રસોઈનો સ્વાદ વધારવા અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

અજમાવી જૂઓ આ રસોઈ ટિપ્સ જે દરેકે દરેક મહિલાને કિચન કિંગ બનાવવામાં મદદ કરશે

ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે .

એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે .

રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો બ્રેડની બે – ત્રણ સ્લાઇસ નાખી દેવી . તે વધારાનું મીઠું શોષી લેશે .

પિત્તળના વાસણ આમલીના પાણીથી સાફ કરવાથી વાસણ ચકચકિત થાય છે . નોનસ્ટિક વાસણ સ ૨ કાથી સાફ કરવાથી વાસણ સારા સાફ થાય છે .

ડુંગળી સમારતી વખતે આંખ બહુ બળે છે અથવા તો આંખમાંથી આંસુ નીકળે છે કાંદાને બરફના પાણીમાં ભીંજવી સમારવાથી કાંદાની તીખાશ ઓછી થાય છે .

ટામેટાના સુપમાં થોડો ફૂદીનો ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે . ભટૂરાના લોટમાં કિનારી કાઢેલી બે બ્રેડની સ્લાઇસ તથા દહીં ભેળવી લોટ બાંધવાથી ભટૂરા સ્વાદિષ્ટ બનશે .

પૂરી બનાવતી વખતે એક નાની ચમચી સાકર ભેળવવાથી પૂરી કરકરી બનશે . ખીરને ઘટ્ટ કરવા થોડી ખસખસ વાટીને નાખવી .

ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું . લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે

ફ્રીઝમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર નવસેકા પાણીમાં રાખવા .

બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે . વારંવાર નખ બટકી જતા હોય તો નખ ૫૨ લીંબુ ઘસવાથી ફાયદો થશે .

કચોરી અને સમોસા બનાવતી વખતે મેંદામાં એક ટેબલસ્પૂન વિનેગાર નાખવાથી ક્રિસ્પી બને છે . આમળાના પાવડરમાં તેલ ભેળવી મસાજ કરવાથી ખંજવાળથી રાહત મળે

જમીન પર તેલ , ઘી કે દૂધ ઢોળાઇ જાય તો પહેલા તેના પર સૂકો લોટ ભભરાવવો , પછી તેને અખબારથી લૂછવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઇ જશે .

– મીનાક્ષી તિવારી

Leave a Comment