ્ટ વાચીને શેર કરો અનેે લાાઈકકરો