દરેક મહિલાને કામમાં આવશે આ રસોઈ ટીપ્સ

(1) ચકરી બનાવવાનો લોટપ્રમાણસર પલાળવો . જો વધુઘટ્ટ કે પાતળું થઈ જાય તો ચકરી ક્રિસ્પી નથી થતી . (2) ઘુઘરા , શક્કરપારા વગેરેમાં શક્ય હોયતો ઘીનું મોણ વાપરવું , જેથી વાનગી વધુ ક્રિસ્પી બનશે . ……….

(3) ભાખરવડી બનાવો ત્યારે ચણાનો લોટ બાંધો અને તેમાં મોણ બિલકુલ ન નાખતા . નહીંતો તળતી વખતે ભાખરવડી તૂટી જશે . (4) ઘુઘરા ક્રિસ્પી બનાવવા માટે એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી પછી ઉપર ચોખાનો લોટ અને ઘીનું મિશ્રણ લગાવી લુઆ કરી તેના ઘુઘરા બનાવવાથી ક્રિસ્પી બનશે ………

(5) પાતળા પૌઆનો ચેવડો બનાવતી વખતે પૌઆને તળવાને બદલે શેકી લો અને ઉપરથી વઘાર કરી ધીમા તાપે હલાવતા રહો . (6) મગફળીના ચિલા બનાવતી વખતે તેમાં બે મોટા ચમચા ચોખાનો લોટ મિક્સ કરી . તેનાથી ચીલા કુરમુરા બનશે ………

(7) શાકમાં મરચુ વધુ થઈ ગયું છે તો તેમાં થોડો ટોમેટો સોસ નાખી દો અથવા સેકેલી મગફળીનો ભૂકો મિક્સ કરી દો . (8) માઇક્રોવેવમાં કુકિંગ કરતી વખતે અથવા ભોજન ગરમકરતી વખતે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરો.તે હેલ્થ માટે યોગ્ય નથી . ………

(9) કેકને લાંબા સમય સુધી તાજી રાખવા માટે એરટાઇટ ડબ્બામાં બ્રેડનો ટુકડો મૂકીને રાખો . જ્યારે બ્રેડનો ટુકડોકડક થઈ જાય તો તેને કાઢી બીજો ટુકડો મૂકવો . કેક ફ્રેશ રહેશે ……..

(10) મગફળીને સેકીને તેની છાલ કાઢી મિક્સરમાં બ્લેડકરીને રાખો.ભીંડા , રીંગણ અથવા અન્ય માસેલદાર શાકમાં તેનો થોડો ઉપયોગ કરવાથી તે વધુ સ્વાદિષ્ટ બનશે . (11) જો બ્રેડ ઉપરથોડું પાણી પડી ગયું હોય તો તેને એક પેપર નેપકીનમાં વીટી વીસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરી છે.બધુ પાણી ઊડી જશે અને બ્રેડ પહેલા કરતા વધુ ફ્રેશ થઈ જશે ………….

(12) રાયતું બનાવતી વખતે તેમાં મીઠું નાખો . સર્વ કરતી વખતે મીઠું નાખો , આવુંષકરવાથી રાયતું ખાટું નહીં લગે . (13) દહીંવડાના ખીરામાં થોડું દહીં મિક્સ કરવાથી વડા સોફ્ટ બને છે અને તેલ પણ ઓછું શોષે છે …………………

(14) દહીંથી બનેલા બધા જ શાકમાં ઉભરો આવવા પર મીઠું નાખવું . પહેલાથી મીઠું નાખવા પર દહીંથી બનેલું શાક ફાટી જાય છે ………..

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment