ઉપયોગમાં આવે તેવી 20+ રસોઈ ટીપ્સ જરૂર વાંચો અને શેર કરો

રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. પહેલાથી તેમાં મીઠું નાખવાથી રાયતું ખાટુ થઈ જાય છે. આલુ પરાઠા બનાવતી વખતે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે. બટાકાની સેન્ડિવચ બનાવતી વખતે બાફેલા બટાકા, ઝીણા સમારેલા કેપ્સીકમ, થોડી કસૂરી મેથી અને  વટાણા નાખી વઘારી મનપસંદ મસાલો કરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. રાતના કઠોળ પલાળતા ભૂલી ગયા હોય તો, સવારે ગરમ પાણીમાં  સોડા ભેળવી  બે-અઢી કલાક પલાળી રાખી તેમાં બે સોપારી મુકી બાફવા. પંજાબી શાકની ગ્રેવી બનાવતી વખતે તેમાં મલાઇ અથવા કાજુની પેસ્ટ ઉમેરવાથી ગ્રેવીનો સ્વાદ વધે છે તેમજ ગ્રેવી ઘટ્ટ થાય છે.

આ પણ વાંચો : નેઈલપોલીશનું કાચના વાસણમાં ડાઘ પડ્યા હોય તો ડાઘ દુર કરવા ની ટીપ્સ

પનીરને પાણીમાં રાખવાથી તાજુ રહે છે. ઉપરાંત પનીરને બ્લોનિટંગ પેપરમાં વીંટીને રાખવાથી  પણ ફ્રેશ રહે છે. મેથીની કડવાશ દૂર કરવા તેને મીઠું ચોળીને થોડી વાર રાખી નીચોવી લેવી. ભરેલું શાક બનાવતી વખતે તેમાં સીંગદાણાનો ભુક્કો ભેળવવાથી સ્વાદ વધે છે. સુકી કચોરી અથવા તો ભાખરવડી વધી પડયા હોય તો તેમાંથી તેનો મસાલો કાઢી ભરેલા શાક માટે વાપરવાથી ઉપયોગમાં આવે છે તેમજ શાક સ્વાદિષ્ટ થાય છે.

રસવાળા શાકમાં મરચું વધુ પડી ગયું હોય તો શાકમાં દેશી ઘી, બટર, મલાઇ, દહીં અથવા ક્રીમ  ઉમેરવાથી શાકમાંની તીખાશ ઓછી થાય છે. પરોઠાને ટેસ્ટી અને ક્રિસ્પી બનાવા માટે લોટમાં બાફેલુ બટાકુ અથવા તો બટાકાને ખમણીને નાખવું. રાયતામાં જીરાનો ભુક્કો નાખવાની બદલે તેમાં ઝીરાનો વઘાર કરીને નાખવાથી રાયતાની સોડમ અને સ્વાદ બન્ને વધે છે.કડક-સખત પનીરને મુલાયમ કરવા માટે હુંફાળા પાણીમાં ચપટી મીઠું નાખી દસ મિનિટ પનીર પલાળી રાખવું.

આ પણ વાંચો : કપડા પર શાહીના ડાઘ પડ્યા હોય ડાઘ દુર કરવા ની ટીપ્સ

પુરીને ક્રિસ્પી બનાવા માટે લોટમાં થોડો રવો ભેળવવો. મૂઠિયા બનાવા માટે ઘઉનો જાડો લોટ ન હોય તો સામાન્ય લોટમાં ઘઉંના લોટ કરતાં થોડો ઓછો ચણાનો લોટ અને તેનાથી પણ ઓછો રવો ઉમેરવાથી મૂઠિયા પોચા થાય છે.  કોથમીરની ચટણી લીલીછમ બનાવા માટે તેમાં થોડી પાલક અને વાટતી વખતે બરફના ટુકડા અને મનપસંદ મસાલો નાખવો. આદુ-લસણની પેસ્ટને લાંબા સમય સુધી તાજી રાખવા માટે પેસ્ટમાં થોડું તેલ અને મીઠું ભેળવી ફ્રિઝરમાં રાખવું.

આ પણ વાંચો : રસોઈ બનાવતા રસોઈનો સ્વાદ બગળી જાય તો ગભારસો નહિ આ રહી રસોઈને સુધારવા માટેની ટીપ્સ

રગડા પેટીસની પેટીસ, વટાણાની પેટીસ કે પછી ફરાળી પેટીસને ક્રિસ્પી બનાવા માટે તેને વાળીને ચાર-પાંચ કલાક ફ્રિઝમાં રાખી દઇને નોનસ્ટિક તવા પર શેકવી અથવા તો તળી લેવી. શેકતી અને તળતી વખતે જ તેને બહાર કાઢવી પહેલાથી કાઢી રાખવાથી તેમાંથી પાણી છુટશે અને ઢીલી પડી જશે. વટાણાના ઘૂઘરા બનાવાના વાટેલા વટાણાના માવામાં કાચા-કોરા થોડા પૌંઆ ઉમેરવાથી મસાલો  મુઠી વળે તેવો થાય છે.

આ પણ વાંચો : મસાલાને લાંબા સમય સુધી જાળવી રાખવા માટેની ટીપ્સ

બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચફ્રાઇઝ બનાવા માટે બટાકાની પાતળી લાંબી કાતરી કરી તેને કાચી-પાકી તળી લઇને તેના પર આરારાટો ભભરાવી થાળી કે ટ્રેમાં મુકી દેવી. ચાર-પાંચ કલાક આ રીતે રાખી દેવી અને પીરસતી વખતે જ તેને ગરમ-ગરમ તેલમાં તળવી.

આ પણ વાંચો : નેઈલપોલીશનું ઢાંકણું ન ખૂલતું હોય તે માટેની ટીપ્સ

બાફેલા બટાકાના નાના-નાના ટુકડા કરીને તેને વઘારીને બટાટાવડા બનાવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. બાફેલા બટાકાના છુંદામાં વધાર કરવાની બદલે બટેકાને જ વઘારી દેવા. સ્વાદાનુસાર, લસણ,મરચું, રાઇ, અડદની દાળ,આદુ-મરચાની પેસ્ટ, ખમણેલો આદુ,લીમડાના પાનને તોડીને નાખવા જેથી મોઢામાં આવે નહીં. આ સઘળાનો વઘાર કરી બટાકાના ટુકડા નાખી હલાવી તેમાં મીઠું,લીંબુ અને કોથમીર નાખી મિક્સ કરવું. ખમણ ઢોકળા સાથેની ચટણી બનાવા માટે ખમણ ઢોકળાના ચાર-પાંચ ટુકડા, મરચું, કોથમીર અને સ્વાદાનુસાર મીઠું,સાકર લીંબુ ઉમેરી વાટી નાખવું. કોથમીરનું પ્રમાણ વધુ પડતુ ંરાખવું નહીં. પસંદ હોય તો થોડો ફુદીનો પણ નાખી શકાય.

Leave a Comment