તમે વિચારો છો સાંજે શાકમાં શું બનાવવું ? ઉનાળામાં શરીરને ઠંડક આપે એવા શાકભાજીથી બનતી વાનગી | shak recipe in gujarati

0

ઉનાળા માં બજારમાં મળતા શાકભાજી મુખ્યત્વે શરીર ને ઠંડક આપે છે, આ બધા શાકભાજીમાં પાણી નો ભાગ વધારે હોય છે. આ ઋતુ માં વેલા માં થતાં શાકભાજી વધારે પ્રમાણમાં ખવાતા હોય છે. જેમક કે ભીંડા, ગવાર, દૂધી, ગલકાં, કારેલાં, ટીંડોળા, પંપકીન, સરગવો તુરિયા વગેરે જેવા શાક હાલ માં વધારે ઉપયોગ માં લેવાય છે. જે ઉનાળામાં મળી રહે છે | ઉનાળામાં ક્યાં ક્યાં શાકભાજી મળે છે ? | ઉનાળામાં ક્યાં શાકભાજી ખાવા જોઈએ ?| ઉનાળમાં ઠંડક કરવા શું કરવું જોઈએ ?

જો તમે સરગવાનું શક બનાવો છો અને તે કોરું બને છે અને કોરું શાક નથી ભાવતું તો સરગવાનું રસાવાળું શાક બનાવવાની રીત | રસાવાળા શાક રેસીપી | સરગવાનું શાક બનાવવાની રીત | sargava nu shak bnavvani rit | સરગવાની સિંગ નું શાક | સરગવાનું શાક બનાવવાની રેસીપી | સરગવા વિશે માહિતી | સરગવો ગરમ કે ઠંડો | saragva shak recipe | bataka shak recipe in gujarati |

ઋતુ પ્રમાણે ગરમ અને ઠંડા પદાર્થની તાસીર વિષે. ગરમ કોઠા વારા લોકો ક્યાં ક્યાં પદાર્થ ખાઈ શકે? વાંચવા ક્લિક કરો

સરગવા અને બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી:

sargavanu shak
  1. ૭-૮ સરગવાની સીંગ
  2. ૨ નંગ બટેટા
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧ નંગ ટામેટું
  5. ૩ લીલા મરચા
  6. ૩-૪ કળી લસણ
  7. ૧ કટકો આદુ
  8. ૧ ટેબલસ્પૂન ટોમેટો પ્યુરી
  9. ૧ ગ્લાસ પાણી
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. ૧ ચમચી મરચું પાવડર
  12. ૧ ટેબલસ્પૂન ધાણા જીરું
  13. ૧/૨ ચમચી હળદર
  14. ૧ ટેબલસ્પૂન તેલ
  15. ૧ ચમચી રાઈ જીરુ હિંગ
  16. ૧ ટેબલસ્પૂન ફ્રેશ ધાણા, સ્પ્રિંકલ કરવા

સરગવા અને બટેટા નું શાક બનાવવા ની રીત: સરગવા ની સીંગ ને કાપી ધોઈ steam થી બાફી લીધી,બટેટા ને પીલ કરી dice માં કાપી લીધા. ડુંગળી ટામેટા આદુ મરચા લસણ ને ચોપર માં ક્રશ કરી લીધા. નોનસ્ટિક પેનમાં તેલ લઈ રાઇ જીરું હિંગ નાખી વઘાર તતડાવી ક્રશ આદુ મરચા લસણ ડુંગળી અને ટામેટા ને સારી રીતે સોતે કર્યા,ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી થોડું પાણી એડ કરી સાંતળ્યા..ત્યારબાદ બટેટા અને બીજું પાણી નાખી ઢાંકી ને બટેટા ને અડધા ચડવા દીધા..૭૫ ટકા જેટલા બટેટા ચડ્યા બાદ તેમાં સરગવાની બાફેલી સીંગ ઉમેરી slowly મિક્સ કરી પાછું ચડવા દીધું જેથી સીંગ માં મસાલા અને રસો ભળી ને એકરસ થાય અને સીંગ લોચો ના થઈ જાય. બીજી પાંચ મિનિટ માં શાક સરસ રીતે ચડી ગયું એટલે flem બંધ કરી,શાક ને બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કર્યું..ભાત સાથે ખાવાની ખુબ મજા આવશે

મસાલા ભીંડી | ભીંડાનું ભરેલું શાક બનાવવાની રીત | મસાલા વારુ શાક | masala bhindi | bhinda nu bharelu shaak | masala bhindi recipe | recipe in gujarati

  1. 250 ગ્રામ ભીંડા
  2. 1 વાટકી ચણા નો લોટ
  3. 1 વાટકી શીંગદાણા
  4. 1/2 વાટકી તલ
  5. 1 ચમચી મરચું પાઉડર
  6. 4 ચમચી ધાણાજીરું
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. 5-6 લસણ ની કળી
  9. 2 ચમચી ધાણાભાજી
  10. 1/8 ચમચી હળદર
  11. સ્વાદનુસાર મીઠું
  12. 2 ચમચી દળેલી ખાંડ
  13. 1/8 ચમચી હિંગ
  14. 5-6 આખી મેથી ના દાણા
  15. 1/8 ચમચી જીરું
  16. જરૂર મુજબ તેલ

ભીંડાનું ભરેલું શાક બનાવવાની રીત | lady fingur sabji | bhindi ki sabji | bhindi sabji bnane ki rit: સૌ પ્રથમ ચણા ના લોટ ને શેકી લેવો તલ શેકી લેવા શીંગદાણા નો ભૂકો કરી લેવો લસણ ને ઝીણું સમારી લેવું ત્યારબાદ બધું ભેગું કરી તેમાં હળદર મરચું મીઠું દળેલી ખાંડ ગરમ મસાલો હિંગ બારીક સમારેલાં ધાણા ભાજી બધું જ મિક્સ કરી લેવું થોડું તેલ મૂકી તેમાં 5 થી 6 આખી મેથી ના દાણા અને જીરું નાખી ભીંડા ને વધારી લેવા ભીંડામાં મેથી નાખવાથી ચીકાશ ઓછી થઈ જાય છે ભીંડા થઈ જાય પછી તેમાં મસાલો નાખી બરાબર હલાવી થોડીવાર ઢાંકી રાખવું ત્યારબાદ મસાલા ભીંડી શાક સર્વ કરવું ખૂબ સરસ લાગે છે

ટીંડોળા નું શાક | tindola recipe | Tindora Shak Recipe In Gujarati | tindora sabji | tindora ki sabji banane ki rit:

  1. 200 ગ્રામ ટીંડોળા
  2. સ્વાદ અનુસાર મીઠું
  3. 1 ટીસ્પૂન લાલ મરચું
  4. 1/2 ટીસ્પૂન હળદર
  5. 1/2 ટીસ્પૂન ધાણાજીરૂ
  6. 2 ટેબલસ્પૂન તેલ

સૌપ્રથમ ટીંડોળા ને ધોઈ અને ટીંડોળાને સમારી લેવા એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરું એડ કરી અને ટીંડોળાને વઘારી લેવા બે મિનિટ તેને ઢાંકી દે પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું પછી પાંચ મિનિટ ઢાંકી પછી તેમાં લાલ મરચું અને હળદર બધું બરાબર સાતળી લેવું જરૂર મુજબ પાણી એડ કરો ટીંડોળા ચડી જાય એટલે તેમાં ધાણાજીરું એડ કરો. તો તૈયાર છે ટીંડોળાનું શાક ગરમાગરમ સર્વ કરો

source : cook pad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here